________________
૬૦
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
સત્તારૂપે છે. પરન્તુ વિશેષની વિચારણા કરતા ખીલેલા-અખીલેલા આકાશપુષ્પથી કંઈ કાર્ય થતુ નથી. હવે જો બીજો અભિન્ન પક્ષ માનીએ તે વિશેષો જ છે, સામાન્ય નથી. કેમકે વિશેષથી અભિન્ન હોવાના કારણે તે સામાન્ય વિશેષરૂપ જ છે. જે કહ્યુ` છે કે‘ભાવ સંપાદિંત સકલ સત્તારૂપે ‘સત્' પ્રત્યક્ષ છે. આથી તેને સાક્ષાત્કાર કરી શકાય છે.’ વગેરે તે પણ ખાળ પ્રલાપ છે. પ્રત્યક્ષ તે કહેવાય કે જે સંપાદિત સત્તાવાન હાય. જે ઉત્પન્ન થયેલ ‘સત્' રૂપ પ્રત્યક્ષના સાક્ષાત્કાર કરે અને જે પ્રત્યક્ષના સાક્ષાત્કાર થાય છે. તે ઘટપટ વગેરે રૂપ વિશેષના જ થાય છે. પણ સંગ્રહનય માન્ય સામાન્યના નહીં. ઘટપટ વગેરે રૂપ વિશેષ ભાવાત્મક હાવાથી અભાવરૂપે નથી. માટે અક્રિયાશક્તિ રહિત ન હેાવાથી વિશેષ નિર્દોષ છે. માટે પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી સિદ્ધ વિશેષ જ છે પણ સામાન્ય નથી. માટે સામાન્યના આગ્રહ છેાડી દેવા પણ વિશેષના આગ્રહ ન છેડવા. કારણ કે જે અક્રિયાકારી છે તે જ ખરેખર પરમાથી ‘સત્’ છે. ગાય દોહવા વગેરે ક્રિયાઓમાં ગત્વરૂપ સામાન્ય કામ નથી આવતું પણ ગાય વગેરે રૂપ વિશેષેા જ ઉપયેાગમાં આવે છે, માટે જ વિશેષ એ તાત્ત્વિક છે. સામાન્ય નહીં.
આ વ્યવહારનય લાકવ્યવહારમાં તત્પર છે. તેથી લાક જે માને તે આ નય પણ માને છે. ખાકીનું તા સત્' હેાય તે પણ ન માને, ભ્રમર વગેરેમાં વાસ્તવિકપણે પાંચે રંગા હાવા છતાં પણ લાકમાં કાળા રંગે સ્વીકારાય છે. કેમકે તે કાળા રંગ સ્પષ્ટરૂપે તેમાં વિશેષ જાય છે. તેથી આ વ્યવહારનય પણ લેાકાનુયાયી હોવાથી તે શ્યામ રંગને જ સ્વીકારે છે, પણ બીજા સફેદ વગેરે ર`ગેા હેાવા છતાં માનતા નથી.
૪. ઋજુસૂત્ર નય :-ઋજુ એટલે અતિ સરળ-કુટિલત! વગરનું, ભૂત-ભવિષ્ય કે પારકું એ વિચાર વિના-વર્તમાનકાલિન પોતાનુ" ગ્રહણ કરનાર-માનનાર તે ઋજુસૂત્ર. ઋજુશ્રુત એવે શબ્દ સંસ્કાર હોય તે તેમાં ઋજુ એટલે પૂર્વોક્ત વક્રથી વિપરીત સરળતા તરફનું જે શ્રુત એટલે જ્ઞાન જેમાં છે તે ઋજુશ્રુત. ખીજા જ્ઞાનના સ્વીકાર ન થતા હાવાથી ઋજુશ્રુત. તે આ પ્રમાણે
આ નય તેને જ પટ્ટા રૂપે માને છે કે જે પ્રત્યક્ષ વગેરે પ્રમાણેાથી સિદ્ધ હાય અને પેાતાના અ ક્રિયા કરવામાં સમથ હેાય તે પદાર્થ વમાનકાલિન જ છે. પરંતુ બીજા ભૂતકાળ સંબંધિ કે ભવિષ્યકાળ સંબંધી પદાર્થો નાશ પામેલ તેમજ પેાતાના સ્વરૂપને ન પામેલા હાવાથી તથા અક્રિયા કરવામાં સમર્થ ન હેાવાથી અને પ્રત્યક્ષાદિ પ્રમાણેા વડે જાણી ન શકાતા હેાવાથી પદ્મારૂપે નથી.
ભૂતકાળ કે ભવિષ્યકાળના આ વિદ્યમાન પદાર્થ માનીએ તૈા સસલાના શીંગડાને પણ પદાર્થ માનવાના પ્રસ‘ગ આવશે. માટે અક્રિયા કરવાના સામર્થ્ય રહિત અને પ્રમાણાથી અસિદ્ધ હાવાના કારણે ભૂતકાલિન કે ભવિષ્યકાલિન પટ્ટા એ પદાર્થ નથી.