________________
૬૯
૧૨૬ પાંચ વ્યવહાર આમાં આલોચના કરનારને પ્રથમ કેવળજ્ઞાની મળે તે તેની પાસે જ આચના કરે, તે ન હોય, તે મન:પર્યવઝાની પાસે, તેના અભાવમાં અવધિજ્ઞાની પાસે, તેના અભાવમાં શૈદપૂર્વી, તેના અભાવે દશપૂર્વી અને તે પણ ન હોય તે નવપૂર્વી પાસે આલોચના કરે. (૮૫૪).
બધા કેવલી વગેરે આગમવ્યવહારીઓ પોતે જાતે શિષ્યના અતિચારોને જાણતા હોવાથી જાતે તે પ્રગટ કરી પ્રાયશ્ચિત્ત આપે છે કે બીજી રીતે આપે છે. તે કહે છે.
कहेहि सव्वं जो वुत्तो, जाणमाणोऽवि गृहइ । न तस्स दिति पच्छित्त, विति अन्नत्थ सोहय ॥८५५॥ न संभरे य जे दोसे, सब्भावा न य मायओ । पच्चक्खी साहए ते उ, माइणो उ न साहए १ ॥ ८५६ ॥
બધુ કહે-એમ કહેવા છતાં જે શિષ્ય) પિતે જાણતા હોવા છતાં અતિચારને છુપાવે તેને પ્રાયશ્ચિત્ત આપતા નથી. પણ બીજે અતિચાર શુદ્ધિ કરવાનું કહે.
જેને સ્વભાવિકપણે અતિચારે યાદ ન આવતા હોય અને માયાથી છૂપાવતે ન હોય તેને પ્રત્યક્ષજ્ઞાની ગુરુ યાદ કરાવે પણ માયાવીને યાદ ન કરાવે.
આગમવ્યવહારી ગુરુએ જે શિષ્યને કહ્યું હોય, કે બધાયે અતિચારે કહે છતાં પણ જે જાણતા હોવા છતાં માયાવીપણાથી પોતાના દેને છુપાવતો હોય, તે માયાવી ને આગમવ્યવહારીઓ પ્રાયશ્ચિત્ત ન આપે. પણ કહે કે બીજા પાસે જઈ પ્રાયશ્ચિત્ત લે. પણ જેને સ્વભાવિકપણે કેઈક દોષ યાદ ન આવે તે તેને તે દોષો પ્રત્યક્ષજ્ઞાની, આગમવ્યવહારી યાદ કરાવે પણ માયાવીને ન કહે. તે આ પ્રમાણે.
આગમ વ્યવહારી જે કેવળજ્ઞાન વગેરેના આધારે જાણતા હોય કે “આને યાદ કરાવવાથી શુદ્ધભાવવાળો હોવાથી વાતનો સારી રીતે સ્વીકાર કરશે તે યાદ કરાવે કે તારા અમુક અતિચાર આવવા ભૂલાઈ ગયા છે. માટે તેની પણ આચના કર” અને જે જાણે કે આ પ્રમાણે “આ કહેવા છતાં માયાવીપણથી અતિચારોને સારી રીતે સ્વીકારશે નહીં તે તે ન સ્વીકારનારને નિષ્ફળ હેવાના કારણે યાદ કરાવતા નથી. કારણ કે આગમવ્યવહારી ભગવંતે અમૂઢલક્ષી હોય છે.
આથી જ આલેચક આલેચના આપ્યા પછી સારી રીતે આવૃત્ત એટલે પાછો વળે છે એમ જાણીને તેને પ્રાયશ્ચિત્ત આપે. હવે જે આલેચક આલેચના પછી પ્રત્યાવૃત એટલે પાછો વળ્યો ન હોય તે પ્રાયશ્ચિત્ત ન આપે.