________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૨
૧૫૧ સ્વીકારવા યુક્તિયુક્ત નથી; કેમ કે બલાકાના અવયવોમાં શુક્લ વર્ણ કરતાં કોઈ સ્થાને અન્યવર્ણ હોય તો જ બલાકા પાંચવર્ણવાળી છે તેમ કહી શકાય. બલાકાના કોઈક અવયવોમાં શુક્લથી ઇતર અન્ય રૂપો હોય તો આખી બલાકામાં શુક્લરૂપનાં તે અન્યરૂપો પ્રતિબંધક બને, તેથી બલાકામાં અનુભવ અનુસાર શુક્લરૂપ જ સ્વીકારવું જોઈએ પરંતુ પાંચેય વર્ણો બલાકામાં છે તેમ સ્વીકારવું ઉચિત નથી. જો બલાકામાં શુક્લરૂપ પ્રતીત હોવા છતાં અન્ય રૂપો તેના અવયવોમાં છે તેમ સ્વીકારવામાં આવે તો કેટલાક અવયવીમાં ચિત્રરૂપો પ્રાપ્ત થાય છે તેનો ઉચ્છેદ પ્રાપ્ત થાય; કેમ કે જે અવયવના અવયવોમાં ભિન્નભિન્ન રૂપો હોય તે અવયવોથી બનેલા તે અવયવીમાં ચિત્રરૂપ ઉત્પન્ન થતું દેખાય છે. જેમ બે વર્ણવાળા કપાલોથી થયેલો ઘટ ચિત્રરૂપવાળો બને છે તે પ્રમાણે જો બલાકાના અવયવોમાં પણ શુક્લથી અન્ય રૂપ હોય તો બલાકા પણ ચિત્રરૂપવાળી થવી જોઈએ. બલાકાના અવયવોમાં શુક્લથી ઇતર રૂપ હોય તો તે આખી બલાકામાં શુક્લરૂપ નિષ્પન્ન કરવામાં પ્રતિબંધક બને માટે ભિન્ન ભિન્ન અવયવના ભિન્ન ભિન્ન રૂપથી અવયવીમાં ચિત્રરૂપ ઉત્પન્ન થાય છે તેની સંગતિ કરવા અર્થે બલાકામાં પાંચવણ સ્વીકારી શકાય નહિ. • વળી બલાકામાં પાંચવર્ણો નથી તે સ્વીકારવામાં પૂર્વપક્ષી અન્ય હેતુ બતાવે છે –
બલાકામાં વર્તતા શુક્લરૂપથી ઇતર એવા નીલાદિરૂપ વિદ્યમાન હોય તો નીલાદિરૂપના પણ પ્રત્યક્ષ થવાનો પ્રસંગ આવે. જેમ એક ઘટમાં અનેકરૂપો હોય છે તો તે અનેકરૂપોનું પ્રત્યક્ષ થાય છે અને બલાકામાં એક જ રૂપ અનુભવથી દેખાય છે માટે બલાકામાં પંચવર્ણપણું નથી. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
કોઈ પુરુષ શુક્લૉટ આરંભક પરમાણુરૂપ અવયવોને ગ્રહણ કરે અને તે પરમાણુનો તત્કાલ ઘટ ન બનાવે પરંતુ કંઈક વિલંબથી તે ઘટને બતાવવા માટે પ્રયત્ન કરે ત્યારે તે શુક્લ ઘટ આરંભક પરમાણુ જ કાલાન્તરમાં નીલાદિ ઘટના આરંભક બની જાય છે, કેમ કે બાદર સ્કંધોના અવયવો પડ્યા પડ્યા જ રૂપાન્તરને પામે છે. તેથી એ પ્રાપ્ત થાય કે તે શુક્લ ઘટના આરંભક બાદર અવયવરૂપ જે પરમાણુઓ હતા તેમાં પૂર્વે શુક્લરૂપ ઉદ્ભૂત હતું અને અન્યરૂપ અનુભૂત હતું અને કાલાન્તરમાં તે શુક્લરૂપ અનુભૂત થયું અને નીલાદિરૂપ ઉભૂત થયું તેથી નીલાદિ ઘટની નિષ્પત્તિ થઈ માટે નિયમથી બાદર સ્કંધોમાં પંચવર્ણપણાની વ્યવસ્થિતિ છે.
અહિં પૂર્વપક્ષી કહે કે શુક્લરૂપના આરંભક અવયવો શુક્લરૂપવાળા જ અવયવીને નિષ્પન્ન કરે છે તદ્ ઇતરના આરંભક નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
એ પ્રમાણે ન કહેવું; કેમ કે નિયત આરંભમતનો નિરાસ છે.
આશય એ છે કે શુક્લ તંતુમાંથી બનેલો પટ શુક્લ થાય છે તેટલા સામાન્ય અનુભવને સામે રાખીને કેટલાક માને છે કે જે અવયવમાં જે વર્ણ હોય તે વર્ણ જ તે અવયવથી નિષ્પન્ન થતા અવયવીમાં નિષ્પન્ન