________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪
૨૧૫ હિંસાદિનું પચ્ચખાણ છે. અથવા કોઈ શ્રાવક સ્વયંભૂરમણસમુદ્રાદિગત મસ્યાદિના માંસ આદિ વિષયક ત્રિવિધ-ત્રિવિધથી પચ્ચખાણ કરે તો તે કરી શકે છે; કેમ કે પોતાના ઉપભોગમાં આવતી કોઈપણ વસ્તુની નિષ્પત્તિમાં સ્વયંભૂસ્મણ સમુદ્રના મસ્યાદિ જીવોની હિંસાનો સંભવ નથી અને તે સિવાય પોતે જે ક્ષેત્રમાં વર્તે છે તે ક્ષેત્રમાં જે વસ્તુ બને છે તેમાં જે હિંસા થાય તેની અનુમતિનો પરિહાર શ્રાવક કરી શકે નહીં. તેથી સ્વયંભૂરમણ સમુદ્રના મસ્યાદિના માંસ આદિ વિષયક અનુમતિનો પરિહાર કોઈ શ્રાવક કરે છે તેને આશ્રયીને ત્રિવિધ-ત્રિવિધનો વિષય અલ્પ હોવાથી તેનો ભાંગો અહીં ગ્રહણ કરેલ નથી. આ રીતે ઢિવિધત્રિવિધનો એક ભાંગો બતાવ્યા પછી દ્વિવિધ-દ્વિવિધ આદિ અન્ય પાંચ ભાંગાઓ બતાવે છે. જેથી દ્વિવિધત્રિવિધ આદિ છ ભાંગાઓનો યથાર્થ બોધ થાય.
(૨) કોઈ શ્રાવક દ્વિવિધ-ત્રિવિધના બદલે “દ્વિવિધ-દ્વિવિધથી સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે તો બીજો ભાંગો પ્રાપ્ત થાય. સ્થૂલ હિંસાદિ સ્વયં કરે નહીં અને કરાવે નહીં એ રૂપ દ્વિવિધની પ્રાપ્તિ છે અને દ્વિવિધથી=મનથી અને વચનથી ૧. અથવા મનથી અને કાયાથી ૨, અથવા વચનથી અને કાયાથી ૩. આ બીજી ભાંગામાં ત્રણ વિકલ્પની પ્રાપ્તિ છે. તે આ રીતે – ૧. મનથી અને વચનથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને કરાવું નહીં. ૨. મનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને કરાવું નહીં. ૩. વાણીથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને કરાવું નહીં. હવે દ્વિવિધ-દ્વિવિધના ત્રણ વિકલ્પો કેવા પ્રકારના પરિણામવાળા હોય છે તે ભાવન કરે છે – ૧. મનથી અને વચનથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરે નહીં અને કરાવે નહીં. તે આ રીતે –
જ્યાર શ્રાવક મનથી અને વચનથી સ્વયં સ્થૂલ હિંસાદિ કરતો નથી અને કરાવતો નથી ત્યારે હું હિંસા કરું તેવી મનની અભિસંધિ વગર જ=મનના પરિણામ વગર જ અને વાણીથી હું હિંસા કરું છું ઇત્યાદિને નહીં બોલતો જ કાયાથી હિંસાદિની અભિવ્યક્તિ થાય તેવી દુષ્યષ્ટાદિ અસંજ્ઞીની જેમ કરે છે.
આશય એ છે કે કોઈક શત્રુ આદિ પ્રત્યે હિંસાદિ કરવાનો પરિણામ ન હોય તેથી તને હું મારીશ' ઇત્યાદિ બોલે પણ નહીં તોપણ શત્રુ આદિને ભય પેદા કરવા અર્થે કાયાથી એવી ચેષ્ટા કરે છે કે તેને લાગે કે મને મારશે. આ પ્રકારની કાયાથી હિંસાદિની પ્રવૃત્તિ હોવાથી તે શ્રાવકના વ્રતમાં “દ્વિવિધ-દ્વિવિધ'નો પહેલો ભાગો પ્રાપ્ત થાય છે; કેમ કે કાયાથી હિંસા કરવાના નિષેધની પ્રતિજ્ઞા કરી નથી અને પ્રસંગે કાયાથી તેવી હિંસાની પ્રવૃત્તિ કરે છે.
૨. મનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને કરાવું નહીં.
હવે કોઈ શ્રાવક દ્વિવિધ-દ્વિવિધથી સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે અને તે હિંસાદિની નિવૃત્તિ મનથી અને કાયાથી કરે પરંતુ વચનથી કરે નહીં ત્યારે એ પ્રાપ્ત થાય કે તે શ્રાવક મનથી અને કાયાથી સ્કૂલ હિંસાદિ કરતો નથી અને કરાવતો નથી તે વખતે મન દ્વારા હિંસા કરવાના પરિણામ વગરનો હોય છે અને કાયાથી તેવી દુષ્યષ્ટાદિનો પરિહાર કરે છે છતાં તેવા પ્રકારનાં નિમિત્તોને પામીને વાણીથી હું તને હણીશ,