SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭ અર્થી એવા શ્રાવક મન-વચન-કાયાને સંસારના ભાવોથી સંવૃત્ત કરીને આત્મામાં રત્નત્રયીનો પરિણામ પ્રગટ થાય તે રીતે દઢ યત્ન કરવો જોઈએ. ૭૯ વળી, “આવશ્યક નિર્યુક્તિ” ગ્રંથમાં સામાયિકનો અર્થ કરતા કહ્યું છે કે જે જીવને સર્વ પૃથ્વી આદિ પાંચ મહાભૂતોમાં અર્થાત્ પૃથ્વી આદિના પુદ્ગલોમાં, ત્રસજીવોમાં અને સ્થાવર જીવોમાં સમાન પરિણામ છે તેને સામાયિક હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પુદ્ગલ દ્રવ્યને આશ્રયીને જેને કોઈ વિકાર પ્રવર્તતો નથી; કેમ કે સર્વ પુદ્ગલો પોતાને અનુપયોગી હોવાથી પોતાના માટે સમાન છે તેવો પરિણામ વર્તે છે. સંસા૨વર્તી ત્રસ અને સ્થાવ૨ એમ બે પ્રકારના જીવો છે તે બધા પોતાના તુલ્ય છે એવી બુદ્ધિ વર્તે છે. તેથી જેમ પોતાના અહિત માટે પોતે યત્ન ન કરે તેમ કોઈ ત્રસ કે સ્થાવરજીવને લેશ પણ પીડા થાય કે તેઓનું અહિત થાય તેવો પ્રયત્ન મનથી-વચનથી કે કાયાથી સમભાવવાળા મહાત્મા ન કરે. માટે સમભાવના અર્થી એવા શ્રાવકે સામાયિક દરમ્યાન ગૃહકાર્યને આશ્રયીને પુદ્ગલ સંબંધી કોઈ વિકાર ન થાય તે માટે સંવૃત થઈને યત્ન ક૨વો જોઈએ. જેથી સર્વભૂતો પ્રત્યે સમભાવનો પરિણામ નાશ પામે નહીં અને શરીરની ચેષ્ટા કરવી પડે ત્યારે લેશ પણ યતના વગર પ્રવૃત્તિ ન થાય તેવો યત્ન કરવો જોઈએ. જેથી ત્રસ અને સ્થાવર જીવો પ્રત્યે સમભાવનો પરિણામ સ્થિર રહે. આ પ્રકારનો કેવલી ભાસિત સામાયિકનો પરિણામ છે. વળી, આ રીતે સામાયિક દરમ્યાન પ્રતિદિન સમભાવનો અભ્યાસ કરીને જાવજીવ સુધી તે પ્રકારના પરિણામને ધારણ ક૨વાનો બલસંચય થાય ત્યારે શ્રાવક સર્વવિરતિ ગ્રહણ ક૨વા માટે યત્ન કરે છે જેથી સુખપૂર્વક સર્વવિરતિની ધુરાને વહન કરી શકે છે. ટીકા ઃ सामायिकस्थश्च श्रावकोऽपि यतिरिव, यदाह “सामाइयंमि उ कए, समणो इव सावओ हवइ जम्हा । Qળ ારોળ, વહુસો સામાન્ડ્ઝ વ્રુષ્ના ।।।।” [આવશ્ય મૂળ ગુ. ૬/ા. ૨૦, સવવજ્ર નિ. ८०१, विशेषावश्यकभाष्य २६९० ] अत एव तस्य देवपूजनादौ नाधिकारः, यतो भावस्तवार्थं द्रव्यस्तवोपादानम्, सामायिके च सति सम्प्राप्तो भावस्तव इति किं द्रव्यस्तवकरणेन ?, यदाह “दव्वथओ भावथओ, दव्वथओ बहुगुणोत्ति बुद्धि सिआ । अणिउणजंणवयणमिणं, छज्जीवहिअं जिणा बिंति । । १ । । " [ आवश्यकभाष्ये १९२] आवश्यकसूत्रमपि "सामाइअं नाम सावज्जजोगपरिवज्जणं णिरवज्जजोगपडिसेवणं च । " त्ति । [ प्रत्याख्यानावश्यक सू० ९ । आवश्यकचूर्णिः प० २९९, हारिभद्रीवृत्तिः प० ८३१ ] तत्रायमावश्यकचूर्णिपञ्चाशकचूर्णियोगशास्त्रवृत्त्याद्युक्तो विधिर्यथा - " श्रावकः सामायिककर्त्ता द्विधा
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy