________________
૧૧૩
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૭-૧૮ છે. જેમાં મોરના અભિમુખભાવ રૂપે મોરનું બચ્ચું રમ્ય છે તેમ અપુનબંધક જીવો સુસાધુના અભિમુખભાવ સ્વરૂપે રમ્ય છે. તેથી એ ફલિત થાય કે વીતરાગતા માટે સર્વ ઉદ્યમ કરનારા મુનિઓ અત્યંત માર્ગાનુસારી પરિણામવાળા છે તેવા પરિણામવાળા અપુનબંધક જીવ નથી, તોપણ તેને અભિમુખભાવવાળા હોવાથી ભગવાનની ભક્તિ કરે છે, સુસાધુની ભક્તિ કરે છે, માતા-પિતાના ઉપકારને યાદ કરીને તેઓ સાથે ઉચિત વર્તન કરે છે. આવા ભાવો ક્રમે કરીને સાધુપણાની પ્રાપ્તિનું કારણ બનશે જેમ મોરનું બચ્ચું ક્રમે કરીને મોર બને છે. ll૧ળા અવતરણિકા -
अथोक्तस्वरूपस्यादिधार्मिकस्य सद्धर्मदेशनायोग्यत्वं दर्शयति – . અવતરણિકાર્ય :
હવે ઉક્ત સ્વરૂપવાળા એવા આદિધાર્મિકતું-પૂર્વમાં વર્ણન કરાયેલા સામાન્ય ગૃહસ્થ ધર્મને સેવનારા એવા આદિધાર્મિકતું, સધર્મદિશતાયોગ્યપણું બતાવે છે – ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી સામાન્યથી પાંત્રીસ પ્રકારનો ગૃહસ્થ ધર્મ બતાવ્યો. આવા ગૃહસ્થધર્મને સેવત્તારા જીવો આદિધાર્મિક છે, તેમ કહ્યું. હવે લોકોત્તર ધર્મસ્વરૂપ સદ્ધર્મદેશનાનું યોગ્યત્વ તેવા જીવોમાં છે તે બતાવે છે – શ્લોક :
स धर्मदेशनायोग्यो, मध्यस्थत्वाग्जिनैर्मतः ।
योगदृष्ट्युदयात्सार्थं, यद् गुणस्थानमादिमम् ।।१८।। અન્વયાર્થ :
મધ્યસ્થત્વા=મધ્યસ્થપણું હોવાથી, સકતે પૂર્વમાં વર્ણન કરાયેલ આદિધાર્મિક, શનાયોગ્ય =ધર્મદેશનાને યોગ્ય, નિનૈ =ભગવાન વડે, મતિ =કહેવાયો છે. =જે કારણથી, (તચ=આદિધાર્મિકને), યોવૃદ્યુતવા=યોગદષ્ટિનો ઉદય હોવાથી, સાર્થ અર્થવાળું એવું, ગાવિક ગુણસ્થાન=પ્રથમ ગુણસ્થાનક છે. ૧૮ શ્લોકાર્ય :
મધ્યસ્થપણું હોવાથી તે પૂર્વમાં વર્ણન કરાયેલો આદિધાર્મિક ધર્મદેશનાને યોગ્ય ભગવાન વડે કહેવાયો છે. જે કારણથી યોગદષ્ટિનો ઉદય હોવાથી અર્થવાળું એવું પ્રથમ ગુણસ્થાનક છે. II૧૮II