________________
૧૧૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૭ કપિલદર્શનવાળા પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત ન થયો હોય તો જીવો આવા પ્રકારના થતા નથી એમ કહે છે=પૂર્વમાં વર્ણન કર્યું તેવા ગુણોવાળા થતા નથી એમ કહે છે. અનવાપ્ત ભવવિપાકવાળા=ભવનો પરિપાક જેઓએ પ્રાપ્ત નથી કર્યો તેઓ, આવા થતા નથી તેમ સૌગતો કહે છે અને અપુનબંધક આવા પ્રકારના છે એમ જૈનો કહે છે. આ પ્રમાણે લલિતવિસ્તરાના પ્રાન્તમાં કહેવાયું છે.
આ રીતે ગ્રંથકારશ્રીએ લલિતવિસ્તરાના વચનથી આદિધાર્મિક એવા અપુનબંધકનું સ્વરૂપ બતાવ્યું. હવે અન્ય ગ્રંથમાં અપુનબંધકનું લક્ષણ કહેલ છે તે બતાવતાં કહે છે –
અપુનબંધક જીવોમાં સૂક્ષ્મ બોધ નહિ હોવાથી સમ્યક્ત નથી પરંતુ મિથ્યાત્વ છે. આમ છતાં, તે મિથ્યાત્વ કંઈક મંદ પડેલું છે તેથી અત્યંત ઉત્કટ મિથ્યાત્વાદિ કર્મનો ક્ષયોપશમભાવ વર્તે છે. અને તેના કારણે તેમના આત્મામાં કંઈક નિર્મલતા પ્રાપ્ત થઈ છે. તેથી અપુનબંધક જીવોને ધર્મ કરવાનો પરિણામ થયો છે. આમ છતાં પાપની વૃત્તિ પણ સર્વથા ગઈ નથી તેથી હિંસાદિ પાપ અપુનબંધક જીવો કરતા હોય તોપણ તીવ્રભાવથી કરતા નથી. આનાથી એ ફલિત થાય કે કેટલાક અપુનબંધક જીવોને સ્કૂલબોધ હોવા છતાં સ્વશક્તિ અનુસાર કેવલ ધર્મ સેવવાનો જ પરિણામ થાય છે. તેથી તેવા અપુનબંધક જીવો શક્તિ હોય તો સંયમ પણ ગ્રહણ કરે છે અને સંયમની શક્તિ ન હોય તો શક્તિ અનુસાર ધર્મની જ પ્રવૃત્તિમાં ઉદ્યમ કરે છે, પરંતુ પાપપ્રવૃત્તિ કરતા નથી. કેટલાક અપુનબંધક જીવોને પાપ કરાવે તેવું કર્મ હોવાથી હિંસાદિ આરંભ કરવાને અભિમુખ પરિણામ થાય છે તેથી સંસારના આરંભ-સમારંભ કરે છે. તોપણ તીવ્ર ભાવથી પાપ કરતા નથી. આથી જ તેવા પ્રકારના અપુનબંધક જીવોને ત્યાગીઓ પ્રત્યે બહુમાન હોય છે. ત્યાગી નિષ્પાપ જીવન જીવવાની વાતો કરે છે તેઓ પ્રીતિપૂર્વક સાંભળે છે તોપણ ભોગની લાલસાને કારણે આરંભ સમારંભ કરાવે તેવી પ્રવૃત્તિને છોડવા માટે ચિત્ત તૈયાર થતું નથી. તે બતાવે છે કે તેઓ પાપ કરે છે પણ તીવ્રભાવથી કરતા નથી. વળી, કંઈક નિર્મલતા થઈ હોવાને કારણે આ ભવ ચારગતિઓના પરિભ્રમણરૂપ છે, તેથી તેઓને ભવ પ્રત્યે અબહુમાનભાવ વર્તે છે; કેમ કે મિથ્યાત્વની મંદતાને કારણે, નિર્મલ થયેલી બુદ્ધિ હોવાથી ચારગતિના પરિભ્રમણમાં દુર્ગતિની વિડંબના શું છે? તેની ઉપસ્થિતિ તેઓને થાય છે તેથી ભવનું આ પરિભ્રમણ સુંદર નથી એમ વિચારીને તેના ઉચ્છેદના પરિણામવાળા અપુનબંધક જીવો હોય છે. વળી, મિથ્યાત્વની મંદતાને કારણે પ્રકૃતિભદ્રક થયેલ હોવાથી અપુનબંધક જીવો દેશ, કાલ અને પોતાની શારીરિક-આર્થિકાદિ અવસ્થાની અપેક્ષાએ દેવની ભક્તિ કરે છે. અતિથિ=જેમને તિથિ નથી તેવા, મહાત્માઓની ભક્તિ કરે છે. અને માતા-પિતા વગેરે સાથે ઉચિત વર્તન કરે છે તેથી તેઓમાં માર્ગાનુસારિતાનો અભિમુખ ભાવ વર્તે છે.
તે મયુરશિશુના દૃષ્ટાંતથી બતાવે છે –
જેમ મોર દેખાવમાં અતિ સુંદર હોય છે અને મોરનું બચ્ચું એટલું સુંદર નથી તોપણ કાગડાના બચ્ચા જેવું અરમ્ય નથી પણ કંઈક સુંદર છે તેમ સુસાધુ રત્નત્રયીના માર્ગ પર ચાલનારા હોવાથી મોર જેવા રમ્ય