________________
આરખી મ"ડન શ્રી દેવાધિદેવવાસુપૂજયસ્વામિ-મહાવીર સ્વામિજિનેન્યે નમઃ પૂજ્યપાદ સદ્ગુરુદેવ શ્રીમદ્ વિજયભદ્ર-કારસૂરીશ્વરેન્યેા નમઃ એક મઝાની યાત્રા....
ભીગા ભીગા ટ્રેક પર
ભીગા ભીગા માર્ગ ને એ ઉપર ભીની ભીની આપણી શબ્દયાત્રા. આ યાત્રા વધુ મઝાની ત્યારે થઈ જાય છે જ્યારે મહાન શબ્દ સ્વામી ચારિત્ર્યપૂત આચાર્ય પ્રવરાની આંગળી પકડીને ચાલવાનું હાય ! છે એક સુખદ અનુભૂતિ.
?
નેમિચન્દ્રીય અને સિદ્ધસેનીય આંગળીએ પકડીને પ્રવચન સારોદ્વાર 'ના ભીગ ભીગા ટ્રેક પર ચાલવાની કેવી મઆ! માર્ગ ખૂબ ભીના છે. આચાય પ્રવરાની જિનાજ્ઞા પ્રત્યેની ભીતરી ભીનાશ અહીં શબ્દો પર લાગી ચૂકી છે. અહાભાવની ભીનાશ... અશબ્દની ભીનાશ.
આવા મહાન કૃતિકારોના શબ્દોની પાછળ એ મહાન આચાય પ્રવરાની સાધનાનું સશક્ત ખળ પડેલું હેાય છે. સંત દરિયાએ મઝાની વાત કહી છે, પહેલાના કાળમાં દુશ્મન રાજાની રાજધાનીમાં પ્રવેશવા માટે કિલ્લાને દરવાજો તેાડવે પડતા. હાથી પેાતાના દતૂશળને દરવાજા જોડે ભરાવે છે, જોર લગાવે છે અને કડડડ કરતા દરવાજો તૂટી જાય છે. દરિયા અહીં મઝાના વ્યંગ મૂકે છે : દાંત ગ્રહે હસ્તિ ખિના, પેાલ ન તૂટે કાય...” કાઈ માણુસ હાથી દાંત લઈ દરવાજાને ટચ કરે તેા કરવાને તૂટી પડે ખરા ? દાંતની પાછળ હાથીની તાકાત જોઈએ.
આજ રીતે શબ્દોની પાછા આચાર્ય પ્રવાની શક્તિ હાય છે. અનુભવથી ભીગ ભીગા એ શબ્દો રચયિતાઓની સમગ્ર સાધનાનું પ્રતિમ્બિ પાડે છે.
જો કે આ ભીનાશને માણવા માટેની પણ એક વિધિ છે. જે વિધિ હસ્તગત ન થાય તે આવા ભીગા ટ્રેક પર ચાલવા છતાં યાત્રી ભીગે ન બને, રેઈનકાટ ઉતારી નાખવા પડે. આવરણા તમામ દૂર કરવા પડે. પછી ભીંજાવાની મઝા આવે.
પેલા ભીનાશના તાળાને ખેાલવા તમારી પાસે અહાભાવની ચાવી જોઈશે. અહાભાવની માસ્ટરકીથી પેલા તાળાને ખેાલે છે અને ભીનાશના રાજમહેલમાં પ્રવેશ