________________
૨૦૦.
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ હે ભગવન્! આજથી માંડીને તમારી સમીપે સચિત્ત-અચિત્તાદિ વસ્તુ વિષયવાળું રાજનિગ્રહને કરનાર ચોરંકારકર ખાત્ર-ખનન આદિ સ્થૂલ અદત્તાદાનનું હું પચ્ચખાણ કરું છું. જાવજીવ સુધી દુવિહે ઈત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ જાણવો.
હે ભગવન્! આજથી તમારી સમીપે માંડીને ઔદારિક-વૈક્રિય ભેદવાળું સ્થૂલ મૈથુનનું હું પચ્ચખાણ કરું છું. જાવજીવ સુધી ત્યાં=દુવિધ-ત્રિવિધથી મૈથુનના પચ્ચખ્ખાણમાં, દુવિધ-ત્રિવિધથી દિવ્ય સંબંધી–દેવસંબંધી, એકવિધ ત્રિવિધથી તિર્યંચ સંબંધી, યથાગૃહીત અભંગથી મનુષ્ય સંબંધી મૈથુનનું હું પચ્ચખાણ કરું છું એમ અવય છે, તે ભગવન્! તેનું સ્થૂલ મૈથુનનું, હું પ્રતિક્રમણ કરું છું. નિંદા કરું છું. ઈત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ જાણવો. (૪)
હે ભગવન્! આજથી માંડીને તમારી સમીપે ધન-ધાન્યાદિ અપરિમિત પરિગ્રહનું હું પચ્ચખાણ કરું છું. નવવિધ વસ્તુ વિષયવાળું ઇચ્છાના પરિમાણને સ્વીકારું છું. જ્યાં સુધી જીવું ત્યાં સુધી યથાગૃહીત અભંગથી હે ભગવન્! તેનું= અપરિમિત પરિગ્રહનું, હું પચ્ચખ્ખાણ કરું છું. નિંદા કરું છું ઇત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ જાણવો. (૫)
આ=પૂર્વમાં કહેવાયેલા અણુવ્રતના આલાવા પ્રત્યેક નમસ્કારપૂર્વક ત્રણવાર ઉચ્ચારણ કરવા. હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે ગુણવ્રત માટે ઊર્ધ્વ-અધો-તિર્યફગમન વિષયક દિશિ પરિમાણ હું સ્વીકારું છું. ઉપભોગ-પરિભોગ માટે ભોજનથી અનંતકાય, બહુબીજ, રાત્રિભોજનાદિનો હું પરિહાર કરું છું. કર્મથી કૃત્યથી, અંગારકર્માદિ, બહુસાવઘાદિ, ખરકર્માદિ પંદર કર્માદાનાદિનો અને રાજાના નિયોગનો હું પરિહાર કરું છું. અનર્થદંડમાં અવઘધ્યાનાદિ ચાર પ્રકારના અનર્થદંડનો યથાશક્તિથી હું પરિહાર કરું છું. જાવજીવ સુધી યથાગૃહીત અભંગથી હું પરિહાર કરું છું એમ અન્વય છે. હે ભગવન્! તેનું દિશિપરિમાણ, ઉપભોગ-પરિભોગ, ૧૫ કર્માદાનાદિ અનર્થદંડનું પ્રતિક્રમણ કરું છું. ઇત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ જાણવો. ૬-૭-૮ ત્રણે પાઠ સમુદિત ત્રણવાર બોલવા–ત્રણેય ગુણવ્રતો એક સાથે ત્રણવાર બોલે.
હે ભગવન્! આજથી માંડીને તમારી સમીપે સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ અને અતિથિ સંવિભાગે વ્રત યથાશક્તિથી હું સ્વીકારું છું. જાવજીવ સુધી યથાગૃહીત અભંગથી હું સ્વીકારું છું. એમ અવય છે. હે ભગવન્! તેનું હું પ્રતિક્રમણ કરું છું ઇત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ જાણવો. ૯-૧૦-૧૧-૧૨ ચારે પણ સમુદિત ત્રણ વાર બોલવા.
ઈત્યાદિ ‘આ સમ્યક્ત મૂલ પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત, બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકારીને હું વિહરું .' ત્રણ વાર આ પાઠ બોલવો. ૨૩ ભાવાર્થ :
સપ્ત ખમાસમણા પૂર્વક સમ્યત્વની સાથે દેશવિરતિ પણ ગ્રહણ થાય છે તે વખતે દેશવિરતિ આરોપણની વિધિ પણ સમ્યક્તની જેમ જ સર્વ ક્રિયાપૂર્વક થાય છે અને તે વખતે બાર વ્રતોનો અભિશાપ આ પ્રમાણે કરવામાં આવે છે. (૧) શૂલપ્રાણાતિપાતવિરમણવ્રત -
વ્રત ગ્રહણ કરનાર કહે છે કે “હે ભગવન્! આજથી માંડીને તમારી પાસે જાવજીવ સુધી શૂલપ્રાણાતિપાતનું હું પચ્ચખ્ખાણ કરું છું. તે સ્થૂલ પ્રાણાતિપાતનો વિષય સંકલ્પથી નિરપરાધી ત્રસજીવોની હિંસાના પરિવારનો