________________
૧૦૩
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર / શ્લોક-૩૯
આ પ્રમાણે આઠ - આઠ થાય છે. સર્વ ૩૨ થાય છે. (૪૮=૩૨). ચતુષ્કસંયોગવાળા એક થાય છે. ત્યાં દેશ-સર્વની અપેક્ષાએ ૧૬ ભાંગા થાય છે. ૧. દેદેદેદે=દેશ-દેશ-દેશ-દેશ
૨. દેદેદેસ - દેશ-દેશ-દેશ-સર્વ ૩. દેદેસt=દેશ-દેશ-સર્વ-દેશ
૪. દેદેસર=દેશ-દેશ-સર્વ-સર્વ પ. દેસદેદે=દેશ-સર્વ-દેશ-દેશ ૬. દેસદસ=દેશ-સર્વ-દેશ-સર્વ ૭. દેસસt=દેશ-સર્વ-સર્વ-દેશ ૮. દેસસસ=દેશ-સર્વ-સર્વ-સર્વ ૯. સદેદેદ=સર્વ-દેશ-દેશ-દેશ ૧૦. સદેદેસાસર્વ-દેશ-દેશ-સર્વ ૧૧. સદેસt=સર્વ-દેશ-સર્વ-દેશ ૧૨. સદેસર=સર્વ-દેશ-સર્વ-સર્વ ૧૩. સસદે સર્વ-સર્વ-દેશ-દેશ ૧૪. સસદસ=સર્વ-સર્વ-દેશ-સર્વ ૧૫. સસસt=સર્વ-સર્વ-સર્વ-દેશ ૧૬. સસસસ=સર્વ-સર્વ-સર્વ-સર્વ એ પ્રમાણે બધા મળીને ૮૦ ભાંગા થાય. એક સંયોગવાળા ભાંગા-૦૮ દ્વિક સંયોગવાળા ભાંગા-૨૪ ત્રિક સંયોગવાળા ભાંગા-૩૨ ચતુષ્ક સંયોગવાળા ભાંગા-૧૬
કુલ ભાંગા ૮૦ અને આ સ્થાપનાયંત્ર છે=૮૦ ભાંગાનું આ સ્થાપનાયંત્ર છે. આ ભાંગાઓમાં પૂર્વાચાર્યની પરંપરાથી અને સામાચારીવિશેષથી આહારપૌષધ જ દેશ અને સર્વના ભેદથી બે પ્રકારે પણ વર્તમાનમાં કરાય છે; કેમ કે વિરવધઆહારનું સામાયિકની સાથે અવિરોધદર્શન છે.
અહીં પ્રશ્ન થાય કે સામાયિકના પરિણામમાં આહારની ક્રિયા શ્રાવકને કઈ રીતે સંભવે ? તેમાં હેતુ કહે છે –
સર્વ સામાયિકવ્રતવાળા સાધુની જેમ ઉપધાનતપ કરનારા શ્રાવક વડે પણ આહારનું ગ્રહણ છે. શેષ ત્રણ પૌષધો સર્વથી જ ઉચ્ચારણ કરાય છે; કેમ કે દેશથી તેની સાથે=દેશથી સ્વીકારેલ શેષવ્રતોની સાથે પ્રાયઃ સામાયિકનો વિરોધ છે. જે કારણથી સામાયિકમાં “સર્વ સાવઘયોગનું પચ્ચકખાણ કરું છું. એ પ્રમાણે ઉચ્ચારણ કરાય છે. વળી, શરીરસત્કારાદિ ત્રણમાં પ્રાયઃ સાવરયોગ થાય જ. નિરવદ્યદેહસત્કાર વ્યાપારમાં પણ વિભૂષાદિ લોભનું નિમિત્તપણું હોવાને કારણે સામાયિકમાં નિષિદ્ધ જ છે=નિરવદ્ય અને સાવદ્ય બંને નિષિદ્ધ જ છે. વળી, આહારનું અન્યથા શક્તિના અભાવ હોતે છતે=આહાર ગ્રહણ કર્યા વગર સામાયિકના પરિણામને વહન કરવાની શક્તિનો અભાવ હોતે