________________
૧૨૪ સાતનય
६३
જે જે શબ્દો ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ નિમિત્તક છે, તે તે શબ્દ ભિન્ન પદાર્થ સૂચક છે. જેમ ઘટ (ઘડા), પટ (વસ્ત્ર) શકટ (ગાડુ), વગેરે શબ્દો માટે ભિન્ન વ્યુત્પત્તિવાળા પર્યાયવાચી શબ્દ છે. જે વિચાર્યા વગર પર્યાય શબ્દને અમુક પ્રતીતિ બલના કારણે એક અર્થ જણાવવાપણું સ્વીકારે છે, તે અતિપ્રસંગ દેષના કારણે બરાબર નથી. કેમકે પ્રતીતિ અને યુક્તિથી રહિત પદાર્થોને અંગીકાર કરાય તે મંદ મંદ પ્રકાશમાં મોટી જગ્યામાં રહેલા શરીરવાળા જુદા જુદા લીંમડે, કદંબ, પીપળ, કેઠા વગેરે ઝાડની એક ઝાડના આકારને ધારણ કરવારૂપ પ્રતીતિ થાય છે. તે તે ઝાડેને એકરૂપે સ્વીકારવા જોઈએ પણ તે પ્રમાણે થતું નથી. પણ ભિન્ન ભિન્ન તેના સ્વરૂપને ગ્રહણ કરાવનાર વિરુદ્ધ પ્રત્યાયના આગ્રહથી બાધિત હોવાથી પૂર્વ પ્રતીતિથી અલગ પ્રકારે જ તેનું ગ્રહણ થાય છે. એ પ્રમાણે બીજા સ્થળોમાં પણ વિચારવું અને બીજુ તે
હે શબ્દનયા – જો તું પરસ્પર અર્થથી ભિન્ન હોવાના કારણે લિંગ અને વચનથી ભિન્ન શબ્દોને ભિન્ન અર્થે રૂપે વ્યવહાર કરે છે. તે પછી પર્યાયવાચી શબ્દોને ભિન્ન અર્થ રૂપે કેમ વ્યવહાર કરતા નથી? તેથી કરીને જ તેઓ પરસ્પર અર્થથી ભિન્ન હેવાના કારણે પર્યાયવાચી શબ્દો પણ એક અર્થ (પદાર્થ) વાચક થતા નથી.
(૭) એવંભૂત નય - એવં શબ્દ એટલે પ્રકાર, જે પ્રકારને જણાવનાર જે શબ્દ હોય તેના અર્થપ્રધાનતાને સ્વીકારનાર જે નય તે એવંભૂતનય. જે પ્રમાણે શબ્દની વ્યુત્પત્તિ થતી હોય, તે પ્રમાણે પદાર્થ જેમાં મળે, તે એવંભૂત શબ્દ કહેવાય તેને સમર્થન કરનારે નય પણ ઉપચારથી એવંભૂત કહેવાય. આ નય શબ્દનો અર્થ વડે વિશેષિત કરે છે એટલે શબ્દને અર્થના વશથી નિયતભાવમાં સારી રીતે સ્થાપે છે.
જેમ તે જ વાસ્તવિકપણે ઘડે છે કે જે ઘડાની ક્રિયા યુક્ત અર્થને જણાવતો હોય. તથા અર્થને શબ્દ વડે વિશેષિત કરે એટલે શબ્દના વશથી તે શબ્દ વડે જણાતા અર્થને નિયત ભાવમાં સારી રીતે સ્થાપે છે. જેમ ઘટ શબ્દ વડે જણાવનારી જે પ્રસિદ્ધ કિયા ઘટનાનું ઘર જે ઘટે તે ઘટ એવી વ્યુત્પત્તિવાળા અર્થની ભાવનાના બલથી સ્ત્રી વગેરેના મસ્તક પર ચઢેલા ઘડાને પાણી લાવવાની ક્રિયા યુક્ત હોય, તે ઘડે કહેવાય. પણ જગ્યા પૂરવારૂપ કિયાવાન હોય તે નહીં. તેથી જે અર્થ માં શબ્દની વ્યુત્પત્તિ થતી હેય, તે વ્યુત્પત્તિ નિમિત્તક અર્થ સ્વરૂપમાં હોય છે. તે જ સ્વરૂપમાં તે શબ્દને તે જ વખતે પ્રજવા ઈછે, બીજા વખતે નહીં.
સ્ત્રીના માથા પર રહેલ ઘડે જે વખતે પાણી લાવવાની વિશિષ્ટ ક્રિયા કરતે હોય, તે જ ઘડો “ઘટ’ શબ્દ વડે કહેવા યોગ્ય છે. બીજા ઘડા નહીં. કારણ કે ઘટ શબ્દની વ્યુત્પત્તિ નિમિત્તથી રહિત છે પટની જેમ. તથા ઘટ શબ્દ પણ વાસ્તવિક તે જ છે, કે જે ચેષ્ટાવાન અર્થ (પદાર્થ)નું પ્રતિપાદન કરતા હોય, બીજા અર્થનું નહીં.