________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪
૨૦૯
ટીકાર્ચ -
રૂ .. શેષઃ | અહીં=પ્રથમ અણુવ્રતમાં, હિંસા પ્રમાદયોગથી પ્રાણવ્યપરોપણરૂપ છે અને તે સ્કૂલ અને સૂક્ષ્મ છે, ત્યાં=બે પ્રકારની હિંસામાં, સૂક્ષ્મ પૃથ્વી આદિ વિષયવાળી છે. સ્થૂલ=મિથ્યાષ્ટિને પણ હિંસાપણાથી પ્રસિદ્ધ જે છે તે છે અથવા પૂલ એવા ત્રસજીવોની હિંસા સ્થૂલ હિંસા છે, “આદિ' શબ્દથી સ્થૂલ મૃષાવાદ-અદત્તાદાન-અબ્રહ્મ-પરિગ્રહનું ગ્રહણ છે. આનાથી=સ્થૂલ હિંસાદિથી, જે વિરતિ–નિવૃત્તિ, તેને તીર્થકરો અણુવ્રતો કહે છે એમ અવાય છે. અહિંસા આદિને અહિંસા-સુવ્રતઅસ્તેય-બ્રહ્મચર્ય-અપરિગ્રહને, અણુ-સાધુનાં વ્રતોથી લઘુ, નિયમરૂપ વ્રતો=અણુવ્રતો અથવા યતિની અપેક્ષાએ અણુનાં=લઘુનાં=લઘુ ગુણસ્થાનકવાળા જીવનાં વ્રતો અણુવ્રતો અથવા મહાવ્રતની પ્રરૂપણાની અપેક્ષાએ અનુ=પશ્ચાત્, પ્રરૂપણીયપણું હોવાથી વ્રતો અણુવ્રતો, દિ=જે કારણથી, પૂર્વમાં મહાવ્રતોની પ્રરૂપણા કરાય છે ત્યારપછી તેના સ્વીકારવા અસમર્થd=મહાવ્રત સ્વીકારવા માટે અસમર્થ પુરુષને, અણુવ્રતો બતાવાય છે. જેને કહે છે- “યતિધર્મના અસમર્થમાં તેનો ઉપદેશ પણ સાધુને ઘટે છે.” () તે=આણુવ્રતો, કેટલાં છે તેથી કહે છે, પાંચ સંખ્યાવાળાં પાંચ અણુવ્રતો છે. બહુવચનના નિર્દેશમાં પણ અણુવ્રતોનો બહુવચનમાં નિર્દેશ હોવા છતાં પણ, જે ‘વિરતિમ્' એ પ્રમાણે એકવચનનો નિર્દેશ તે સર્વત્ર સર્વ અણુવ્રતોમાં, વિરતિ સામાન્ય અપેક્ષાએ છે.
શંભુઓ તીર્થકરો કહે છે–પ્રતિપાદન કરે છેઃસ્થલ હિંસાદિની વિરતિને પાંચ અણુવ્રતો તીર્થકર કહે છે એમ અવય છે. શું અવિશેષથી વિરતિને કહે છે ? ના, એથી કહે છે - કેટલાક વ્રતના ભાંગાથી દ્વિવિધ-ત્રિવિધ આદિ અવ્યતમરૂપ વ્રતના કેટલાક પ્રકારથી સ્થૂલ હિંસાની વિરતિને અણુવ્રતો કહ્યાં છે એમ અત્રય છે. “દિ'=જે કારણથી, બહુલતાએ શ્રોવકોને દ્વિવિધ ત્રિવિધ આદિ, છ જ ભાંગા સંભવે છે. એથી તે આદિ દ્વિવિધ ત્રિવિધ આદિ ભાંગાના સમુદાયથી ગ્રહણ ઉચિત છે=વ્રતગ્રહણ ઉચિત છે, એ પ્રકારનો ભાવ છે. અને તે ભાંગાઓ આ પ્રમાણે છે – શ્રાવકો વિરત અને અવિરત એ પ્રમાણે સામાન્યથી બે પ્રકારના પણ વિશેષથી આઠ પ્રકારના હોય છે. જેને “આવશ્યક'માં કહે
- “ઓઘથી શ્રાવક સાભિગ્રહ અને નિરભિગ્રહા બે પ્રકારના છે. તે વળી વિભાગ કરતાં આઠ પ્રકારના જ્ઞાતવ્ય થાય છે.” (આવશ્યકનિર્યુક્તિ - ૧૫૫૭).
સાભિગ્રહ=વિરતિવાળા આનંદ આદિ છે. અનભિગ્રહા=અવિરતિવાળા, કૃષ્ણ-સત્યકી-શ્રેણિકાદિ છે. વળી, આઠ પ્રકારના દ્વિવિધ-ત્રિવિધ આદિતા ભંગના ભેદથી થાય છે. તે આ પ્રમાણે –
દુવિધ-ત્રિવિધથી પ્રથમ ભાંગો છે. દુવિધ-દુવિધથી બીજો ભાંગો છે. દુવિધ-એકવિધથી (ત્રીજો) અને એકવિધ ત્રિવિધથી (ચોથો). II૧
એકવિધ-દુવિધથી (પાંચમો). એક-એકવિધથી છઠ્ઠો થાય છે. ઉત્તરગુણ સાતમો અને અવિરત આઠમો ભાંગો છે.” પરા (આવશ્યકતિક્તિ – ૧૫૫૮-૧૫૫૯)