________________
આત્મ-કમલ-લબ્ધિ-વિકમ-સ્થૂલભદ્રસૂરીશ્વરજી સદગુરુ નમ:
જ અનુવાદકીય તક લૌકિક વ્યવહારમાં પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન–એ ચાર પ્રમાણે પ્રસિદ્ધ છે. એ ચાર પ્રમાણથી (કોઈપણ પદાર્થને નિર્ણય મળે). નિર્ણિત વસ્તુ જ બુદ્ધિમાન વર્ગમાં માન્ય થાય છે - પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા નિર્ણિત પદાર્થ પ્રત્યક્ષ પ્રમાણ માન્ય કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુ, વ્યાપ્તિ વગેરે દ્વારા નિર્ણિત પદાર્થ અનુમાન પ્રમાણ માન્ય કહેવાય છે. આસ પુરૂષોના વાસ દ્વારા નિર્ણિત પદાર્થ આગમ પ્રમાણિત કહેવાય છે અને સશ પદાર્થ દ્વારા જે પદાર્થ નિતિ થાય, તે ઉપસ્નાન પ્રમાણુવાન ગણાય છે.
આ ચારે પ્રમાણમાં આગમ પ્રમાણ અગમ્યઅદ્રિય પદાર્થના નિર્ણય માટે ખૂબ જ ઉપયોગી છે. તે આગમ પ્રમાણુ આ પુરૂષના વચનરૂપ છે. આત એટલે વિશ્વસનીય પુરૂષ. જેના વચન પરસ્પર વિસંવાદિતા, વિસંગતિ વગરના હેય છે. જહાં સુધી આત્મા સર્વજ્ઞ બનતો નથી, ત્યાં સુધી તે આત્મામાં રાગ-દ્વેષની પરિણતી રહે છે અને તે રાગશ્રેષની પરિણતિ હેવાના કારણે તે આત્માના વચનમાં વિસંવાદિતા-વિસંગતિ કે અન્યાય થવાનો સંભવ રહે છે. માટે જ અરિહતે જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી પ્રાય કરી મૌન રહે છે. સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી જ દેશના આપે છે. ગણધરની સ્થાપન કરી ત્રિપદી દ્વારા પ્રવચન દ્વાદશાંગી રૂપ તીર્થની સ્થાપના કરે છે.
- દ્વાદશાંગીના કરેક સૂત્રમાંથી દ્રવ્યાનુયેગ, ચરકરણાનુયોગ, ગણિતાનુગ અને ધર્મકથાનુગ રૂપ ચાર-ચાર અર્થ નીકળે છે. આ ચાર-ચાર અનુગ-- અર્થ મય દ્વાદશાંગી પૂ. આર્યશક્ષિતસૂરિજી મ. સુધી એકધારી ચાલી આવી. ત્યારબાદ સાધુઓની ધારણશક્તિ ઓછી થવાના કારણે આર્ય રક્ષિતસૂરિજી મહારાજે ચાર અનુયાગમય આગ કરીને બીજા અર્થ ભંડારી દીધા. વચમાં વચમાં બાર-બાર વર્ષના દુકાળ પડવાના કારણે પણ સૂત્રોના, અર્યાદિના પઠન-પાઠન ન થવાના કારણે સાધુઓને ઘણા પાઠ વિસ્મૃત થઈ ગયા.
આખરે વીર નિર્વાણ સં. ૧૦૦૦માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજી મ. સા. એ વલભીપુરમાં સાધુ સંમેલન કરી ૫૦૦ આચાર્યોને એકઠા કરી આગમ વાંચના કરવા દ્વારા, દિવી સહાય દ્વારા જયાં પાઠ ભેદ થયા ત્યાં બધા પાઠો નોંધી “તત્વ કેવલિગમ્યું' કરી
બધા આમ લખાવ્યા.