________________
૨૦૨
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ અત્યંત જુગુપ્સા ઉત્પન્ન થાય અને તેવા સ્થૂલ મૃષાવાદ કરનારા મારા આત્માને હું વોસિરાવું છું=તેવા સ્થૂલ મૃષાવાદથી યુક્ત એવા મારા આત્માનો હું ત્યાગ કરું છું જેથી હવે તેવા પ્રકારના સ્થૂલ મૃષાવાદથી રહિત એવો મારો આત્મા થાય. આ પ્રકારનો પાઠ ત્રણ વખત બોલાય છે જેથી પોતે જે પ્રતિજ્ઞા કરી છે તેનું અત્યંત દઢીકરણ થાય; કેમ કે ઉપયોગપૂર્વક વ્રતની મર્યાદાનું સ્મરણ કરીને પ્રતિજ્ઞા કરાય છે ત્યારે તે પ્રતિજ્ઞા શ્રુતના સંકલ્પરૂપ હોય છે અને તે શ્રુતના સંકલ્પથી ઉત્તરમાં તે પ્રકારની પ્રવૃત્તિ કરીને તે વ્રતનો નિર્વાહ થાય છે.
(૩) સ્થૂલઅદત્તાદાનવિરમણવ્રત ઃ
ત્રીજા અણુવ્રતનો અભિલાપ કહે છે
હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે હું સ્થૂલ અદત્તાદાનનું પચ્ચક્ખાણ કરું છું. જે અદત્તાદાન સચિત્ત-અચિત્ત વિષયની વસ્તુવાળું છે. વળી તેવું સ્થૂલ અદત્તાદાન ક૨ના૨ને આ લોકમાં ૨ાજા તરફથી દંડ આપવામાં આવે છે. તેથી રાજનિગ્રહકર સ્થૂલ અદત્તાદાન છે તેવી ઉપસ્થિતિ કરવાથી આ લોકમાં પણ સ્થૂલ અદત્તાદાન અનર્થકારી છે એવી બુદ્ધિ સ્થિર થાય છે. વળી, લોકોમાં આ ચોર છે એ પ્રકારે તે અદત્તાદાન ક૨ના૨ને કહેવાય છે માટે તે અદત્તાદાન અત્યંત નીંદનીય છે તેવી ઉપસ્થિતિ થાય છે. વળી, આ અદત્તાદાન ખાત્ર-ખનનાદિરૂપ છે. જે કહેવાથી તે અદત્તાદાનનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. આવા સ્થૂલ અદત્તાદાનનું પચ્ચક્ખાણ દુવિધ-ત્રિવિધથી જાવજ્જીવ કરવાથી તે પ્રકારના ક્લિષ્ટ ભાવોને કરનાર પાપવૃત્તિથી ચિત્ત નિવર્તન પામે છે. ત્યારપછી સ્થૂલ અદત્તાદાનના પચ્ચક્ખાણની લીધેલી પ્રતિજ્ઞાને દૃઢ ક૨વા અર્થે કહે છે કે ‘હે ભગવન્ ! સ્થૂલ અદત્તાદાનનું હું પ્રતિક્રમણ કરું છું.' જેથી પૂર્વમાં બીજાની કોઈ તેવા પ્રકારની વસ્તુ પોતે ગ્રહણ કરી હોય તો તેવાં પાપોથી નિવર્તનનો પરિણામ થાય છે અને ભૂતકાળમાં તેવા સ્થૂલ અદત્તાદાનનાં કોઈ પાપો પોતે કર્યાં હોય તેના પ્રત્યે જુગુપ્સા અર્થે તેની નિંદા ગહ કરેછે અને તેવા સ્થૂલ અદત્તાદાનના સેવનવાળા પોતાના આત્માનો પોતે ત્યાગ કરે છે. જેથી તેવા અશુભ અધ્યવસાયથી ચિત્ત નિવર્તન પામે છે. અહીં ખાત્ર-ખનનાદિમાં ‘આદિ’ પદથી બીજાની માલિકીની કોઈ સચિત્ત-અચિત્ત વસ્તુ હોય અને તેના માલિકની અનુજ્ઞા વગર તે વસ્તુ પોતે ગ્રહણ કરે તે સર્વનો સંગ્રહ ‘સ્થૂલ અદત્તાદાન'થી થાય છે. માટે માત્ર ખાત્ર-ખનન કરવાની ક્રિયા જ અદત્તાદાનરૂપ છે તેમ નથી પરંતુ સામાન્ય વસ્તુ પણ બીજાની માલિકીની હોય તો તેના માલિકને પૂછ્યા વગર ગ્રહણ ક૨વામાં અદત્તાદાનની પ્રાપ્તિ છે. અને તે પાપોને નહીં ક૨વાનો અધ્યવસાય પ્રસ્તુત પ્રતિજ્ઞાથી થાય છે.
C
(૪) સ્થૂલ સ્વદારાસંતોષપરસ્ત્રીગમનવિરમણવ્રત ઃ
ચોથા અણુવ્રતનો અભિલાપ કહે છે -
“હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે હું સ્થૂલ મૈથુનનું પચ્ચક્ખાણ કરું છું. તે સ્થૂલ મૈથુન ઔદારિક શરી૨ અને વૈક્રિયશ૨ી૨ને આશ્રયીને બે ભેદવાળું છે. એમ કહેવાથી દેવલોકના અને મનુષ્યલોકના મૈથુનની ઉપસ્થિતિ થાય છે.