________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪
सदाऽनभिनिवेशश्च, विशेषज्ञानमन्वहम् । यथार्हमतिथौ साधौ दीने च प्रतिपन्नता ।।१२।। अन्योऽन्यानुपघातेन त्रिवर्गस्यापि साधनम् । अदेशाकालाऽचरणं बलाबलविचारणम् ।।१३।। यथार्हलोकयात्रा च परोपकृतिपाटवम् ।
શ્રી સીચતા તિ નિનૈ: પ્રજ્ઞતો હિતરિમ 198ા રમઃ કમ્ .. શ્લોકાર્ચ -
ત્યાં સામાન્યથી ગૃહસ્થઘર્મ ન્યાયાર્જિત ધન ઈત્યાદિના પ્રારંભથી સૌમ્યતા સુધી એ પ્રમાણે હિતકારી એવા જિન વડે કહેવાયેલો છે એમ શ્લોક-૧૪માં અંતિમ પાદ સાથે સંબંધ છે અને તે ૩૫ ભેદો ક્રમસર બતાવે છે –
૧. ન્યાયાર્જિત ધન, ૨. કુલ-શીલથી સમાન એવા અવ્યગોત્રીય સાથે વિવાહકર્મ, ૩. શિષ્ટાચાર પ્રશંસા, ૪. અરિષડ્રવર્ગનો ત્યાગ, ૫. ઈન્દ્રિયજય, ૬. ઉપપ્પત–ઉપદ્રવયુક્ત સ્થાનનો ત્યાગ, ૭. અનતિપ્રગટ અને અનતિગુપ્ત એવા સુંદર પાડોશીવાળા સ્થાનમાં અનેક નિર્ગમ દ્વાર વગરના ગૃહનું સ્થાપન, ૮. પાપભીરુતા, ૯. દેશના પ્રસિદ્ધ એવા આચારોનું પાલન, ૧૦. સર્વજીવોમાં અનિંદાપણું અને રાજાદિમાં વિશેષથી અનિંદાપણું, ૧૧. આયઉચિત વ્યય, ૧૨. પોતાના વિભાવાદિ અનુસાર વેશ, ૧૩. માતા-પિતાનું પૂજન, ૧૪. સત્ પુરુષોનો સંગ કરવો, ૧૫. કૃતજ્ઞતા, ૧૬. અજીર્ણમાં ભોજનનો ત્યાગ, ૧૭. કાલે સાચથી અને અલૌલ્યથી ભક્તિ=ભોજન, ૧૮. વૃતસ્થ એવા જ્ઞાનવૃદ્ધની સેવા, ૧૯. ગહિંત એવાં પાપસ્થાનોમાં અપ્રવર્તન, ૨૦. ભર્તવ્યનું ભરણે, ૨૧. દીર્ધદષ્ટિ, ૨૨. ધર્મઋતિ, ૨૩, દયા, ૨૪. બુદ્ધિના આઠ ગુણોનો યોગ, ૨૫. ગુણોમાં પક્ષપાત, ૨૬. હમેશાં અનભિનિવેશ, ૨૭. પ્રતિદિન વિશેષજ્ઞાન કરે, ૨૮. યથાયોગ્ય અતિથિમાં, સાધુમાં અને દીનમાં પ્રતિપન્નતા અન્નપાનાદિરૂપ ઉચિતદાનની ક્રિયા, ૨૯. ધર્મ-અર્થ-કામ ત્રણેયનું પણ પરસ્પર ઉપઘાત વગર સાધવું, ૩૦. અદેશ-અકાલમાં અચરણ, ૩૧. બલાબલનો વિચાર કરવો, ૩૨. યથાયોગ્ય લોકયાત્રા, ૩૩. પરોપકારનું પાટવ, ૩૪. હી લજ્જા, ૩૫. સૌમ્યતા. પ-૬-૭-૮૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪II ટીકા :
'तत्र' तयोः सामान्यविशेषरूपयोः गृहस्थधर्मयोर्वक्तुमुपक्रान्तयोर्मध्ये 'सामान्यतो गेहिधर्मः' 'इति' अमुना प्रकारेण 'हितकारिभिः' परोपकरणशीलैर्जिनैरर्हद्भिः 'प्रज्ञप्तः' प्ररूपित इत्यन्तेन संबन्धः । स च यथा-'न्यायार्जितं धन'मित्यादि ।