________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૨
૧૫૩
બલાકામાં માત્ર શુક્લરૂપ જ પ્રત્યક્ષ થાય છે, આથી જ શુક્લૉટ આરંભક અવયવો કાલાન્તરે નીલ ઘટના પણ આરંભક બને છે તેથી નક્કી થાય છે કે દેખાતા શુક્લઘટના આરંભક અવયવોમાં અન્યવર્ણી અનુભૂતરૂપે વિદ્યમાન હતા અને કાલાન્તરમાં તે વર્ણો ઉદ્દભૂત થાય તો તેનાથી તે વર્ણવાળો પણ ઘટ થાય છે, આથી જ જગતમાં દેખાતા પદાર્થોમાં પણ કાલાન્તરે કેટલાક વર્ષોનું પરિવર્તન થતું દેખાય છે, માટે શુક્લરૂપવાળા અવયવોમાં અન્યવર્ણવાળા અવયવો મિશ્ર થઈને કોઈ સ્કંધ બને તેમાં દેખાતા તે વર્ષોથી અતિરિક્ત ચિત્રરૂપ ઉત્પન્ન થાય છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ વાદમાલામાં અધિક ચર્ચા કરેલ છે.
આ રીતે બલાકામાં પાંચ વર્ણો હોવા છતાં દેખાતા શુક્લરૂપની ગ્રંથકારશ્રીએ સંગતિ કરી. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે બલાકામાં પાંચ વર્ણો છે તેમ શુક્લ ઘટમાં પણ પાંચ વર્ણો હોય તો તે પાંચ વર્ણો કેમ દેખાતા નથી ? તે યુક્તિથી સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે --
બાદર સ્કંધોમાં પાંચવર્ણો હોવા છતાં ઉત્કટ રૂપવાળા જ વર્ષો પ્રત્યક્ષ થવાને યોગ્ય છે, અન્ય વર્ગો વિદ્યમાન હોવા છતાં પ્રત્યક્ષ થવાને યોગ્ય નથી. તેથી શુક્લ ઘટમાં શુક્લથી ઇતર રૂપોનું અપ્રત્યક્ષપણું છે. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે કે ચિત્રરૂપ માનનાર એવા નૈયાયિકો પણ ઉદ્ભૂત રૂપને જ પ્રત્યક્ષ થવાને યોગ્ય સ્વીકારે છે તેથી જેમ અન્યત્ર અનુભૂતરૂપો હોવાને કારણે તેનું પ્રત્યક્ષ નથી તેમ તૈયાયિક સ્વીકારે છે, તે રીતે બલાકામાં પણ કે શુક્લ ઘટમાં પણ પાંચ વર્ણો નૈયાયિકે સ્વીકારવા જોઈએ.
અહીં નૈયાયિક કહે કે અવયવમાં રહેલું અનુત્કટ રૂપ અવયવીમાં ઉત્કટ રૂપની નિષ્પત્તિમાં પ્રતિબંધક છે. તેથી શુક્લ ઘટના અવયવોમાં અન્યરૂપો અનુત્કટ છે તેમ સ્વીકારવામાં આવે તો તે અનુત્કટ એવાં અન્યરૂપો ઉત્કટ એવા શુક્લરૂપને ઘટમાં નિષ્પન્ન થવા ન દે માટે શુક્લ ઘટમાં પાંચવર્ણો છે એ કથન સંગત થાય નહિ અને જો અવયવગત અનુત્કટ રૂપ અવયવીમાં ઉત્કટ રૂપની નિષ્પત્તિ પ્રત્યે પ્રતિબંધક ન માનવામાં આવે તો પિશાચમાં પણ ઉત્કટ રૂપનો પ્રસંગ પ્રાપ્ત થાય.
આશય એ છે કે પિશાચના અવયવોમાં અનુત્કટ રૂપ છે તેથી પિશાચના અવયવીરૂપ શરીરમાં કોઈ ઉત્કટ રૂપ નિષ્પન્ન થતું નથી તેથી પિશાચ બૂમો પાડતો સંભળાય તોપણ ચાક્ષુષ પ્રત્યક્ષ થતો નથી; કેમ કે તેના શરીરના દરેક અવયવોમાં અનુત્કટ રૂપ છે તેથી તે પિશાચના આખા દેહમાં કોઈ ઉત્કટ રૂપે પ્રગટ થવામાં તેમાં વર્તતાં અનુત્કટ રૂપો પ્રતિબંધક છે, માટે પિશાચ દેખાતો નથી, તેમ શુક્લ ઘટના અવયવોમાં શુક્લથી ઇતર અનુત્કટ રૂપો વિદ્યમાન હોય તો તે અનુત્કટ રૂપો ઉત્કટ રૂપનાં પ્રતિબંધક થવાં જોઈએ તેથી શુક્લ ઘટ દેખાવો જોઈએ નહિ અને કદાચ શુક્લ ઘટના અવયવમાં કેટલાંક સ્થાને શુક્લરૂપ ઉભૂત છે તેમ સ્વીકારવામાં આવે તોપણ પૂર્ણઘટમાં ઉભૂત એવું શુક્લરૂપ દેખાય છે તે દેખાવું જોઈએ નહિ; કેમ કે તેના ઘણા અવયવો અનુત્કટ રૂપવાળા છે. તેથી તે સ્થાનમાં ઘટ અપ્રત્યક્ષ થવો જોઈએ. જેમ પિશાચમાં બધે અનુત્કટ રૂપ છે તેથી પિશાચ સર્વથા અપ્રત્યક્ષ છે. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –