SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭ ક્રોડો જન્મ વડે તીવ્ર તપ કરતો જે વિવર્તન કરતો નથી=જે કર્મનું વિવર્તન કરતો નથી, સમભાવ ચિત્તવાળો ક્ષણાર્ધથી તે કર્મોને ખપાવે છે. જો , જે કોઈપણ મોક્ષમાં ગયા, જે કોઈપણ મોક્ષમાં જાય છે, જે કોઈપણ મોક્ષમાં જશે તે સર્વે સામાયિકના મહાભ્યથી જાણવા.” પા (સંબોધ પ્રકરણ, શ્રા. ૧૧૬-૭) હોમ કરાતો નથી તપ કરાતો નથી કે કંઈ અપાતું નથી. અહો ! આશ્ચર્ય છે કે આ અમૂલ્ય ખરીદી છે (જે) સામ્ય માત્રથી મોક્ષ છે.” insu (સંબોધ પ્રકરણ, શ્રા.) Il૩૭ના ભાવાર્થ સામાયિકનો અર્થ કર્યા પછી “સામાયિક' નામના શિક્ષાવ્રત કરનારો શ્રાવક સાધુ જેવો છે તે બતાવે છે – જેમ સાધુ જાવજીવ સુધી સમભાવવાળો હોય છે તેમ સામાયિકકાળમાં શ્રાવક પણ જગતના સર્વભાવો પ્રત્યે પોતાના ઉપયોગ દ્વારા સમભાવવાળા હોય છે. તેથી શ્રાવક પણ સાધુ જેવા છે. છતાં સાધુ ત્રિવિધત્રિવિધથી સર્વ પાપોના વિરામવાળા છે. જ્યોરે શ્રાવક સામાયિક દરમ્યાન પણ દ્વિવિધ-ત્રિવિધનું પ્રત્યાખ્યાન કરી શકે છે તેથી સંપૂર્ણ સાધુ સદશ નથી પરંતુ સાધુ થવા યત્ન કરે છે માટે સાધુ જેવા છે. તેથી શ્રાવકે શક્તિ હોય તો વારંવાર સામાયિક કરવું જોઈએ. જેથી સાધુની જેમ શ્રાવકને નિરારંભ જીવનની પ્રાપ્તિ થાય. વળી, સામાયિકમાં રહેલો શ્રાવક સમભાવના પરિણામમાં યત્નવાળો હોવાથી ભાવસ્તવમાં આરૂઢ છે. તેથી દેવપૂજાદિનો અધિકારી નથી; કેમ કે સામાયિકના પરિણામની પ્રાપ્તિ અર્થે જ દ્રવ્યસ્તવ શ્રાવકને કર્તવ્ય છે તેથી સામાયિકકાળ દરમ્યાન સમભાવના પરિણામવાળો શ્રાવક દ્રવ્યસ્તવનો અધિકારી નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે જે શ્રાવકમાં સામાયિકના પરિણામને કરવાની કુશળતા છે તે શ્રાવક શક્તિ અનુસાર સામાયિકને કરે ત્યારે દ્રવ્યસ્તવ ન કરે પરંતુ સદા માટે સામાયિકના પરિણામને ધારણ કરી શકતો નથી તેથી વિશેષ પ્રકારના સામાયિકના પરિણામની શક્તિના સંચય અર્થે ઉચિતકાળ દ્રવ્યસ્તવ પણ અવશ્ય કરે. ફક્ત સામાયિક ગ્રહણ કરે ત્યારે દ્રવ્યસ્તવ કરે નહિ. વળી, સામાયિક ગ્રહણના વિષયમાં આ વિધિ છે – સામાયિક કરનાર શ્રાવક બે પ્રકારના હોય છે : ૧. ઋદ્ધિવાળા ૨. ઋદ્ધિ વગરના. જે ઋદ્ધિ વગરના શ્રાવકો છે તે પોતાના સંયોગો અનુસાર ચાર સ્થાને સામાયિક ગ્રહણ કરે છે : ૧. જિનગૃહમાં ૨. સાધુ પાસે ૩. પૌષધશાળામાં ૪. સ્વગૃહમાં. સામાયિક ગ્રહણ કરે ત્યારે શ્રાવક સર્વ પ્રવૃત્તિઓથી વિશ્રામણ પામે છે અથવા નિર્ચાપારવાળા રહે છે. અર્થાત્ સંસારની સર્વ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાય છે અને આત્માના સમભાવના પરિણામને પ્રગટ કરવા અર્થે ઉચિત યત્નવાળા થાય છે. વળી, તે અઋદ્ધિમાન શ્રાવક સાધુ સમીપે સામાયિક કરે ત્યારે જો રસ્તામાં કોઈની સાથે વિવાદ થવાનો ભય ન હોય તો સ્વગૃહમાં સામાયિક ગ્રહણ કરીને ઉપાશ્રય જાય છે. અથવા સાધુ પાસે જઈને સામાયિક ગ્રહણ કરે છે. જો સ્વગૃહમાં સામાયિક ગ્રહણ કરીને સમભાવના પરિણામને
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy