________________
૧૭૯
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ દ્વારા હણાયેલો એવો કોણિક લોકમાં ઉદાહરણ છે અને લોકોત્તરમાં પણ જિજ્ઞાસિત અર્થ આચાર્યને પૂછવો જોઈએ અને પૂછીને શક્ય આચરણા કરવી જોઈએ. વળી અશક્ય આચરણા કરવી જોઈએ નહિ એ પ્રકારે પૃચ્છા તર્શનો ત્રીજો ભેદ છે, અને કહેવાયેલાના એકદેશમાં જ પૂછનારનો આગ્રહ હોવાથી અને તેના દ્વારાતે દેશ દ્વારા, જ ઉપસંહાર હોવાથી આની ઉદાહરણદેશતા જાણવી અને આ પણ લોકો અને ચરણકરણાનુયોગને આશ્રયીને જાણવું આ બે ઉદાહરણોમાંથી પ્રથમ લોકને આશ્રયીને જાણવું અને બીજું ચરણકરણાનુયોગને આશ્રયીને જાણવું.
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને “આત્મા નથી' એ પ્રકારે બોલનાર નાસ્તિક પૃચ્છા કરાય છે કેમ આત્મા નથી ? તે જો કહે અપરોક્ષ છે એથી આત્મા નથી, ત્યારે એને કહેવું જોઈએ તે ભદ્ર ! તારું આ કુવિજ્ઞાન છે; કેમ કે વિવક્ષાના અભાવમાંઆત્મા છે કે નથી ? એ પ્રકારની વિક્ષાના અભાવમાં, વિશિષ્ટ શબ્દની અનુપપત્તિ હોવાના કારણે આનાથી જ="આત્મા છે અથવા નથી” એ પ્રકારની વિવક્ષાથી જ, આત્માની સિદ્ધિ છે. ૩ ભાવાર્થ :પૃચ્છાતદેશ :
જેમ યોગ્ય જીવો અનુશાસ્તિ દ્વારા કે ઉપાલંભ દ્વારા તત્ત્વની પ્રાપ્તિ કરીને હિત સાધે છે તેમ યોગ્ય જીવો પૃચ્છા દ્વારા પણ હિતને પ્રાપ્ત કરે તે માટે પૃચ્છારૂપ પમ્પસત્યભાષાનો પ્રયોગ મહાત્મા કરે છે. આના દ્વારા યોગ્ય જીવને ઉચિત પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ થાય છે. (૧) લૌકિક પૃચ્છાત દેશ
પૃચ્છામાં કોણિકનું લૌકિક દૃષ્ટાંત આપતા ઉપદેશક મહાત્મા તે પ્રકારના યોગ્ય જીવને કહે છે કે જેમ કુણિકે ભગવાનને પૃચ્છા કરી અને પછી પોતે છઠ્ઠી નરકમાં જવાનો છે તેમ જાણીને પણ સંવેગપૂર્વક તેના નિવારણના ઉપાયને છોડીને કષાયને વશ થઈને સાતમી નરક જવાને અનુકૂળ ચક્રવર્તીપણું સંપાદન કરવા અર્થે તત્પર થાય છે. જેના ફળરૂપે કૃતમાલ દેવથી તેનું મૃત્યુ થાય છે તેથી વિવેકીએ ઉચિત પૃચ્છા કરીને હિત થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ જેથી તે પૃચ્છા કલ્યાણનું કારણ બને. આ પ્રકારે જે ઉપદેશક કહે છે તે પૃચ્છા ઔપમ્પસત્યભાષા છે. કોણિકના ઉદાહરણમાં ઉદાહરણદેશતા એ છે કે ભગવાને કહેલ છઠ્ઠી નરકના કથનમાંથી નરકરૂપ એક દેશમાં જ દૃષ્ટાંતના વિષય એવા કોણિકને આગ્રહ છે, તેથી તેને અનુકૂળ ચક્રવર્તીપણાના સંપાદન માટે પ્રવૃત્ત થાય છે. તે રીતે ઉપસંહાર કરીને કોઈ મહાત્મા તેના દૃષ્ટાંતથી યોગ્ય શ્રોતાને ઉચિત બોધ કરાવે ત્યારે તે મહાત્માનું વચન પૃચ્છારૂપ ઔપમ્પસત્ય બને છે. (૨) લોકોત્તર પૃચ્છાતદેશઃ
વળી કોઈ આચાર્યને કોઈ મહાત્મા યોગમાર્ગના ઉપયોગી પદાર્થવિષયક ઉચિત પૃચ્છા કરે ત્યારબાદ તેમનાથી શક્ય હોય તેનું આચરણ કરે. પોતાની ભૂમિકા માટે જે આચરણ શક્ય ન હોય તેનું આચરણ ન