________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
અભ્યાહત એટલે સામે લાવીને, અપ્રમત્ય એટલે ઉધાર બીજા પાસેથી લાવીને આપે તે વસ્ત્ર સાધુને ન ખપે. અભ્યાહત બે પ્રકારે છે.
સ્વગ્રામાભ્યાહત અને પરગ્રામાભ્યાહત. જે બીજા ગામ વગેરેથી સાધુને વહોરાવવા માટે વસ્ત્ર લાવે, તે પરપ્રામાભ્યાહત.
દુકાન વગેરેમાંથી સાધુને ન દેખાય તે રીતે સાધુ માટે ઘરે જે વસ્ત્ર લવાય તે સ્વગ્રામાભ્યાહત. આવું વસ્ત્ર સાધુને ન ખપે. પણ દુકાન વગેરેમાંથી સાધુ જઈ શકે એ રીતે વઅ ઘરે લાવીને સાધુને વહેરાવે છે તે ખપે.
અપ્રમિયક એટલે ઉધાર. બીજા પાસેથી ઉધાર લઈને જે આપે તે ન ખપે. પિડમાં જેમ દોષ લાગે છે, તેમ આમાં પણ દોષ લાગે છે. બીજુ વસ્ત્રમાં પણ વિધિકેટી અને અવિશેધિકેટી-એમ બે ભેદ દેષના જાણવા. જે વસ્ત્ર મૂળથી સાધુના માટે જ વધ્યું વગેરે કર્યું હોય, તે તે વસ્ત્ર અવિશાધિકેટીનું છે. જે વસ્ત્ર સાધુને આપવા માટે જોયું હોય, તે વિશાધિકટીનું છે.
જે વસ્ત્ર ખપે એવું લાગે, તે તેના બે છેડા પકડીને ચારે તરફથી વસ્ત્રને જેવું કેમ કે, તે વસ્ત્રમાં ગૃહસ્થનું મણિ વગેરે કે સુવર્ણ કે બીજુ રૂપિયા વગેરે બાંધેલું નથી તે ખ્યાલ આવે, અને જે એમ જણાયતો ગૃહસ્થને કહે કે આ વસ્ત્રને તમે બધી તરફથી જોઈ લે અને તે વસ્ત્ર જતા મણિ વગેરે જઈને લઈ લે બરાબર અને તેને મણિ વિગેરે ન દેખાય તે સાધુ પતે તે મણિ વગેરે બતાવીને કહે કે આ લઈ લે.
પ્રશ્ન :- ગૃહસ્થને મણિ વગેરે લઈ લેવાનું કહેવાથી અધિકરણ ન થાય?
ઉત્તર :- ગૃહસ્થને લેવાનું કહેવાથી અ૯પદોષ છે. અને ન કહેવાથી મહાન શાસનની અપભ્રાજના વગેરે થવા રૂપ દેષ છે. (૮૪૯)
હવે કેવું વસ્ત્ર મળે તે શુભ થાય અને કેવું વસ્ત્ર મળે તે અશુભ થાય તે કહે છે. अंजणखंजणकद्दमलित्ते, मृसगभक्खियअग्गिविदड्ढे । . उनिय कुट्टिय पज्जवलीढे, होइ विवागो सुहो असुहो वा ॥८५०॥ नवभागकए वत्थे चउरो कोणा य दुन्नि अंता य । दो कन्नावट्टीउ मज्झे वत्थस्स एकं तु ॥ ८५१ ॥ चत्तारि देवया भागा, दुवे भागा य माणुसा ।। आसुरा य दुवे भागा, एगो पुण जाण रक्खसो ॥८५२॥ देवेसु उत्तमो लाभो, माणुसेसु य मज्झिमो । आसुरेसु य गेलन, मरणं जाण रक्खसे ॥८५३॥