________________
૬૪
પ્રવચનસારાદ્વાર ભાગ–૨
કેમકે બીજા અર્થ પોતાના અભિધેય અથથી શૂન્ય છે. એમ આ નય વ્યુત્પત્તિ નિમિત્ત અસ્તિત્વથી ભૂષિતને જ તાત્ત્વિક શબ્દ કહે છે.
જે પાંચ ઈન્દ્રિય, ત્રણખલ વગેરે રૂપ દશ પ્રાણાને ધારણ કરે, તે નારક વગેરે રૂપ જ સંસારી પ્રાણી જ જીવ શબ્દ તરીકે કહેવાય. પણ સિદ્ધ ભગવંત નહીં, કારણ કે સૂત્રમાં કહેલા પ્રાણ ધારણરૂપ લક્ષણની વ્યુત્પત્તિથી રહિત હાવાથી, સિદ્ધ એ આત્મા વગેરે શબ્દથી જણાય છે.
તે આ પ્રમાણે ત્તિ એટલે નસ્કૃતિ જે સતત જ્ઞાન, દર્શીન, સુખ વગેરે તે તે પર્યાયાને પામી રહ્યા છે એવા આત્માદિ શબ્દની વ્યુત્પત્તિ ઘટે છે તેથી સિદ્ધો એ આત્મા કહેવાય છે. (૮૪૭)
હવે આ સાત નયાના પેટા ભેદોની સંખ્યા કહે છે.
raat य सयवो सत्त नयसया हवंति एवं तु । बीओविय आएसो पंचेव सया नयाणं तु ॥ ८४८ ॥
એકેક નયના સા સા ભેદ ગણતા સાત નયના સાતસેા ભેદો થાય. બીજા મતે નયના પાંચઞા ભેદ થાય છે.
મૂલભેદની અપેક્ષાએ નચેા ઉપરાક્ત રીતે સાત પ્રકારે છે. તે દરેકના પેટા ભેદો સા સા છે. તેથી તે સવ ભેદોના સરવાળા કરતા સાતસે નયના ભેદો થાય છે. આમાં બીજો પણ મત છે. ખીજા મતે પાંચસે ભેદ નયના થાય છે. તે આ પ્રમાણે
શબ્દ, સમભિરૂદ્ધ અને એવભૂત. આ ત્રણ નયા શબ્દ પ્રધાન હાવાથી ત્રણેના એક જ ભેદ ગણાતા મૂળ ના પાંચ જ થાય છે અને દરેકના સેા સેા. પેટા ભેદ ગણતા પાંચ નયાના પાંચસા ભેદ થાય છે.
ગાથામાં કહેલ વિ શબ્દથી છસેા, ચારસા, ખસે ભેદ પણ નયના જણાવ્યા છે. તેમાં છસે નય આ પ્રમાણે છે.
નૈગમમાં જે સામાન્ય ગ્રાહી છે, તેને સંગ્રહમાં અને વિશેષ ગ્રાહીના વ્યવહારમાં સમાવેશ કરતા મૂળનચેા છ થાય તે દરેકના સેા સેા ભેદ ગણતા છ નયના છસેા ભેદ થાય. સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એમ ચાર મૂળ નય માનીએ અને દરેકના સેા સેા ભેદ ગણતા પેટા ભેઢા ચારસા થાય.
નૈગમથી લઈ ઋજુસૂત્ર સુધીના ચારે નયે દ્રવ્યાસ્તિક દ્રવ્યપ્રધાન છે. અને શબ્દ વગેરે ત્રણ પર્યાય પ્રધાન હાવાથી પર્યાયાસ્તિક—એમ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ ભેદો ગણી તેના દરેકના સા–સા ભેદ ગણતા ખસા ભેદ થાય.
જેટલા વચનના માર્ગ એટલે ભેદો તેટલા નચે એમ ગણીએ ત। અસ ખ્યાત નયાના સ્વીકાર થાય છે. (૮૪૮)