________________
૨૧૪ *
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ આ રીતે શ્રાવકના આઠ ભેદો બતાવ્યા પછી દ્વિવિધ-ત્રિવિધ આદિના છ વિકલ્પો કઈ રીતે પ્રાપ્ત થાય? તે સ્પષ્ટ કરે છે –
(૧) કોઈ શ્રાવક દ્વિવિધ-ત્રિવિધથી પચ્ચખ્ખાણ કરે છે ત્યારે પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. દ્વિવિધ શબ્દથી કૃત-કારિતનું ગ્રહણ છે અને ત્રિવિધ શબ્દથી મન-વચન-કાયાના ત્રણેય યોગોનું ગ્રહણ છે. તેથી સ્થૂલ હિંસાદિનું પચ્ચખાણ ગ્રહણ કરનાર શ્રાવક પચ્ચખ્ખાણ ગ્રહણ કરે છે કે સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને સ્થૂલ હિંસાદિ બીજા પાસે કરાવું નહીં અને આ સ્થૂલ હિંસાદિ કરવા અને કરાવવાનો નિષેધ મન-વચન-કાયાથી કરે છે તેથી વિવિધ-ત્રિવિધથી હિંસાદિના પાપની નિવૃત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રાવક સ્કૂલ હિંસાદિની પ્રવૃત્તિ દ્વિવિધ-ત્રિવિધ કેમ કરે છે ? ત્રિવિધ-ત્રિવિધ કેમ કરતા નથી તેથી ટીકાકારશ્રી કહે છે –
શ્રાવક પૂલ હિંસાદિની અનુમતિનો પરિહાર કરી શકતા નથી; કેમ કે પુત્રાદિ પરિગ્રહ હોય, ધન પરિગ્રહ હોય કે ગૃહરૂપ પરિગ્રહ હોય કે દેહરૂપ પરિગ્રહ હોય તો તે દેહના પાલન માટે, ગૃહના રક્ષણ માટે જે કંઈ હિંસા થાય તેની અનુમતિનો પરિહાર થઈ શકે નહીં અને પુત્રાદિ પરિવાર જે હિંસા કરે તેની અનુમતિ શ્રાવકને પ્રાપ્ત થાય છે. કદાચ પુત્રાદિ પરિવાર ન હોય તોપણ ગૃહના રક્ષણાદિમાં જે આરંભ-સમારંભ થાય છે તેની અનુમતિ શ્રાવકને પ્રાપ્ત થાય છે. શ્રાવક પોતાના દેહનું પાલન કરે છે અને તે પાલન માટે જે કંઈ વસ્તુ ગ્રહણ કરે છે તે વસ્તુની નિષ્પત્તિમાં જે હિંસાદિ થાય છે તે સર્વની અનુમતિની પ્રાપ્તિ શ્રાવકને હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ સર્વથા પરિગ્રહ વગરના છે તેવા સાધુ ગૃહ આદિના પરિગ્રહવાળા નથી, દેહના પરિગ્રહવાળા નથી પરંતુ ધર્મના ઉપકરણ અર્થે દેહને ધારણ કરે છે અને દેહનું પાલન પણ ધર્મના ઉપકરણરૂપે કરે છે. શાતા અર્થે કરતા નથી. તેથી તેવા સુસાધુથી હિંસાદિ દોષોની અનુમતિનો પરિહાર થઈ શકે માટે સાધુને ત્રિવિધ-ત્રિવિધનું પચ્ચખ્ખાણ હોય છે. જ્યારે અન્ય એવા શ્રાવકાદિથી હિંસાદિ દોષોની અનુમતિનો પરિહાર થઈ શકે નહિ. માટે શ્રાવકને ત્રિવિધ-ત્રિવિધનું પચ્ચખ્ખાણ નથી.
વળી, “ભગવતી સૂત્રમાં ગૃહસ્થના ત્રિવિધ-ત્રિવિધના ભાંગાઓ ક્યારેક કોઈ શ્રાવકને હોય છે તેમ કહેલ છે તોપણ તે અલ્પ માત્રામાં હોય છે. તેથી અહીં ગ્રહણ કરેલા નથી; કેમ કે બહુલતાએ શ્રાવક દુવિધત્રિવિધથી જે પચ્ચખ્ખાણ કરે છે. તેને આશ્રયીને સૂત્રની પ્રવૃત્તિ છે. ત્રિવિધ-ત્રિવિધનો ભાંગો કોને આશ્રયીને છે તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે. જે શ્રાવક દીક્ષા લેવાની ઇચ્છાવાળા છે પરંતુ પુત્રાદિ પોતાની ગૃહવ્યવસ્થા સંભાળી શકે તેવા સમર્થ થયા નથી તેથી પુત્રાદિ સમર્થ થાય ત્યાં સુધી દીક્ષા લેવાની ઉક્ટ ઇચ્છા હોવા છતાં દીક્ષા ગ્રહણ કરવાને બદલે શ્રાવકની પ્રતિમા સ્વીકારે છે. તેઓને દેહ પ્રત્યે પણ મૂચ્છ નથી, પુત્રાદિ પ્રત્યે પણ મૂર્છા નથી પરંતુ સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાની ઉત્કટ ઇચ્છા છે છતાં શ્રાવક દીક્ષા ગ્રહણ કરે તો પુત્રાદિ સંતતિ પોતાના બળથી જીવી શકે તેમ નથી તેથી તે પુત્રાદિ સંપન્ન થાય ત્યાં સુધી ગૃહકાર્યનો ભાર કોઈકને સોંપીને પ્રતિમા સ્વીકારીને જીવે છે તેવા શ્રાવકોને ત્રિવિધ-ત્રિવિધથી પૂલ