________________
૮૯
-
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭ વહન કરી શકે તેમ હોય તો સ્વગૃહથી સામાયિક ગ્રહણ કરીને જાય અન્યથા ઉપાશ્રયે જઈને સામાયિક ગ્રહણ કરે. જો સ્વગૃહથી સામાયિક ગ્રહણ કરી ઉપાશ્રયે જાય તો અત્યંત ઉપયોગપૂર્વક ઇર્યાસમિતિને પાળતો, કોઈ સાથે કંઈ બોલવાનો પ્રસંગ આવે તો સાવદ્યભાષાને નહીં બોલતો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સાધુના સ્થાને જાય અને ત્યાં જઈને સાધુને નમસ્કાર કરીને તેમની સમીપે ફરી સામાયિક ગ્રહણ કરે. તે સામાયિક ગ્રહણનું સૂત્ર ગ્રંથકારશ્રી બતાવે છે –
સામાયિક ગ્રહણ કરતી વખતે શ્રાવક “ભદન્ત' શબ્દથી ગુરુને ઉપસ્થિત કરે છે અને કહે છે કે હું સામાયિક ગ્રહણ કરું છું અર્થાત્ હું સમભાવના પરિણામને ઉલ્લસિત કરું છું. પરંતુ માત્ર સામાયિકના ઉચ્ચારણની ક્રિયા કરતો નથી. કઈ રીતે સામાયિકના પરિણામને કરે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જ્યાં સુધી સાધુની પર્યાપાસના કરીશ ત્યાં સુધી મનથી-વચનથી-કાયાથી હું સાવદ્યયોગને કરીશ નહીં અને કરાવીશ નહીં.
તેથી એ પ્રાપ્ત થાય કે સાધુના પર્યાપાસના કાલ સુધી પોતે કોઈ બાહ્યપદાર્થ સાથે સંશ્લેષ પામીને મનવચન-કાયાનો વ્યાપાર કરશે નહીં પરંતુ આત્માના સમભાવની વૃદ્ધિ થાય એ પ્રકારના ઉચિત યત્ન કરશે; કેમ કે મનથી-વચનથી-કાયાથી બાહ્યપદાર્થોનો સંશ્લેષ કરીને કોઈપણ કૃત્ય કરવામાં આવે તો તે સાવદ્ય પ્રવૃત્તિ બને છે. જેમ શરીરની અશાતા થાય તેના નિવારણ માટે કોઈ શરીરની ચેષ્ટા કરે તો તે સાવદ્ય પ્રવૃત્તિ બને પરંતુ સમભાવમાં યત્ન કરવા અર્થે અને સમભાવની વૃદ્ધિ કરવા અર્થે કરાતા સ્વાધ્યાય આદિના યત્નના રક્ષણ અર્થે આવશ્યક ગણાય તો કોઈ શ્રાવક યતનાપૂર્વક કોઈ દેહની પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ સમભાવની વૃદ્ધિનો ઉપાય બને અને શાતા અર્થે કોઈ દેહની પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ સાવદ્યયોગ બને. તેથી સંસારનાં સર્વ કાર્યોથી ચિત્તને નિવર્તન કરી અને દેહ સાથેના શાતાના સંબંધને નિવર્તન કરીને સમભાવની વૃદ્ધિ થાય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરે તો શ્રાવકને દુવિધ-ત્રિવિધના સાવદ્ય આરંભની નિવૃત્તિ થાય છે.
આ રીતે પ્રતિજ્ઞા કર્યા પછી ભૂતકાળના કરાયેલા સાવઘવાળા આત્માને શુદ્ધ કરવા અર્થે કહે છે – તેનું હું પ્રતિક્રમણ કરું છું અર્થાત્ ભૂતકાળમાં જે સાવધ પ્રવૃત્તિ કરી છે, તેનાથી હું પાછો ફરું છું. કઈ રીતે પાછો ફરે છે ? તેથી કહે છે – નિંદા-ગહ કરવા દ્વારા હું પાછો ફરું છું. તેથી એ પ્રાપ્ત થાય કે સામાયિક ગ્રહણ પૂર્વે જે સાવદ્ય પ્રવૃત્તિ પોતે કરી છે તે સાવદ્યપ્રવૃત્તિ પ્રત્યે નિંદાગહ દ્વારા શ્રાવક જુગુપ્સા ઉત્પન્ન કરે છે અને તેવા સાવદ્ય પ્રવૃત્તિવાળા આત્માને સામાયિક દરમ્યાન પોતે વોસિરાવે છે. જેથી સામાયિક દરમ્યાન સમભાવનો પરિણામ ઉલ્લસિત થાય છે. વળી, સૂત્રમાં ભંતે' શબ્દ પ્રારંભમાં આવે છે અને અંતે પણ આવે છે. તે ગુરુના આમંત્રણ અર્થે છે. અને