________________
૨૦૧
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ છે. તેથી સંકલ્પપૂર્વક નિરપરાધી એવા સ્થૂલ બેઈન્ડિયાદિ જીવોનો હું વધ કરીશ નહીં તેથી અર્થથી ફલિત થાય કે પૃથ્વીકાયાદિમાં હું શક્ય યતના કરીશ; કેમ કે પચ્ચખાણ લેનાર શ્રાવકથી પણ યુદ્ધાદિના પ્રસંગમાં સંકલ્પપૂર્વક સાપરાધી ત્રસ પ્રાણીઓની હિંસા થાય છે તેથી શ્રાવક માટે તેવી હિંસાનો સર્વથા પરિહાર અશક્ય છે. વળી, આ પ્રતિજ્ઞા મન-વચન-કાયાના ત્રણ યોગોથી હું કરીશ નહીં અને કરાવીશ નહીં એ પ્રકારે દુવિધ-ત્રિવિધથી છે. તેથી પોતે જે ભોગાદિ પ્રવૃત્તિ કરે છે તે ભોગસામગ્રીની નિષ્પત્તિ માટે થતી હિંસાની અનુમોદનાનો પરિહાર શ્રાવક કરી શકતો નથી; કેમ કે શાતા અર્થે તે વસ્તુનો ભોગ કરે ત્યારે તેમાં થયેલ હિંસાની અનુમતિની પ્રાપ્તિ છે. આ રીતે પ્રતિજ્ઞા કર્યા પછી તેને દૃઢ કરવા અર્થે કહે છે કે તેવા સ્કૂલ પ્રાણાતિપાતનું “હે ભગવન્! હું પ્રતિક્રમણ કરું છું અર્થાત્ તે પાપોથી હું નિવર્તન પામું છું. ભૂતકાળમાં જે પ્રકારનાં પાપો મેં કર્યા છે તેની નિંદા, ગહ કરું જેથી તે પાપો પ્રત્યે અત્યંત જુગુપ્સા ઉત્પન્ન થાય અને તેવાં પાપો કરનારા મારા આત્માને હું વોસિરાવું છું=તેવાં પાપોથી યુક્ત એવા મારા આત્માનો હું ત્યાગ કરું છું. જેથી હવે તે પ્રકારનાં પાપોથી રહિત એવો મારો આત્મા થાય. . આ પ્રકારનો પાઠ ત્રણ વખત બોલાય છે જેથી પોતે જે પ્રતિજ્ઞા કરી છે તેનું અત્યંત દઢીકરણ થાય; કેમ કે ઉપયોગપૂર્વક વ્રતની મર્યાદાનું સ્મરણ કરીને પ્રતિજ્ઞા કરાય છે ત્યારે તે પ્રતિજ્ઞા શ્રતના સંકલ્પરૂપ હોય છે અને તે શ્રુતના સંકલ્પથી ઉત્તરમાં તે પ્રકારની પ્રવૃત્તિ કરીને તે વ્રતનો નિર્વાહ થાય છે. (૧) (૨) સ્કૂલમૃષાવાદવિરમણવ્રત:
બીજા અણુવ્રતનો અભિલાપ કહે છે –
“હે ભગવન્! આજથી માંડીને તમારી સમીપે હું સ્થૂલ મૃષાવાદનું પચ્ચખાણ કરું છું. તે સ્થૂલ મૃષાવાદ કેવો અનર્થકારી છે તે સ્પષ્ટ કરતાં કહે છે. જિદ્વાછેદાદિનો હેતુ છે; કેમ કે તેવો મૃષાવાદ બોલ્યા પછી રાજા આદિ પાસે કોઈ ફરિયાદ કરે તો તે મૃષાવાદ બોલનારને રાજાદિ દ્વારા જિવાછેદાદિનો દંડ આપવામાં આવે છે. તેથી આ પ્રકારે ઉપસ્થિતિ કરવાથી આ સ્થૂલ મૃષાવાદ પરલોકમાં તો અનર્થકારી છે પરંતુ આ લોકમાં પણ જિલ્લાછેદાદિ દંડનો હેતુ છે એ પ્રકારે ઉપસ્થિત થવાથી આ લોકના પણ ભયથી સ્થૂલ મૃષાવાદના પરિવારનું પાલન કરવાનો દઢ પરિણામ થાય છે. વળી, આ સ્થૂલ મૃષાવાદ કન્યાલીકાદિ પાંચ પ્રકારનો છે. જેનો યથાર્થ બોધ કરીને વ્રત ગ્રહણ કરનાર પુરુષ તે પ્રકારના સ્થૂલ મૃષાવાદના પરિવાર માટે યત્ન કરે. વળી, કોઈક વખત દાક્ષિણ્યાદિને કારણે એવો મૃષાવાદ કરવો પડે તો વ્રત ભંગ ન થાય તે અર્થે પ્રતિજ્ઞામાં વિકલ્પ કરાય છે કે દાક્ષિણ્યાદિના અવિષયરૂપ એવું સ્થૂલ મૃષાવાદનું જાવજીવ સુધી દુવિધ-ત્રિવિધથી હું પચ્ચખાણ કરું છું. અવશેષ આલાવો પ્રથમ અણુવ્રતની જેમ જ છે તેમ બતાવવા માટે દુવિહં પછી ઇત્યાદિ શબ્દ છે. તેથી મન-વચન-કાયાના ત્રણેય યોગથી સ્થૂલ મૃષાવાદ હું કરીશ નહીં અને કરાવીશ નહીં એ પ્રકારની પ્રતિજ્ઞા પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રતિજ્ઞા કર્યા પછી તેને દૃઢ કરવાથું કહે છે કે તેવા સ્થૂલ મૃષાવાદનું હે ભગવન્! હું પ્રતિક્રમણ કરું છું અર્થાત્ તે સ્થૂલ મૃષાવાદથી હું નિવર્તન પામું છું. ભૂતકાળમાં જે પ્રકારનો સ્થૂલ મૃષાવાદ મેં કર્યો છે તેની નિંદા-ગહ કરું છું જેથી તે સ્થૂલ મૃષાવાદ પ્રત્યે