________________
૬૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ છે. બે દશીના છેડાવાળે ભાગ મનુષ્યના સ્વામિ સંબંધિ છે. બે કાનપટ્ટીયાનો ભાગ અસુર સંબંધિ છે. સર્વ મધ્યમભાગ રાક્ષસ સંબંધિ છે. એમ ક્રમસર નવ ભાગોના સ્વામિ જાણવા.
હવે આ નવભાગમાં અંજન વગેરે લાગેલ હોવાથી જે શુભ-અશુભ ફળ થાય, તે કહે છે. દેવ ભાગરૂપ ખૂણામાં જે અંજન વગેરે લાગેલ વસ્ત્ર હોય, તે તે લેવાથી સાધુઓને–વસ્ત્ર પાત્ર વગેરેને ઉત્તમ લાભ થાય.
મનુષ્ય સંબંધિ બે ભાગ રૂપ બે છેડે જે અંજન વગેરે લાગેલ વસ્ત્ર હોય, તે મધ્યમસરને લાભ થાય.
અસુર સંબંધિ ભાગ જે અંજન વગેરેથી દૂષિત હોય, તે તેવું વસ્ત્ર લેવાથી સાધુઓને માંદગી થાય.
રાક્ષસ સંબંધિ ભાગ જે અંજન વગેરેથી દૂષિત હોય, તે સાધુઓનું મરણ થાય એમ જાણવું. (૮૫૦–૮૫૩)
૧૨૬ પાંચ વ્યવહાર
आगम १ सुय २ आणा ३ धारणा ४ य जीए ५ य पंच क्वहारा । केवल १ मणो २ हि ३ चउदस ४ दस ५ नवपुयाइ ६ पढमोऽस्थ ॥८५४॥
આગમ, શ્રત, આજ્ઞા, ધારણું, જીત–આ પાંચ વ્યવહાર છે. એમાં પહેલે આગમવ્યવહાર કેવળજ્ઞાની, મન:પર્યાવજ્ઞાની, અવધિજ્ઞાની ચૌદપૂર્વી, દશપૂર્વી નવપૂવને હેય છે.
જીવ વગેરેને જેના વડે વ્યવહાર કરાય, તે વ્યવહાર અથવા વ્યવહાર કરે તે વ્યવહાર એટલે મેક્ષાભિલાષી જીવોની પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ જે ક્રિયા તે વ્યવહાર, તે વ્યવહારના કારણરૂપ જે જ્ઞાન વિશેષ પણ વ્યવહાર જ કહેવાય, તે પાંચ પ્રકાર આ પ્રમાણે છે.
(૧) આગમ એટલે જેના વડે પદાર્થો જાણી શકાય તે, (૨) શ્રત એટલે જે શ્રવણ કરાય અથવા સંભળાય તે (૩) આજ્ઞા એટલે જેની આજ્ઞા કે આદેશ કરાય તે, (૪) ધારણા એટલે જે ધારણ કરી રખાય તે, (૫) જીત એટલે જે છતાય તે. ૧ આગમવ્યવહાર ?
એમાં આગમવ્યવહાર છ પ્રકારે છે તે આ પ્રમાણે:- કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચાદપૂર્વી દશપૂર્વી, અને નવપૂર્વી. આ બધાયે આગમવ્યવહારી કહેવાય.