________________
૨૧૦
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ બે પ્રકારનું=કૃત અને કારિત, ત્રિવિધથી=મનથી વચનથી, કાયાથી જે પ્રમાણે મન-વચનકાયાથી સ્થૂલ હિંસાદિને પોતાનાથી હું કરું નહીં, બીજા વડે હું કરાવું નહીં એ પ્રકારના અભિગ્રહવાળો પ્રથમ ભાંગો છે અને આને=શ્રાવકને, અનુમતિ=સ્થૂલ હિંસાદિની અનુમતિ, અપ્રતિસિદ્ધ છે; કેમ કે પુત્રાદિ રૂપ પરિગ્રહનો સદ્ભાવ છે.
1
અહીં પ્રશ્ન થાય કે પુત્રાદિના સદ્ભાવથી હિંસાદિની અનુમતિની પ્રાપ્તિ કેમ છે ? તેમાં હેતુ કહે છે - તેઓ વડે=પુત્રાદિ વડે, હિંસાદિના કરણમાં તેને=શ્રાવકને, અનુમતિની પ્રાપ્તિ છે. અન્યથા=પુત્રાદિના હિંસાદિના કરણમાં શ્રાવકને અનુમતિ સ્વીકારવામાં ન આવે તો, પરિગ્રહ અને અપરિગ્રહનું અવિશેષ હોવાથી=પરિગ્રહધારી શ્રાવક અને અપરિગ્રહધારી સાધુનો અભેદ હોવાથી, પ્રવર્જિત એવા સાધુ અને અપ્રવર્જિત એવા શ્રાવકના અભેદની આપત્તિ છે=સાધુ અને શ્રાવકના સમાનપણાની આપત્તિ છે. વળી, ગૃહસ્થને આશ્રયીને ભગવતી સૂત્રમાં કહેલા પણ ત્રિવિધ-ત્રિવિધ આદિ ભાંગાઓ ક્યારેક થતા હોવાને કારણે અહીં=પ્રસ્તુત દેશવિરતિની પ્રતિજ્ઞાના આલાવામાં, અધિકૃત નથી=કહેવાયા નથી; કેમ કે બહુલતાએ તેઓને=શ્રાવકોને, છ જ વિકલ્પોથી પ્રત્યાખ્યાનનું ગ્રહણ છે.
અહીં પ્રશ્ન થાય કે બહુલતાએ શ્રાવકને છ જ વિકલ્પથી પ્રત્યાખ્યાનનું ગ્રહણ હોવા છતાં ક્વચિત્ નવ વિકલ્પોથી પ્રત્યાખ્યાન સંભવે છે. તેથી પ્રત્યાખ્યાનના સૂત્રમાં ત્રિવિધ-ત્રિવિધનું ગ્રહણ કેમ નથી ? તેમાં હેતુ કહે છે –
અને બહુલતાની અપેક્ષાએ આ સૂત્રની પ્રવૃત્તિ છે=અણુવ્રત ઉચ્ચરાવવાના સૂત્રની પ્રવૃત્તિ છે. વળી તેઓનું=ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણનું કાદાચિતપણું, વિશેષ વિષયપણું હોવાથી, અલ્પવિષયપણું હોવાને કારણે પચ્ચક્ખાણના આલાવામાં કહેવાતું નથી, તેમ આગળ સાથે સંબંધ છે.
વિશેષ વિષયપણું કેમ છે ? તે ‘તાહિ’થી સ્પષ્ટ કરે છે
તે આ પ્રમાણે – જે શ્રાવક પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ઇચ્છાવાળો પુત્રાદિ સંતતિના પાલન માટે પ્રતિમા સ્વીકારે છે અથવા જે શ્રાવક સ્વંયભૂરમણ આદિગત વિશેષમસ્ત્યાદિનાં માંસ, હાથીના દાંત, ચિત્તાના ચર્મ આદિ અથવા સ્થૂલ હિંસાદિનું ક્યારેક અવસ્થાવિશેષમાં પ્રત્યાખ્યાન કરે છે તે જ=તે જ શ્રાવક, ત્રિવિધ-ત્રિવિધ આદિથી પચ્ચક્ખાણ કરે છે. એથી અલ્પવિષયપણું હોવાથી કહેવાતું નથી=પ્રત્યાખ્યાન ગ્રહણના આલાવામાં ત્રિવિધ-ત્રિવિધના પચ્ચક્ખાણના આલાવાનું ઉચ્ચારણ કરાતું નથી.
અને ‘દ્વિવિધ-દ્વિવિધ'થી એ પ્રમાણે બીજો ભાંગો છે. અહીં=દ્વિવિધ-દ્વિવિધતા ભાંગામાં, ઉત્તરના ભાંગા ત્રણ છે. ત્યાં=ઉત્તરના ત્રણ ભાંગામાં, સ્થૂલ હિંસાદિ બે પ્રકારના એવા મનથી-વચનથી, અથવા મનથી-કાયાથી અથવા વચનથી-કાયાથી હું કરું નહિ, હું કરાવું નહીં એમ ત્રણ ભાંગા પ્રાપ્ત થાય છે. ત્યાં દ્વિવિધ-દ્વિવિધતા ઉત્તરના ત્રણ ભાંગામાં જ્યારે મનથી અને વચનથી કરતો નથી અને કરાવતો નથી ત્યારે મતથી અભિસંધિ રહિત જ અને વાણીથી પણ હિંસાદિને નહીં કહેતો કાયાથી