________________
૧૨૫ વસ્ત્રગ્રહણુ વિધાન जन्न तयट्ठा कीय नेव वुयं नेवगहियमन्नेसि । आहड पामिच्चं चिय कप्पए साहुणो वत्थं ॥ ८४९ ॥
જે વસ્ત્ર સાધુ માટે ખરીદ્યુ ન હય, વણ્યું ન હોય, બીજા પાસે બળાત્કારે લીધું ન હોય, સામે લાવ્યા ન હોય, ઉધાર લાવ્યા ન હોય, આવું વસ્ત્ર સાધુને લેવુ ખપે.
વસ્ત્ર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવોના અવયમાંથી બનતા હોવાથી ત્રણ પ્રકારના વસ્ત્ર છે.
કપાસ વગેરેમાંથી બનતા સુતરાઉ કપડા એકેન્દ્રિય નિષ્પન્ન છે.
કેશેટા વગેરે વિકલેન્દ્રિયના અવયવમાંથી બનતા રેશમી વસ્ત્ર વિકલેન્દ્રિય નિષ્પન્ન છે. તે વસ્ત્ર કારણે જ સાધુથી લેવાય.
ઉન વગેરેના ગરમ વસ્ત્રો પંચેન્દ્રિયના અવયવમાંથી બનેલા હોય છે.
આ દરેકના (૧) યથાકૃત (૨) અલ્પ પરિકમ, અને (૩) બહુ પરિકર્મ એમ ત્રણ ત્રણ ભેદે છે.
(૧) તેમાં જે વસ્ત્ર પરિકમ એટલે સિવવા વગેરેના સંસ્કાર વગર સ્વાભાવિક મળે તે યથાકૃત કહેવાય.
(૨) જે વસ્ત્ર એકવાર ફાડીને સીવ્યું હોય તે અલ્પપરિક વસ્ત્ર કહેવાય. (૩) જે વસ્ત્ર ઘણી જગ્યાએ ફાડીને સીવ્યું હોય, તે બહુપરિકમે.
આમાં અલ્પપરિકર્મવાળું વસ્ત્ર બહુપરિકર્મવાળા વસ્ત્રની અપેક્ષાએ અલ્પ સંયમ વિરાધનાવાળુ હોવાથી તે અપેક્ષાએ શુદ્ધ છે. બંનેથી યથાકૃત વસ્ત્રો અતિશુદ્ધ છે. કેમકે જરાપણ સંયમવિરાધનારૂપ દોષોનો અભાવ છે. માટે વસ્ત્ર લેનારે પહેલા યથાકૃત વસ્ત્રો લેવા, તે ન મળે તે અ૯પપરિકર્મવાળા વસ્ત્ર છે, અને તે ન મળે તે બહુપરિકર્મવાળુ પણ વસ્ત્ર લે. આ બધાયે વ ગરછવાસિઓને ખપે [કલ્પ) એવા જ લેવા. તે આ પ્રમાણે
જે વસ્ત્ર સાધુ માટે ખરીદ્યું હોય, જે વસ્ત્ર સાધુ માટે વયું (તુચ્ચું) હોય, જે વસ્ત્ર સાધુને આપવા માટે છેકરા વગેરે ઈચ્છતા ન હોય; છતાં તેની પાસેથી તેનું વસ્ત્ર બળાત્કાર લઈને આપે, તે એવા પ્રકારનું વસ્ત્ર ન ગ્રહણ કરવું એ પ્રમાણેની અહીં વિચારણું છે.