SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ ૪. કુવ્યાપાર પૌષધ વળી, કુવ્યાપાર પૌષધ દેશથી કોઈપણ કુવ્યાપારનું એકતર અકરણ છે. વળી સર્વથી કૃષિસેવા-વાણિજ્ય-પશુપાલન-ગૃહકર્માદિ સર્વનું અકરણ છે. અને અહીં દેશ અને સર્વના ભેદમાં, દેશથી કુવ્યાપારના નિષેધમાં સામાયિક કરે છે અથવા નથી કરતો. વળી, સર્વ પ્રકારે કુવ્યાપારના નિષેધમાં નિયમથી સામાયિક કરે છે. વળી, અકરણમાં=સામાયિકના અકરણમાં, સામાયિકના ફળથી રહિત બને છે. ત્યાગ કરાયેલા મણિ-સુવર્ણ અલંકારવાળો, ત્યાગ કરાયેલ માળા, વિલેપન વર્ણકવાળો=શરીરવાળો, પરિહાર કરાયેલા પ્રહરણવાળો પરિહાર કરાયેલા શસ્ત્રવાળો શ્રાવક ચૈત્યગૃહમાં અથવા સાધુ પાસે અથવા પૌષધશાળામાં સર્વથી પૌષધવ્રતને સ્વીકારે છે. અને ત્યાં કરાયે છd=ચૈત્યગૃહાદિમાં પૌષધ કરાયે છતે, ભણે છે, પુસ્તકનું વાંચન કરે છે, ધર્મધ્યાન કરે છે. જે આ પ્રમાણે=આ સાધુગુણો સાધુના ગુણોને હું મંદભાગ્યવાળો ધારણ કરવા સમર્થ નથી. એ પ્રમાણે “આવશ્યકચૂણિ-શ્રાવક પ્રજ્ઞપ્તિ વૃત્તિ આદિમાં કહેવાયેલ વિધિ છે. યોગશાસ્ત્રવૃત્તિમાં વળી આ અધિક છે. તે આ પ્રમાણે – “જો આહાર-શરીર સત્કાર-બ્રહ્મચર્ય પૌષધવાળો કુવ્યાપાર પૌષધ પણ અનાભોગને છોડીને ઈત્યાદિ આકારોના ઉચ્ચારણપૂર્વક સ્વીકારે છે. ત્યારે સામાયિક પણ સાર્થક થાય છે–પૌષધથી ગ્રહણ કરાયેલ સામાયિક પણ ફલવાન થાય છે; કેમ કે પૌષધ પ્રત્યાખ્યાન વ્રતનું સ્થૂલપણું છે અને સામાયિક વ્રતનું સૂક્ષ્મપણું છે અને પૌષધવાળા પુરુષે પણ સાવઘવ્યાપાર કરવો જોઈએ નહીં જ. તેથી સામાયિકને નહીં કરવાથી તેના લાભથી વંચિત થાય છે. જો વળી સામાચારી વિશેષથી સામાયિકની જેમ દુવિધ-ત્રિવિધથી એ રીતે પૌષષ સ્વીકારે છે તો સામાયિકના કાર્યનું પૌષધથી જ પ્રાપ્તપણું હોવાથી સામાયિક અત્યંત ફલવાનું નથી. જો વળી પૌષધ અને સામાયિક લક્ષણ વ્રતદ્વય મારા વડે સ્વીકારાયું એ અભિપ્રાયથી ફલવાળું છે=કંઈક ફલવાળું છે.” (યોગશાસ્ત્ર વૃત્તિ, ૩-૮૫, ૫.૪૮૬-૭) અને આ આહારાદિ ચાર પદોનો દેશ અને સર્વ વિશેષિતોના એક દ્વયાદિ સંયોગથી થનારા ૮૦ ભેદ થાય છે. તે આ પ્રમાણે – એક એક સંયોગવાળા પૂર્વમાં કહેવાયેલા જ આઠ ભાંગા છે. : દ્વિક સંયોગવાળા ભાંગા ૬ છે. અને એક-એક દ્વિક સંયોગમાં ૧. દેદે=દેશ-દેશ ૨. દેસ=દેશ-સર્વ ૩. સદે સર્વ-દેશ ૪. સસ=સર્વ-સર્વ. આ પ્રમાણે ચાર-ચાર ભાંગા થાય છે. અને સર્વના ૨૪ ભાંગા થાય છે દ્રિકસંયોગી સર્વના ૨૪ ભાંગા થાય છે. (૬x૪=૨૪) ત્રિકયોગવાળા ચાર થાય છે અને એક-એક ત્રિકયોગમાં દેશ અને સર્વની અપેક્ષાએ આઠ ભાંગા થાય છે. ૧. દેદે=દેશ-દેશ-દેશ ૨. દેદેસ=દેશ-દેશ-સર્વ ૩. દેસદે – દેશ-સર્વ-દેશ ૪. સસ=દેશ-સર્વ-સર્વ ૫. સદેદ=સર્વ-દેશ-દેશ ૬. સદસ=સર્વ-દેશ-સર્વ ૭. સસt=સર્વ-સર્વ-દેશ ૮. સસસ=સર્વ-સર્વ-સર્વ.
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy