________________
૨૧૩
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪
જેઓને જિનવચનથી હિંસા-અહિંસાનો બોધ નથી તેવા અન્ય દર્શનના મિથ્યાત્વી જીવો ત્રસાદિ જીવોની કોઈ હિંસા કરતું હોય તો આ હિંસા છે તેમ જાણી શકે છે માટે સ્કૂલબુદ્ધિવાળા જીવોથી જણાતી હિંસાની નિવૃત્તિ શ્રાવક કરે છે. તેથી શ્રાવકે ત્યાગ કરેલી હિંસાને સ્થૂલ હિંસાનો ત્યાગ કહેવાય છે. અથવા પૂલનો અર્થ સૂક્ષ્મ એવા એકેન્દ્રિયાદિથી ભિન્ન ત્રસ જીવો, તેઓની હિંસા છે તેને સ્થૂલ હિંસા કહેવાય અને શ્લોકમાં સ્થૂલ હિંસાદિમાં પહેલા “આદિ' શબ્દથી મૃષાવાદ આદિ પાંચનું ગ્રહણ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક સ્કૂલ હિંસાની, સ્થૂલ મૃષાવાદની, સ્થૂલ અદત્તાદાનની, સ્થૂલ અબ્રહ્મની, સ્થૂલ પરિગ્રહની વિરતિને કરે છે. અર્થાત્ પાંચેય અણુવ્રતોમાં ભૂલથી હિંસાદિનો ત્યાગ કરે છે. તેથી શ્રાવકનાં સ્થૂલ અહિંસાદિ પાંચ અણુવ્રતો છે. અહીં પ્રશ્ન થાય કે અણુવ્રતો કેમ છે ? તેથી કહે છે કે સાધુને પાંચ મહાવ્રતો છે તેની અપેક્ષાએ શ્રાવકનાં વ્રતોમાં અલ્પમાત્રામાં હિંસાદિની નિવૃત્તિ છે. તેથી અણુવ્રતો છે. અથવા યતિની અપેક્ષાએ શ્રાવક લઘુ ગુણસ્થાનકમાં રહેનાર છે=નીચેના ગુણસ્થાનકમાં રહેનાર છે. તેથી નીચેના ગુણસ્થાનકવાળાનાં જે વ્રતો હોય તેને અણુવ્રતો કહેવાય અથવા અણુ=અનુ” અને “અનુ’નો અર્થ પશ્ચાતુ થાય છે તે અપેક્ષાએ વિચારીએ તો મહાવ્રતો પછી જેની પ્રરૂપણા કરાય તે અણુવ્રતો છે. આ રીતે એણુવ્રતનો અર્થ ત્રણ પ્રકારે પ્રાપ્ત થયો. ૧. મહાવ્રતોની અપેક્ષાએ અલ્પ છે, માટે અણુવ્રત છે. ૨. વિરતિની અપેક્ષાએ નીચેના ગુણસ્થાનકવાળા એવા શ્રાવકનાં વ્રતો છે માટે અણુવ્રતો છે. ૩. ઉપદેશક વડે મહાવ્રતોની પ્રરૂપણા પછી ઉપદેશ આપવા યોગ્ય છે તેથી પશ્ચાત્ વ્રતો છે માટે અણુવ્રતો છે.
આ અણુવ્રતો સંખ્યાથી પાંચ શંભુએ=તીર્થકરે, પ્રતિપાદન કર્યા છે. કંઈ રીતે પ્રતિપાદન કર્યાં છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
દુવિધ-ત્રિવિધ આદિ અન્યતમ વિકલ્પ વડે ભગવાને પ્રતિપાદન કર્યા છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ શ્રાવક પાંચ અણુવ્રતમાંથી એક અણુવ્રત પણ ગ્રહણ કરે અથવા પાંચ અણુવ્રત પણ ગ્રહણ કરે અને તે પાંચે પણ વિવિધ-ત્રિવિધથી ગ્રહણ કરે કે દ્વિવિધ-દ્વિવિધથી ગ્રહણ કરે કે દ્વિવિધ-એકવિધથી પણ ગ્રહણ કરે, જે પ્રમાણે જેની શક્તિ હોય તે પ્રમાણે ગ્રહણ કરે અને “દ્વિવિધત્રિવિધ આદિના કુલ છ વિકલ્પો થાય છે. તેથી તે છ વિકલ્પની અપેક્ષાએ શ્રાવકના છ ભેદ અને બીજા બે શ્રાવકના ભેદ એમ શ્રાવકના આઠ ભેદ પ્રાપ્ત થાય છે. તે આ રીતે – દ્વિવિધ-ત્રિવિધના છ વિકલ્પો ગ્રહણ કરીએ તો છ પ્રકારના શ્રાવક પ્રાપ્ત થાય અને ત્યારપછી કોઈ શ્રાવક ગુણવ્રત અને શિક્ષાવ્રત સ્વીકાર કરે તેનો એક વિકલ્પ પ્રાપ્ત થાય અને કોઈ શ્રાવક વિરતિ ગ્રહણ ન કરે પરંતુ માત્ર સમ્યક્ત ગ્રહણ કરે તો અવિરત સમ્યગ્દષ્ટિ રૂપ એક વિકલ્પ પ્રાપ્ત થાય. તેથી કુલ આઠ પ્રકારના શ્રાવકના ભેદો થાય. વળી તે આઠ ભેદોમાં વિરતિવાળા શ્રાવકો અભિગ્રહવાળા આનંદ આદિ છે અને અવિરતિવાળા અભિગ્રહ વગરના કૃષ્ણ, સત્યકી, શ્રેણિકાદિ છે.