________________
પ્રાસ્તાવિકમ્
અનાદિકાળથી અનંતાનંત જીવો સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ પરિભ્રમણ દરમ્યાન, છો સુખ મેળવવા માટે નિરંતર ઉસુક હોઈ અનેક પ્રકારની જુદી જુદી પ્રવૃત્તિઓ કર્યા કરે છે. પણ મેહ રાજાએ જીવમાં એ વિપર્યાસ ઊભું કરી દીધો છે કે સુખ માટેની એની પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલતી હોવા છતાં એ દુઃખી ને દુઃખી જ થઈ રહ્યો છે. સુખનું તો જાણે કે નામનિશાન પણ દેખાતું નથી. એટલે કે એની આ પ્રવૃત્તિઓ-એના આ આચાર જ એને કર્મબંધાદિ કરાવવા દ્વારા દુઃખનું કારણ બની જાય છે. આ આચારોથી બંધાએલા કર્મો અને કુસંસ્કારો જ્યાં સુધી દૂર થતાં નથી ત્યાં સુધી જીવ પોતાના શુદ્ધ ચિદાનન્દમય સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી.
આ વિપરીત પ્રવૃત્તિઓ-મિથ્યા આચારો એટલા બધા અભ્યસ્ત થઈ ગયા હોય છે કે સાધુપણું લીધા પછી પણ જો સાવધાની રાખવામાં ન આવે, “મારે કેવા આચાર આચરવાનાં છે?” “અન્ય મહાત્માઓ વગેરે સાથે કેવી રીતે વત્તવાનું છે ? એને સ્પષ્ટ વિવેક શીખવામાં ન આવે તે એ અભ્યસ્ત આચારો દ્વારા મહરાજ પાછા જીવને રમાડી જાય છે. પોતાને શરણે આવેલા છે, આ રીતે પુનઃ મહરાજની ચુંગાલમાં ફસાઈ ન જાય એ માટે વિશ્વવત્સલ પરમકરુણાનિધાન તારક શ્રી જિનેશ્વરદેએ સાધુ-સાધવીઓને, તેઓને પાળવાના આચારોનું સ્પષ્ટ બંધારણ ઘડી આપ્યું છે. આ આચારોને સામાચારી કહે છે. આ આચારોનું ત્રણ ગ્રુપમાં વગીકરણ હોઈ સામાચારીના પણ ત્રણ પ્રકાર છે. (૧) એ સામાચારી, (૨) દશવિધ સામાચારી, અને (૩) પદવિભાગ (પદચ્છેદ) સામાચારી પ્રસ્તુત ગ્રન્થમાં આ ત્રણમાંથી દશવિધ સામાચારીનું નિરૂપણ છે. આ સામાચારીનું નિરૂપણ, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી આવશ્યકનિયુક્તિ શ્રી પંચાશકછ વગેરે શાસ્ત્રોમાં કરાયેલું છે. તેનું ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયમહારાજાએ પિતાની ન્યાયશેલીગર્ભિત કલમે ઉક્ત ગ્રન્થને અનુસરનારું અને તેમ છતાં મૌલિક એવું સ્પષ્ટ પ્રરૂપણ આ ગ્રન્થમાં કરેલું છે. જાણે કે તેઓ શ્રીમદ્દ પણ સૂચન કરી રહ્યા છે કે આ સામાચારીને એકાદ વાર સાંભળી લેવાથી, કે જાણી લેવાથી કે એકાદ બે વાર આચરી લેવાથી કામ સરી જતું નથી. એટલા માત્રથી અનાદિકાલીન તે મિથ્યાચારોના સંસ્કારે ભૂંસાઈ જતા નથી, પણ આ સામાચારીને વારંવાર સાંભળવાથી, સમજવાથી અને જીવનમાં આચરી આચરીને વારંવાર ઘૂંટવાથી એ સંસ્કારે ધીમે ધીમે ભૂંસાતા જાય છે, યાવત સર્વથા નષ્ટ થઈ જાય છે. આ સામાચારીને ઘૂંટીઘૂંટીને એવી સ્થિર કરવાની હોય છે કે જેથી અનુપગદશામાં પણ સદધુન્યાયે એનું પાલન થયા જ કરે.
સૌ પ્રથમ સામાચારી અંગે નયવિચારણા કરી છે. એમાં ગ્રન્થકારશ્રીએ પૂર્વાનુમૂવી અને પશ્ચાનુપૂવી એ વિશેષણોને અન્વય કરી દેખાડી નથી વિચારણું કરવા માટે એક સુંદર માર્ગદર્શન કર્યું છે. એ પછી ક્રમશઃ “ઈચ્છાકાર' વગેરે સામાચારીઓની પ્રરૂપણ કરી છે. દરેક સામાચારીની પ્રરૂપણામાં તે તે સામાચારીનું અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ વગેરે દોષોથી મુક્ત એવું લક્ષણ, તેને વિષય વગેરે દેખાડયાં છે. લક્ષણગત તે તે વિશેષણનું પદકૃત્ય કરી દેખાડેલું છે. તેમજ પ્રસંગે પ્રસંગે
પતિ પર સુંદર છણાવટ કરી રહસ્ય ખોલી દેખાડ્યું છે. જેમકે (૧) માત્ર ભાવથી પરિપૂર્ણ ફળ મળતું નથી. (૨) ખરંટણી પણ આવશ્યક છેઃ નિવૃત્તિના ઉત્સાહ માટે. (૩) અક્ષરાર્થના ઉપગપૂર્વક “મિચ્છામી દુક્કડમ' એવો પ્રયોગ કરવો એ વિહિત છે. (3) તહત્તિના ‘અવિક૯૫વિક૯૫” એવા વિભાગનું કારણ. (૫) આવરૂહીના સ્થાને નિસિહી કેમ નહીં ? (૬) ઉપાશ્રય પ્રવેશ