________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ એમ એક વચન ગુણ શબ્દથી વાગ્યાથે જુદે. બહુવચન પુરવાથી વાચ્યાર્થ ભિન્ન છે. તેથી બહુવચનથી જે વાગ્યાથે છે તે એકવચન વડે ન બેલાય. એકવચનથી વાગ્યાથે બહુવચન વડે ન બેલાય. તથા પુલિંગ પદાર્થ નપુસકલિંગ વડે ન બેલી શકાય, તેમજ સ્ત્રીલિંગે પણ ન બોલાય. તેમ નપુંસક પદાર્થ પુલિંગ કે સ્ત્રીલિંગ વડે અને સ્ત્રીલિંગ પદાર્થ પુલિંગ કે નપુસકલિંગ વડે ન બોલી શકાય. કારણ કે અર્થની સાથે સંબંધ ન હોવાથી તેઓ અર્થથી જુદા છે. તેને પ્રયોગ આ પ્રમાણે છે. - જે પરસ્પર અર્થથી અસંબંધિત હોય, તેઓને ભિન્ન (પદાર્થ) અર્થ રૂપે
વ્યવહાર કરે જેમ ઘટ, પટ. કેમકે લિંગ વચનના ભેદથી ભિન્ન શબ્દને પરસ્પર અર્થથી સંબંધ નથી હોતું. જેમ ઈન્દ્ર, શક, પુરંદર વગેરે શબ્દોમાં સુરપતિ વગેરે લક્ષણે એક અભિન્નલિંગ વચનને આશ્રયી તે અભિન્નલિંગ વચનવાળા તે શબ્દોના અભિન્ન જ અર્થ એમ એકાઈ પણું છે.
૬. સમભિસ૮: નમઃ એકી સાથે, મોતિ વ્યુત્પત્તિ પ્રમાણે ચઢે, તે સમભિરૂઢ. શબ્દ વ્યવહારમાં એકી સાથે વ્યુત્પત્તિના નિમિત્તને પામીજે પ્રવૃતિ કરે તે સમભિરૂઢ.
આ નય પર્યાયવાચી શબ્દોમાં પણ ભિન્ન અર્થ માને છે. જેમકે ઘટનાનું ઘર એટલે જે ઘટે તે ઘટ-વિશિષ્ટ કેઈપણ જે ચે. જેમ જે ઘડો સ્ત્રીના મસ્તક પર ચઢવારૂપ ક્રિયાને પામ્યું હોય તે જ વાસ્તવિકપણે ઘડે કહેવાય અને ઉપચારથી તે ક્રિયાયુક્ત સાધનમાં જ “ઘડો” શબ્દ વપરાય.
એ પ્રમાણે કુટ શબ્દ (ધાતુ) કૌટિલ્ય એટલે કુટિલ-વકતા અર્થ માં છે આથી અહીં પૃથુ, બુદ્ધ, પેટ, ડોક, કાંઠલે વગેરે વક્ર આકારના કારણે ઘડો એ કુટ કહેવાય.
મ ધાતુ પૂરણ અર્થમાં છે. અને હું શબ્દ પૃથ્વી અર્થ માં છે એટલે “કુ' પર જે રહે અથવા પૃથ્વીની જગ્યા પૂરે તે કુંભ. એ પ્રમાણે બધાય પર્યાયવાચી શબ્દો જુદા જુદા રૂપે સ્વીકારે છે અને કહે છે કે બીજા શબ્દ વડે કહેવા યોગ્ય વસ્તુ દ્રવ્ય કે પર્યાય તે અન્ય શબ્દથી કહેવા યોગ્ય વસ્તુરૂપમાં પરિણમતું નથી.
પટ શબ્દથી વાચ્ચ જે પદાર્થ છે, તે ક્યારેય પણ ઘટ શબ્દ વાચ્ય પદાર્થરૂપે થતો હોય તેવું જણાતું નથી. અને જે અન્ય પદાર્થ રૂપે થાય, તે પદાર્થ સાંકર્ય (શંકર દેષ) નો દેષ આવશે. અને તે પ્રમાણે થવાથી આખા જગતમાં પ્રસિદ્ધ દરેક વિષય (પદાર્થ) ની નક્કી થયેલ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ વ્યવહારનો ઉચ્છેદ થશે. તેથી ઘટ વગેરે શબ્દોથી વાચ્ય પદાર્થો કુટ વગેરે શબ્દોથી વાર પદાર્થરૂપે પ્રાપ્ત ન થતા હોવાથી કુટાદિ શબ્દો ઘટ વગેરે પદાર્થને જણાવનારા નથી માટે પર્યાયવાચી શબ્દો અલગ અર્થ જણાવનારા છે. આ વાતને પ્રમાણથી સિદ્ધ કરે છે.