________________
નરકવેદના (ભા. ૨ પૃ. ૨૨૩) નું સ્વરૂપ વાંચી હૃદય કંપી ઊઠે છે. હઠ પરથી સરી પડે છે ભક્તિયેગાચાર્ય વીરવિજયજી મહારાજની પંક્તિઓ : “શે વશ સુખમાં સ્વામી ન સાંભર્યો રે, તેણે હું રઝળે કાળ અનંત
નરકવેદનાની આ વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલ મૃગાપુત્ર ચરિત્ર સુધીની માનસિક સફર આપણને કરાવે છે. માતા-પિતા પાસે દીક્ષાની અનુમતિ માગતા મૃગાપુત્રજી નરકની વેદનાનું કેવું સજીવ વર્ણન આપે છે!
અને માતા-પિતાની અનુમતિ મળતાં જ મૃગાપુત્ર કેવી રીતે પ્રભુના માર્ગે નીકળી પડે છે ! સૂત્રકાર મહર્ષિ લખે છે, “રણુય વ પડે લગ્ન નિધુણિત્તાણ નિગ્નએ.” કપડાં પરની ધૂળ ખંખેરીને કેઈ નીકળે તેમ મૃગાપુત્ર સંસારને ખંખેરીને ચાલી નીકળ્યા.
ભીનાશની આંખે જોવાયેલ આ પિન નરકવેદનાને આપણા માટે અતીતની ઘટના બનાવી મૂકે છે.
દશ પ્રાયશ્ચિત્ત (ભા. ૨, પૃ. ૧) નું સ્વરૂપ વાંચતા અશ્રુબિન્દુઓને ચુવાક થશે. વિરાધનાની વેદના તીવ્રરૂપે ક્યારે મળે ?
સાત નયનું સ્વરૂપ વાંચતાં (ભા. ૨. પૃ. ૬) પ્રભુ શાસનની વિશાળતાને બોધ થાય છે. દર્શનાચાર્ય અને ભક્તિયેગાચાર્ય પૂજ્યપાદ સિદ્ધસેનસૂરિ મહારાજાનું સન્મતિ પ્રકરણનું અતિમ મંગળ યાદ આવે છે: “ભદ્રં મિચ્છાદંસણસમૂહ મયમ્સ અમયસારસ જિણમયસ” મિથ્યાદર્શનના સમૂહરૂપ, અમૃતમય જિનશાસનને પ્રકૃતિ.
અહોભાવથી ભીગી ભીગા બની “ પ્રવચન સારોદ્ધારની યાત્રાએ નીકળીએ..
આરખી (વાયા ડીસા) તા. ૬-૮-૯૩
-યશોવિજયસૂરિ