________________
આમ અમારા સંકલપને સાકાર બનાવવા બદલ તેમજ તે સિવાય પણ અમારાં શ્રીસંઘને આરાધનામાં વધુ ને વધુ જોડવા માટે તેઓશ્રીની મળતી નિરંતર પ્રેરણા અને માર્ગદર્શન બદલ અમે સહુ વર્ધમાનતનિધિ આચાર્ય ભગવંતશ્રીના અત્યંત ઋણી છીએ. તેમજ તે તે ગ્રન્થને સુંદર ભાવાનુવાદ-સંપાદન વગેરે કરી આપનાર ઉપરોક્ત મહાત્માઓના પણ અમે ખૂબ ખૂબ ઋણી છીએ.
પ્રસ્તુત સામાચારીપ્રકરણ ગ્રન્થમાં સાધુ-સાધ્વીજી ભગવંતે એ પરિચિત અને સ્થિર કરવા ગ્ય દશવિધ સામાચારીનું નિરૂપણ છે અને આરા. વિરાટ ચતુભગી ગ્રંથમાં પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના એક સૂત્રનું વિવરણ છે જેમાં ભેગું બીજાની બ્રાન્ડમાન્યતાનું નિરાકરણ પણ છે આ બને ગ્રથો પૂર્વે વિ.સં. ૧૯૭૩માં શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર તરફથી ભેગા પ્રતાકારે છપાયા હતા. કુપદષ્ટાન્તવિશદીકરણપ્રકરણ ગ્રન્થમાં, જિનપૂજા અંગે જે કુપદષ્ટન્ત આપવામાં આવે છે તેનું અર્થઘટન કઈ રીતે કરવું તેની વિચારણા છે. આ ગ્રન્થ સંપૂર્ણપણે પૂર્વે ભારતીય પ્રાચ્ચતત્ત્વ પ્રકાશન સમિતિ અને યાભારતી જૈન પ્રકાશન સમિતિ તરફથી પુસ્તકાકારે પ્રકાશિત થયેલો છે. આ ત્રણેય ગ્રાને ગુજરભાવાનુવાદ સાથે અમારા શ્રી જ્ઞાનખાતામાંથી પુનઃ પ્રકાશિત કરતાં અમે અનેરો આનંદ અનુભવીએ છીએ. આ પ્રસ્તુતગ્રન્થના ભાવાનુવાદ-સંશોધન-સંપાદન વગેરેમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહાય કરનાર તમામ શુભેચ્છકેને તેમજ ગ્રન્થનું સુંદર મુદ્રણ કરી આપનાર બેલા ટાઈપ સેટીગ વર્કસના માલિક–સંચાલક-કંપોઝીટરો વગેરેને ધન્યવાદ પાઠવીએ છીએ. ભવિષ્યમાં પણ આવા ઉત્તમ ગ્રંથના પ્રકાશનને લાભ વારંવાર અમને મળતું રહે એ શુભેચ્છા.
શ્રી અંધેરી ગુજરાતી જન સંઘ
વતી હર્ષદ સંઘવી