________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૨ પદાર્થમાં રહેલા ઉત્કટ રૂપનું પરિણામવિશેષથી પ્રયોજ્યપણું છે અર્થાત્ તે પદાર્થમાં તેવા પ્રકા૨નો જ પરિણામવિશેષ છે, જેનાથી તે કેટલાંક રૂપો ઉત્કટ રૂપવાળાં બને છે અને અન્યરૂપો અનુત્કટ બને છે. તેથી પૂર્વપક્ષી કહે છે તે પ્રકારે પ્રતિબંધકની કલ્પના ઉચિત નથી અર્થાત્ પૂર્વપક્ષીએ પિશાચના દૃષ્ટાંતથી કહ્યું કે અવયવમાં રહેલાં અનુત્કટ રૂપો અવયવીના ઉત્કટ રૂપનાં પ્રતિબંધક છે તે પ્રકારની કલ્પના કરવી ઉચિત નથી.
૧૫૪
કેમ ઉચિત નથી ? તેમાં યુક્તિ બતાવે છે
જો તેવું ન માનવામાં આવે તો કોઈ ગરમ કરાયેલા કપાલમાં રહેલ અનુભૂતરૂપવાળા વિહ્ન ઉપર તપાવેલા તેલનો સંસર્ગ ક૨વાથી ઉદ્ભૂતરૂપવાળા અગ્નિની ઉત્પત્તિ થાય છે તે થઈ શકે નહિ.
આશય એ છે કે ગરમ કરાયેલા કપાલમાં અગ્નિ દેખાતો નથી તેથી તેમાં રહેલ અગ્નિનું રૂપ અનુભૂત છે અને તપાવેલ તેલમાં પણ અગ્નિ ચક્ષુથી દેખાતો નથી તેથી તેમાં પણ અગ્નિનું રૂપ અનુભૂત છે, છતાં તેવા તપાવેલા કપાલ ઉપર તપાવેલું તેલ નાખવામાં આવે ત્યારે અગ્નિનો ભડકો થાય છે, તેથી નક્કી થાય છે કે કપાલમાં રહેલો અગ્નિ અને તપ્ત તેલમાં રહેલ અગ્નિમાં અનુત્કટ રૂપ છે તેથી અગ્નિ દેખાતો નથી અને અનુત્કટ રૂપવાળા બન્ને અગ્નિના અવયવોથી ઉદ્ભૂતરૂપવાળો અગ્નિ ઉત્પન્ન થાય છે માટે અનુત્કટ અવયવનું રૂપ અવયવીના ઉત્કટ રૂપની નિષ્પત્તિમાં પ્રતિબંધક છે તેમ સ્વીકારી શકાય નહિ, તેથી પદાર્થમાં રહેલા ઉત્કટ રૂપનું પરિણામવિશેષથી પ્રયોજ્યપણું છે તેમ જ સ્વીકારવું જોઈએ. આથી જ તપાવેલા તેલમાં અને તપાવેલા કપાલમાં અગ્નિનું રૂપ અનુભૂત હતું, છતાં બંનેના સંયોગથી તે અગ્નિનું રૂપ ઉત્કટ બન્યું, તેથી અગ્નિ પ્રત્યક્ષ બને છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે બલાકા સફેદ છે તેમાં પાંચે વર્ણો હોવા છતાં ઉત્કટ શુક્લવર્ણ છે તેથી શુક્લ દેખાય છે અને તે શુક્લવર્ણમાં ઉત્કટપણું પરિણામવિશેષથી પ્રયોજ્ય છે, તેથી તે પુદ્ગલોમાં ઉત્કટત્વ એ જાતિ છે તેવો અર્થ પ્રાપ્ત થાય અને તે વિષયમાં અન્ય કેટલાક કહે છે કે ઉત્કટત્વ જાતિ નથી પરંતુ તેવા પ્રકારના બહુ અવયવવાળાપણું એ ઉત્કટત્વ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે બલાકામાં શ્વેતવર્ણવાળા ઘણા અવયવો છે અને તે શ્વેતવર્ણના વચમાં અતિ અલ્પમાત્રામાં અન્યવર્ણવાળા અવયવો છે જે અન્યવર્ણવાળા અવયવોનો જથ્થો વચમાં અતિ અલ્પ પ્રમાણમાં હોવાથી તે વર્ણો ચક્ષુથી ગ્રહણ થતા નથી અને શુક્લવર્ણવાળા એક પાસે રહેલા ઘણા અવયવો છે જેથી તે શુક્લવર્ણનું ગ્રહણ થાય છે અને વચમાં અન્યવર્ણવાળા અવયવો અલ્પ માત્રામાં હોવાથી આખી બલાકાનો દેહ શુક્લવર્ણવાળો છે તેમ પ્રતીત થાય છે માટે તે વર્ણમાં રહેલું ઉત્કટપણું વિલક્ષણ જાતિરૂપ નથી એ પ્રમાણે કેટલાક કહે છે અને બાદર સ્કંધોમાં પાંચવર્ણો છે અને ઉત્કટ રૂપવાળા વર્ણો ચક્ષુગોચર થાય છે એ વિષયનું તત્ત્વ ગ્રંથકારશ્રી કૃત કરાયેલ વાદમાલાથી જાણવું એ પ્રકારે જિજ્ઞાસુને ગ્રંથકારશ્રી દિશાસૂચન કરે છે. ||૩||