________________
६७
૧૨૫ વસ્ત્રગ્રહણ વિધાન
અંજન, ખંજન એટલે દીવાને મેલ, કાદવ વગેરે લાગેલ, ઉદરે ખાધેલ (કાતરેલ), આગથી બળેલ, તુણેલ, કાણું પડેલ, પર્યાયલી (થીગડું મારેલ) વસ્ત્રથી શુભાશુભ વિપાક થાય.
વસ્ત્રના નવ ભાગ આ પ્રમાણે કરે. ચાર ખૂણું, બે છેડા, બે કાનપટીયા અને એક વસ્ત્રને મધ્ય ભાગ–આ નવ ભાગમાં ચાર ખૂણા દેવ ભાગમાં છે, બે છેડા માનવ ભાગમાં, બે કાનપટીયા અસુર ભાગમાં અને વચ્ચેનો મધ્યભાગ રાક્ષસ ભાગમાં જાણવો.
વસ્ત્રમાં દેવભાગ હોય તે ઉત્તમ લાભ, માનવભાગમાં મધ્યમ લાભ, અસુર ભાગમાં ગ્લાનતા એટલે માંદગી, રાક્ષસ ભાગમાં મરણ થાય છે.
- સૌવિરાંજન અથવા તેલથી, કાજલ બનાવેલ અંજન, ખંજન એટલે દિવાને મેલ, કાદવ વગેરેથી ખરડાયેલ વસ્ત્ર, તથા ઉંદરોથી ખવાયેલ અને ઉપલક્ષણથી કંસારી વગેરે જીવાતે વડે ખાધેલ કે કતરાયેલ, આગથી વિશેષ બળેલ, તુણનારે પોતાની કળાની હાંશિરીયાથી તૂણેલ એટલે પડેલા કાણું વગેરેને પૂરેલ વસ્ત્ર, ધબી વડે કપડા પછાડતા પડેલ કાણાવાળું વસ્ત્ર તથા જૂના વગેરે પર્યાથી યુક્ત એટલે ઘણું જૂનું વસ્ત્ર થવાના કારણે ખરાબ રંગ વગેરે વાળું થયેલ વસ્ત્ર-આવા પ્રકારનું વસ્ત્ર લેવાથી શુભ કે અશુભ વિપાક રૂપ જે પરિગુમ થાય, તે કહે છે. તેની વિચારણા આ પ્રમાણે છે.
ગ્રહણ કરેલ વસ્ત્રના નવ ભાગ કરવા. તેમાં કેટલાક ભાગોમાં અંજન, ખંજન વગેરે હવાથી શુભફળ થાય અને કેટલાક ભાગોમાં ન હોવાથી અશુભ ફળ થાય છે. હવે તે ભાગે કહે છે.
વસ્ત્રના ક૯પનાવડે નવ ભાગો કરવા તે ભાગે આ પ્રમાણે જાણવા. વસ્ત્રના ચાર ખૂણા, બે છેડા જ્યાં દશી રહેલી હોય. બે કર્ણપટ્ટકા એટલે કાનપટ્ટીયા અને વસ્ત્રને વચ્ચેનો મધ્ય ભાગ.
ખૂણા
કર્ણપટીકા
ખૂણું
અસુર
દેવ
છેડા ,
મધ્ય ભાગ
છેડા
મનુષ્ય ?
રાક્ષસ
મનુષ્ય
ખૂણા
કણુપટીકા
ખૂણા
અસુર
આ વિભાગોના ક્રમસર સ્વામિ કહે છે. વસ્ત્રના ચાર ખૂણારૂપ ભાગો દેવ સંબંધિ