________________
ના સંપાદકીય છે જગત-જીવ અને કર્મની આ અનાદિ ત્રિપુટીનાં જ્ઞાન માટે આપણે સંસારનાં સ્વરૂપને જાણવું પડશે.
સંસારમાં રહેલા પદાર્થો-દ્રવ્યને વિચાર કરે પડશે. એ બધું શું છે? તે જાણવા માટે જ જ્ઞાનીભગવંતએ આગમાંથી પ્રકરણરૂપે પદાર્થોને બતાવ્યા. તેમાં જુદા-જુદા પ્રકરણકારોનાં ઉપકારેની સ્મૃતિની સાથે-સાથ “પ્રવચન-સાદાર કર્તા શ્રી નેમિચંદ્રસુરીશ્વરજી મ. સા. તથા ટીકાકાર શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજી મ. સા. ની સ્મૃતિ પણ થયા વિના નથી રહેતી. તે પૂજીએ જેનદષ્ટિએ ત્રણ લેકકાળ-દ્રવ્ય-ગુણ-પર્યાય વિગેરેની છણાવટ કરતા, આગમ પાઠો-સાક્ષી પાઠોથી ભરપૂર, ૨૭૬ દ્વારે દ્વારા એકદમ રસદાર એવા ગ્રંથની રચના કરીને આપણું ઉપર અનહદ ઉપકાર કર્યો છે.
એ ગ્રંથના પદાર્થો, અલ્પ અભ્યાસવાળા મુમુક્ષુ આત્માએ પણ સારી રીતે સમજી શકે તે માટે પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયસ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજશ્રી અમિતયશવિજયજી મહારાજે ખુબ જ મહેનત લઈને ભાષાંતર કર્યું. તે લખાણે અંગે તથા ભાષાંતરને સરલ તથા સુવ્યવસ્થિત કરવા મુનિરાજ શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજે મારા લઘુગુરુ ભ્રાતા મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજને વાત કરી અને મુનિશ્રીએ મને વાત કરી કે, “આપ આ કાર્ય સંભાળે, એ રીતે અમારે પણ સ્વાધ્યાય થશે.”
અને મારી તબીયતની અસ્વસ્થતામાં પણ દેવ-ગુરુ-ધર્મનાં પસાયે તથા અનેક મહાત્માઓનાં સહયેગથી ટૂંક સમયમાં બે ભાગોમાં આ ગ્રંથનું સંકલન-સંપાદન કરવા બડભાગી બની શકાયું.
તેમાં આ ગ્રંથને પ્રકાશિત કરવામાં શ્રી જગદગુરુ હરસૂરિજી સંઘને આર્થિક સહકાર તથા શ્રાદ્ધવર્ય શ્રી હીંમતભાઈને લાગણીભર્યો સહકાર મળતાં આ ગ્રંથનું પ્રકાશન શક્ય બન્યું.
વિશેષમાં આ દ્વારને–૯ વિભાગમાં ગોઠવી શકાય તે માટે જુદી અનુક્રમણિકા કરી છે.
આ ગ્રંથ અનેક મહાત્માઓનાં સાથ-સહકારથી ઝાઝા હાથ રળીયામણાનાં ન્યાયે તૈયાર થયેલ છે. જેના અભ્યાસ દ્વારા આપણે સૌ જગતનાં પદાર્થોની હેય-ય-ઉપાદેયતાને સમજીને જીવનમાં ઉતારીને પરમ પદની પ્રાપ્તિના સદ્દભાગી બનીએ એજ એકની એક અભિલાષા
પં. વજનવિજય. શ્રી શાંતિનાથ જૈન દેરાસર
પોરબંદર,