________________
આ આગમ શરૂઆતમાં ૮૪ હતા. જેમના નામે નંદિસૂત્રમાં તેમજ પખિસૂત્રમાં આવે છે. તેમાંથી પણ ઘણા આગમને નાશ થતાં થતાં વર્તમાનકાળમાં ૪૫ આગમે ઉપલબ્ધ થાય છે. જે આગ પર પણ પૂર્વ આચાર્યોએ નિર્યુક્તિ ચૂર્ણ, ભાષ્ય, ટીકા, અવસૂરિ વગેરે ઘણું ઘણું સાહિત્ય રચ્યું, જે વર્તમાનમાં પ્રાપ્ત થાય છે. આ બધું ય. સાહિત્ય મહામેધાવી સાધુ ભગવંતે દ્વારા ગમ્ય હેવાના કારણે આના જ આધાર ઉપર પૂર્વાચાર્યોએ મંદબુદ્ધિવાળા છ માટે અનેક પ્રકરણે, સંગ્રહણીઓ, ગ્રંથની રચના કરી. જે ગ્રંથ દ્વારા મંદબુદ્ધિવાળા છ આગમના રહસ્ય જાણી શકે.
એમાં આજથી લગભગ ૮૦૦ વર્ષ પહેલાં પૂ. નેમિચંદ્રસૂરિજી મ. સા.એ અનેક આગમોના સારરૂપ વિવિધ પદાર્થોથી ભરપૂર આગમ તુલ્ય એવા “પ્રવચન સારોદ્ધાર” નામના ગ્રંથની રચના કરી. જેમાં ચારે અનુગોનો વિષય સમાવ્યું છે. જેનો અભ્યાસ કરવા દ્વારા આગમ સાહિત્યના અભ્યાસમાં જેને સારી સુગમતા રહે છે. જે ગ્રંથ પર પૂ. સિદ્ધસેનસૂરિજી મ. સા. એ વિસ્તૃત સુંદર ટીકા રચી છે. જે ગ્રંથના રહસ્યને પામવામાં ઘણી સહાયક બને છે.
સં. ૨૦૪૪ ની સાલમાં, અમદાવાદમાં પૂ. મુનિચંદ્રવિજયજી મ. સા. મળ્યા હતા, તેઓએ પ્રસંગનુસારે આ પ્રવચન સારોદ્ધાર ગ્રંથને ભાવાર્થ ગુજરાતીમાં લખવાનું સૂચન કર્યું. એ પછી ગુરુભગવંતની આજ્ઞા મળતા આ ગ્રંથને અનુવાદ લખવાની શરૂઆત કરી અને તે અરિહંતદેવની તેમજ પ. પૂ. પરમગુરુદેવશ્રી વિજયવકમસુરીશ્વરજી મ. સા. તથા પૂ. ગુરુદેવશ્રી વિજયસ્થૂલભદ્રસૂરીશ્વરજીની કૃપાથી પૂર્ણ થઈ અને જેમાં પ્રેરક બન્યા. પ. પૂ. મુનિવર્ય શ્રી મુનિચંદ્ર વિ. મ. સા. અને ૫. પૂ. પંન્યાસપ્રવરશ્રી વસેનવિજયજી મ. સા. એ ગ્રંથનું સંશોધન સંપાદન કાર્ય કર્યું અને આ ગ્રંથના છાપકામની સંપૂર્ણ જવાબદારી ઉપાડી ગ્રંથને સુંદર બનાવ્યું છે. સાદવજી મ. શ્રી સુભદ્રાશ્રીજી ના નિશ્રાવર્તી અનેક સાધ્વીજી મહારાજે આ ગ્રંથની પ્રથમ પ્રેસ કેપી કરી આપીને શ્રુતભક્તિને સુંદર લાભ લીધે છે.
આ પ્રમાણે આ ગ્રંથના પ્રકાશનમાં સહાયક બનનારા સર્વે પૂજને હું ઋણી છું. આ ગ્રંથના ભાષાંતરમાં જિનાજ્ઞા વિરુદ્ધ જે કંઈ લખાયું હોય તે બદલ મિચ્છામિ દુક્કડમ માંગું છું. આ ગ્રંથના અભ્યાસ, વાંચન, મનન દ્વારા સર્વ જી પરમપદ પામે એ જ મનેકામના.
ગાંધીનગર-બેંગ્લોર
શ્રા. સુ. ૫.
–પ. પૂ. ગુરુદેવશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ. સા.
નો શિષ્ય મુનિ અમિતયશ વિ.