________________
પ્રકાશકીય નિવેદન:
એક વિક્રમની ૧૭ મી સદીના ઉત્તરાર્ધ અને ૧૮ મી સદીના પૂર્વાર્ધના ઝળહળતી સિતારા ૮ પ્રભાવકેમાંના પ્રથમ પ્રાવચનિક પ્રભાવક છે. શ્રુતકેવલીભગવંતની કંઈક ઝાંખી કરાવનારા બ્રાહ્મણ પંડિત પાસેથી પણ ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યની માનવંતી પદવી પામનારા...
લઘુહરિભદ્ર બિરુદધારી મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાથી કેણ અજાણ છે? તેઓ શ્રીમદે આગમગ્ર, પ્રકરણ , યોગ વગેરેનું રહસ્ય પ્રકાશિત કરનારા અનેક ગ્રન્થો રચીને આપણા સહુ પર અજોડ ઉપકાર કર્યો છે. આપણું એ કમભાગ્ય છે કે તેઓ શ્રીમદ્દના ઘણું વ્ર માત્ર ૩૦૦ વર્ષના ટૂંકા ગાળામાં લુપ્તપ્રાયઃ થઈ ગયા છે. તેમ છતાં તેઓ શ્રીમદ્દન જે ગ્રન્થ આજે પણ વિદ્યામાન છે તે પણ સત્ય રાહ ચીધવામાં ઘણું ઉપકારક છે. તેઓશ્રીએ ટૂંકા જીવનકાળ દરમ્યાન ઘણું કાર્ય કરવાનું હોઈ સંક્ષિપ્ત વાકયમાં ઘણું ઘણું રહસ્ય ભરી દીધું છે. વળી એમાં ભેગી દુરુહ ન્યાયશૈલી ગૂંથાએલી છે. એમાં વળી જમાનાના પવને પોતાની અસર ફેલાવી છે. તેથી શ્રાવક-શ્રાવિકાવર્ગમાં તે લગભગ રહ્યું નથી જ, પણ સાધુ-સાધ્વીજી ભગ વતેમાં પણ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતના ગ્રન્થનું અધ્યયન-અધ્યાપન મંદ બની ગયું છે.
એકબાજુ આ પરિસ્થિતિ છે અને બીજી બાજુ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાની ૩૦૦ મી પુણ્યતિથિ આવે છે, તેથી વર્તમાન સંઘમાં ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથનું અધ્યયન-અધ્યાપન વધે અને તેઓશ્રીમદ્દ પ્રત્યે કૃતજ્ઞભાવ કંઈક અંશે પ્રકટ થાય એ દષ્ટિએ અમે તેઓશ્રીના પાંચ ગ્રન્થ ગુર્જર ભાવાનુવાદ સાથે પ્રકાશિત કરવાનો પવિત્ર સંક૯પ કર્યો. પણ આ સંકલ્પને સાકાર કરે સરળ નહોતો. વર્તમાન અનેક મહાભાઓમાંથી અમારી નજર વર્ધમાનતપોનિધિ ન્યાયશાસ્ત્રનિપુણમતિ સ્યાદ્વાદસિદ્ધાન્ત પ્રરૂપક પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પર ઠરી. તેઓશ્રી પાસેથી જ આ સંક૯પ સાકાર થવાની ઘણી શક્યતાઓ દેખાઈ. કારણ તેઓશ્રી સ્વયં અજોડ બહુશ્રુત વિદ્વાન છે અને તેઓશ્રીને કુશળતાપૂર્વકના અધ્યયન-અધ્યાપનના આયોજનના પ્રભાવે તેઓશ્રીના ઘણું શિખ્ય પણ સારા વિદ્વાન થએલા છે. અને ખરેખર ! તેઓશ્રીમદની અચિત્ય કૃપાથી અને પ્રેરણાથી અમારો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેઓ શ્રીમદની અનુજ્ઞા અને કૃપાદૃષ્ટિથી નીચે મુજબના ગ્રન્થ તયાર થઈ રહ્યા છે. U જ્ઞાનબિંદુ-(ભાવાનુ) પ. પૂ. જયસુંદર વિ. મ. સા. D ધર્મપરીક્ષા-(ભાવાનુ.) પ. પૂ. અભયશેખર વિ. મ. સા. T સામાચારી પ્રકo D અરાઇ વિરા૦ ચતુ' (ભાવાન) પ પ. અભયશેખર વિ. મ. સા. T કૂપદષ્ટાન્તવિશદીકરણપ્રકરણ
પ્રતિમાશતક (ભાવાનુપ. પૂ. અજિતશેખર વિ. મ. સા.