SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭ વળી, જે રાજાદિ મહર્ધિક છે તે હાથીના સ્કંધ ઉપર આરૂઢ છત્ર-ચામર આદિ રાજ્યના અલંકરણથી અલંકૃત હાથી અશ્વ, પાયદળ, રથ, કટ્યાદિથી પરિકરિત ભેરી માંકારથી ભરિત અંબરતલવાળો બંદિવંદના કોલાહલથી આકુલીકૃત તભdલવાળો, અનેક સામત્ત મંડલેશ્વર વડે અહમહેમિકાથી જોવાતો ચરણકમળવાળો, નગરજનો વડે સશ્રદ્ધાપૂર્વક અંગુલીથી બતાવાતો, મનોરથોથી સ્પર્શ કરાતો તેઓના જ અંજલીબદ્ધ લાજાઅંજલીપાત રૂપ શિરપ્રણામોને અનુમોદન કરતો “અહો ધન્ય ધર્મ છે જે આવા પ્રકારના રાજા વડે સેવાય છે. એ પ્રમાણે સામાન્યજન વડે શ્લાઘા કરાતો અકૃત સામાયિકવાળો જ જિનાલયમાં અથવા સાધુની વસતીમાં જાય છે. ત્યાં ગયેલો છત્ર-ચામર-ઉપાનમુકુટ-ખગરૂપ રાજાનાં ચિહ્નોને પરિહરે છે. વળી આવશ્યક ચૂણિમાં – “મુકુટને દૂર કરતો નથી. કુંડલ, નામમુદ્ર, પુષ્પ, તંબોલ, પાવારગમાદિ વોસિરાવે છે. એ પ્રમાણે કહેવાયું છે.” //ળા (આવશ્યકતિક્તિ પત્ર-૩૦૦) કહેવાયું છે. જિનાર્ચન અથવા સાધુને વંદન કરે છે. વળી, જો આ=રાજા, કૃતસામાયિકવાળો જ જાય તો ગજ-અશ્વાદિ અધિકરણ થાય અને તે=અધિકરણ, કરવું યોગ્ય નથી. અને કૃતસામાયિકવાળા રાજા વડે પગ વડે ચાલીને જ જવું જોઈએ અને તે પગ વડે ચાલીને જવું તે, રાજાને અનુચિત છે. અને આવેલા ઉપાશ્રયમાં પોતાની સમૃદ્ધિથી આવેલા રાજાને, જો આ શ્રાવક છે તો કોઈપણ=કોઈપણ સાધુ, અભ્યસ્થાન આદિ કરતા નથી. હવે યથાભદ્રક છેઃરાજા યથાભદ્રક છે, તો પૂજા કરાયેલી થાય=રાજાનો સત્કાર કરાયેલો થાય, એથી પૂર્વે જ=રાજાના આગમન પૂર્વે જ, આસનને મૂકે છે=સાધુ આસન ઉપર બેસી રહેતા નથી અને આચાર્ય પૂર્વમાં જ ઉસ્થિત રહે છે=ઊભેલા રહે છે. કેમ આચાર્ય ઊભા જ રહે છે ? એથી કહે છે – ઉત્થાન-અનુત્થાનથી કરાયેલો દોષો ન થાય એથી આચાર્ય ઊભા રહે છે. અને આવેલો આ=રાજા, સામાયિકને કરે છે એ પ્રમાણે પૂર્વની જેમ જાણવું=જેમ ઘરેથી સામાયિક કરીને આવેલો શ્રાવક સાધુની સમીપ સામાયિક કરે છે એ રીતે રાજા પણ સાધુ સમીપે સામાયિક કરે છે. અને આ વ્રતનું ફળ બહુ નિર્જરારૂપ છે અને બીજું પણ છેઃનિર્જરાથી અન્ય પણ ફળ છે. જેને કહે છે – દિવસે દિવસે સુવર્ણની લાખ ખાંડી એક વ્યક્તિ આપે, વળી બીજી વ્યક્તિ સામાયિક કરે તેને=સામાયિક કરનારને પહોંચે નહીં=સામાયિક કરનારની તુલ્ય સુવર્ણનું દાન કરનાર થાય નહિ. ૧II. સામાયિકને કરતો અને બે ઘડી સમભાવવાળો શ્રાવક આટલા પ્રમિત પલ્યોપમવાળા સુરમાં–દેવભવ વિષયક, આયુષ્યને બાંધે છે.” iારા અને તે પલ્યોપમનું પ્રમાણ બતાવે છે – “બાણુક્રોડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર, નવસો પચ્ચીસ પલ્યોપમ ઉપર આઠ ભાગવાળા પલ્યોપમના સતિહા દેવાયુષ્ય બાંધે છે=૯૨ ક્રોડ, ૫૯ લાખ, ૨૫ હજાર, ૯રપ પલ્યોપમ ઉપર એક પલ્યોપમના ૩/૮ દેવાયુષ્ય બાંધે છે=૯૨,૫૯,૨૫,૯૨૫ ૩/૮ દેવાયું બાંધે છે.” maiા (સંબોધ પ્રકરણ શ્રા. ૧૧૩-૫) .
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy