________________
૧૨૪ સાતનય
જે પારકી વસ્તુ તે વાસ્તવિકપણે અસત્ છે કારણ કે બીજાના ધનની જેમ પ્રજન વગરની હોવાથી. આ ઋજુસૂત્રનય વર્તમાન કાલિન પદાર્થને જ સ્વીકારે છે.
લિગવચન ભિન્ન હોય તે પણ એક રૂપે જ માને છે. એટલે તદા તટી, તાં આ ત્રણે લિંગને તે એકરૂપે જ માને છે.
એકવચન, કિવચન અને બહુવચન જેમકે ગુર: ગુદ ગુરવ એમ ત્રણે વચનને એકરૂપે જ માને છે. પર્યાયવાચી શબ્દ જેમકે ઝા ગામ માપ:- -૪ત્ર સ્ત્રી વગેરેને પણ એકરૂપે જ માને છે.
અને નામ, સ્થાપના, દ્રવ્ય ભાવ આ ચારે નિક્ષેપાઓને પણ એક માને છે.
૫. શબ્દનય -જેના વડે વસ્તુનું પ્રતિપાદન થાય તે શબ્દ. શબ્દનો જે વાગ્યે અર્થ એટલે પદાર્થ તેને જે નય વડે તાત્વિકરૂપે જાણી શકાય, બીજા વડે નહીં, તે નય ઉપચારથી શબ્દનય કહેવાય છે.
આ નયનું બીજુ નામ સાંપ્રત પણ છે. કારણ કે આ નય વર્તમાનકાલિન વસ્તુને જ સ્વીકારતું હોવાથી સાંપ્રત કહેવાય છે.
આ નય પણ ઋજુસૂત્રની જેમ વર્તમાનકાલિન જ વસ્તુને સ્વીકારે છે, પણ ભૂતકાલિન કે ભવિષ્યકાલિન વસ્તુને સ્વીકાર નથી અને વર્તમાનકાલિન પણ પારકા પદાર્થને સ્વીકારતા નથી.
ચારે નિક્ષેપ વિચારણામાં તો ફક્ત ભાવનિક્ષેપને જ માને છે. પણ નામ વગેરે નિક્ષેપોને નહીં અને નામ વગેરે નિક્ષેપોના ખંડન માટે પ્રમાણ પણ કહે છે.
ઘટકાર્યકારીપણાનો અભાવ હોવાથી નામ, સ્થાપના-દ્રવ્ય રૂપઘડી એ ઘડા નથી. ઘટરૂપ કાર્ય કરવાને અભાવ હોવાથી, જે ઘટનું કાર્ય ન કરી શકે તે ઘડો હેતો નથી. જેમ પટ એટલે વસ્ત્ર.
આ નામાદિ ઘડાઓ ઘટકાર્ય કરનારા ન હોવાથી ઘડા નથી. નામાદિ ઘડામાં ઘટવાને અભાવ છે. અહીં ઘટત્વનો અભાવ તેના લિંગ નહીં દેખાતા હોવાથી અને નામાદિ ઘડામાં ઘડાનું જે લિગ પૃથુ, બુધ, ઉદર વગેરે આકારરૂપ તથા પાણી ધારણ કરવારૂપ કાર્યની પ્રાપ્તિ થતી નથી. તે લિંગો ન મળતા હોવાથી તે નામ વગેરેમાં શી રીતે ઘટનો વ્યપદેશ અમે કરી શકીએ?
ઋજુસૂત્ર નયવાળાને નામ વગેરે ઘટ ઘટ રૂપે કહેતા પ્રત્યક્ષ વિરોધ થાય છે. કેમકે નામ વગેરે નિક્ષેપા પટની જેમ અઘટરૂપે પ્રત્યક્ષપણે દેખાય છે. બીજું આ નય લિંગ અને વચનના ભેદથી વસ્તુને ભેદ સ્વીકારે છે. જેમ રટી શબ્દથી વાચ્ય પદાર્થ જુદ છે. તરઃ પુલિગ શબ્દથી વાગ્યે પદાર્થ જુદો અને નપુસક તરં થી વાચ્ય પદાર્થ જુદે છે.