SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭ બને છે. અર્થાતુ કાયાને સ્થિર આસનમાં રાખીને કાયા સાથે મન શાતા-અશાતના પરિણામ ન કરે તે પ્રકારની યતના કરે છે. વળી, વાચાને પણ જિનવચનાનુસાર નિયંત્રિત કરીને બાહ્યભાવોમાં સંશ્લેષ ન થાય તે રીતે પ્રવર્તાવે છે. તેથી કાયિક વાચિક ક્રિયા દ્વારા સાવદ્યપણાથી મુક્ત થાય છે અને મનથી આર્તધ્યાનરૌદ્રધ્યાનનો પરિહાર કરે છે. તેથી આત્માના ગુણોની વૃદ્ધિને અનુકૂળ ધર્મધ્યાન - શુક્લધ્યાનમાં મન પ્રવર્તે તે પ્રકારનો યત્ન કરે છે તે વખતે તે મહાત્મા સ્વભૂમિકાનુસાર ઉચિત સ્વાધ્યાય કરીને જગતના સર્વભાવ પ્રત્યે સમભાવ વર્તે પરંતુ જગતના કોઈ પદાર્થને આશ્રયીને રાગનો સંશ્લેષ ન થાય અને જગતના કોઈ પદાર્થને આશ્રયીને દ્વેષનો પરિણામ ન થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને અસંગભાવના પ્રકર્ષના ઉપાયરૂપ ઉચિત સ્વાધ્યાયથી આત્માને વાસિત કરે છે. આ પ્રકારે મુહૂર્ત સુધી જીવ સમભાવને ધારણ કરવામાં અને સમભાવની વૃદ્ધિને અનુકૂળ સ્વાધ્યાયાદિમાં યત્ન કરે છે તે શ્રાવકનું સામાયિક નામનું વ્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ બતાવવા અર્થે કહે છે – સમનો આય તેં સામાયિક છે. સમ એટલે રાગ-દ્વેષથી રહિત એવા પુરુષને જે જ્ઞાનાદિનો પ્રશમના સુખરૂપ લાભ તે સમાય છે. અને સમાય જ સામાયિક છે અથવા મોક્ષની પ્રાપ્તિ પ્રત્યે સમાન સામર્થ્યવાળો સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક ચારિત્રનો જે લાભ તે સામાયિક છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક વીતરાગ નથી છતાં તેનામાં વર્તતા રાગ-દ્વેષના પરિણામો સંસારના નિમિત્તને ગ્રહણ કરીને રાગ-દ્વેષની વૃદ્ધિ કરતા નથી પરંતુ સમભાવ પ્રત્યેનો રાગ અને અસમભાવ પ્રત્યેનો દ્વેષ રાગ-દ્વેષના ઉન્મેલન માટે વ્યાપારવાળો છે. તેથી સમભાવના પરિણામરૂપ પ્રશમસુખ સ્વરૂપ જ્ઞાનાદિમાં યત્ન કરે છે અને અસમભાવ, સ્વરૂપ સંસારી ભાવોમાંથી મન-વચન-કાયાના યોગોનું નિવર્તન કરે છે. તેથી જે શ્રાવક આ પ્રકારના સામાયિકના પરિણામને લક્ષ કરીને સામાયિકકાળ દરમ્યાન પ્રશમસુખ વધે એ પ્રકારે ચિત્તને શાંત-શાંતતર કરવા પ્રયત્ન કરે છે અને તેના ઉપાયભૂત શાસ્ત્રવચનથી આત્માને વાસિત કરે છે અને સામાયિક દરમ્યાન ચિત્ત શરીરના સુખ સાથે કે ઇંદ્રિયના સુખ સાથે જોડાઈને સમભાવનો પરિવાર ન થાય તે પ્રકારનો યત્ન કરે છે તેમાં સ્વભૂમિકાનુસાર સામાયિકનો પરિણામ વર્તે છે. વળી, સામાયિકની બીજી વ્યુત્પત્તિથી કહ્યું કે સમ્યગ્દર્શન સમ્યકજ્ઞાન અને સમયચારિત્ર તે મોક્ષ પ્રત્યે સદશ સામર્થ્યવાળા છે તેનો લાભ સામાયિક છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં માર્ગાનુસારી પ્રજ્ઞા પ્રગટી છે. તે જીવોને પદાર્થનું યથાર્થ દર્શન થાય છે. તે સમ્યગ્દર્શનરૂપ છે અને આત્મા માટે યથાર્થદર્શન તે સામાયિકનો પરિણામ જ છે; કેમ કે સામાયિક એ જ આત્માનું પારમાર્થિક સ્વરૂપ છે. તેથી તેને સામાયિક જ તત્ત્વરૂપ દેખાય છે. વળી, શાસ્ત્રવચનના બળથી જે સામાયિકના સ્વરૂપને વિશેષથી જાણે છે તે સમ્યકજ્ઞાન છે. સ્વશક્તિ અનુસાર આત્માના પરિણામને આત્મામાં પ્રગટ કરવા પ્રયત્ન કરે છે તે સમ્મચારિત્ર છે. આ સમ્યગ્દર્શન-સમ્યકજ્ઞાનસમ્મચારિત્રના ત્રણેય પરિણામો આત્મામાં મિલિત થઈને મોક્ષ પ્રત્યે સદશ સામર્થ્યવાળા છે; કેમ કે સમ્યગ્દર્શન આદિ ત્રણેય પરિણામથી પોતપોતાના પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. જે. શ્રાવકને સદશ સામર્થ્યવાળા એવા ત્રણ પરિણામનો લાભ થાય છે તે શ્રાવકમાં સામાયિકનો પરિણામ છે માટે મોક્ષના
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy