________________
૧૫૨
ભાષારહસ્થ પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૨
થાય છે. આ પ્રકારનો નિયત આરંભમત છે તેનો જ નિરાસ કરવા અર્થે ગ્રંથકારશ્રીએ કહ્યું કે શુક્લાટ આરંભક પરમાણુરૂપ અવયવો જ કાલાન્તરમાં નીલાદિ ઘટનો આરંભ કરે છે તે અનુભવથી નક્કી થાય છે કે નિયતવર્ણવાળા અવયવોથી તે જ વર્ણવાળા અવયવીની નિષ્પત્તિ થાય તેવો એકાંત નિયમ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે અવયવગત શુક્લથી ઇતરરૂપ હોય તે અવયવીમાં શુક્લરૂપ નિષ્પત્તિમાં પ્રતિબંધક છે આથી જ ચિત્રવર્ણવાળા અવયવોથી બનેલ પટમાં શુક્લથી ઇતરવર્ણવાળા તંતુઓ હોવાને કારણે તે પટમાં માત્ર શુક્લરૂપ થતું નથી પરંતુ ચિત્રરૂપ થાય છે, તેથી નક્કી થાય છે પટના શુક્લરૂપની નિષ્પત્તિમાં પ્રતિબંધક અવયવગત શુક્લથી ઇતર રૂપો છે, જો બધા અવયવોમાં શુક્લ રૂપ હોત તો તે અવયવોથી શુક્લ પટ નિષ્પન્ન થાત. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે અવયવમાં શુક્લરૂપ હતું અને શુક્લથી ઇતર રૂપ પણ હતું તેથી તે પટમાં શુક્લરૂપની નિષ્પત્તિ થવાને બદલે ચિત્રરૂપની પ્રાપ્તિ થઈ, તેથી ચિત્રરૂપની અન્યથા અનુપપત્તિ હોવાને કારણે માનવું જોઈએ કે અવયવમાં શુક્લ અને શુક્લથી ઇતર રૂપ હોય તો અવયવીમાં શુક્લ રૂપ નિષ્પન્ન થઈ શકે નહિ, પરંતુ ચિત્ર રૂપ જ નિષ્પન્ન થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે તે પટમાં નીલપીતાદિ રૂપના સમુદાયથી જ આ પટ ચિત્રરૂપવાળો છે એ પ્રકારના વ્યવહારની ઉપપત્તિ થતી હોવાને કારણે પટમાં દેખાતા નીલપીતાદિ વર્ષોથી અતિરિક્ત ચિત્રરૂપ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી.
આશય એ છે કે નૈયાયિક નીલ, પીતાદરૂપથી ભિન્ન ચિત્રરૂપ સ્વીકારે છે અને તેની સંગતિ કરવા માટે કહે છે કે પટાદિ આરંભક તંતુ આદિમાં શુક્લરૂપવાળા તંતુઓ પણ હોય અને શુક્લથી ઇતર નીલ, પીતાદિરૂપવાળા પણ તંતુઓ હોય. તેવા તંતુથી બનેલા પટમાં નીલપીતાદિ વર્ણથી ભિન્ન એવું ચિત્રરૂપ ઉત્પન્ન થાય છે તેથી જે તંતુના સમુદાયમાં અનેક વર્ષો હોય તે તંતુના સમુદાયથી જે પટ બને છે તેમાં અનેકવર્ણ નથી પરંતુ ચિત્રરૂપવાળું એકવર્ણ છે તેથી બલાકાના અવયવોમાં શુક્લથી ઇતર વર્ણ હોય તો અવયવીરૂપ બલાકામાં શુક્લરૂપ નિષ્પન્ન થઈ શકે નહિ પરંતુ ચિત્રરૂપ જ નિષ્પન્ન થવું જોઈએ. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
જે પટમાં શુક્લ, નીલ, પીતાદિ રૂપો દેખાય છે તે રૂપના સમુદાયથી જ આ પટ ચિત્ર છે એ પ્રકારના વ્યવહારની સંગતિ થાય છે તેથી પટમાં દેખાતા શુક્લનીલપીતાદિ વર્ણથી અતિરિક્ત ચિત્રરૂપ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. તેથી એ ફલિત થાય કે જે તંતુઓમાં અનેકવર્ણ ઉભૂત હોય તે તંતુઓથી જે પટ થાય છે તેમાં ચિત્રરૂપ નથી પરંતુ અનેકરૂપોનો સમુદાય છે અને જે અવયવોમાં શુક્લરૂપ ઉદ્દભૂત છે અને શુક્લથી ઇતરરૂપો અનુભૂત છે તેવા અનેક અવયવોથી બનેલી બલાકામાં શુક્લરૂપ ઉત્પન્ન થાય છે અને તે બલાકાના અવયવમાં અન્યરૂપ અનુભૂત હોવાથી દેખાતા નથી તેથી બલાકા પંચવર્ણવાળી હોવા છતાં