________________
૧૧૨. શય્યાતરપિંડ
૩૫ સે હજાર એટલે લાખ રૂપિયા પ્રમાણ મૂલ્યવાળું વસ્ત્ર ઉત્કૃષ્ટ મૂલ્યયુક્ત વસ્ત્ર કહેવાય.
બાકીનું જઘન્ય, ઉત્કૃષ્ટ વચ્ચેનું મધ્યમ મૂલ્ય વસ્ત્ર કહેવાય.
આ ત્રણે મૂલ્યવાળું વસ્ત્ર સાધુને લેવું ન કપે પરંતુ આમાંથી અઢાર ૧૮ રૂપિયા પ્રમાણવાળા મૂલ્યથી ન્યૂન મૂલ્યવાળું વસ્ત્ર ખપે. પંચકલ્પ બૃહદ્દભાષ્યમાં કહ્યું છે કે,
અઢાર રૂપિયાથી ન્યૂન મૂલ્યવાળા વસ્ત્રગ્રહણની અનુજ્ઞા સાધુને મલી છે. એ સિવાયના વસની સાધુને અનુજ્ઞા નથી. (૭૯૭) રૂપિયાનું પ્રમાણ:
दो साभरगा दीविच्चगा उ सो उत्तरावहो एक्को । दो उत्तरावहा पुण पाडलिपुत्तो हवइ एको ॥७९८॥ दो दक्षिणावहा वा कंचीए नेलओ स दुग्गुणो उ । एक्को कुसुमनगरओ तेण पमाणं इमं होइ ॥७९९॥
“સાભરકે એટલે રૂપિ. જે દ્વીપ સ્થાન સંબંધી બે રૂપિયા વડે ઉત્તરાપથને એક રૂપિયે થાય છે, તે સાભરક કહેવાય છે.
સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) મંડળમાં દક્ષિણ દિશામાં એક જન પ્રમાણ દરિયામાં ગયા પછી જે દ્વીપ આવે છે તે અહીં ગ્રહણ કરવું. ઉત્તરપથના બે રૂપિયા વડે પાટલીપુત્ર નગર સંબંધી એક રૂપિયે થાય છે. આ રૂપિયા વડે વસ્ત્રનું મૂલ્ય કરવું. (૭૯૮)
હવે બીજી રીતે રૂપિયાનું સ્વરૂપ કહે છે. દક્ષિણાપથના બે રૂપિયા મળવાથી કાંચી નગરનો એક નેલક રૂપિયે થાય છે. તે નેક રૂપિયાને ડમ્બલ કરવાથી કુસુમનગર એટલે પાટલીપુત્રનો એક રૂપિયે થાય છે તે રૂપિયાવડે અઢાર રૂપિયા વગેરે મૂલ્ય પ્રમાણ જાણવું. (૭૯)
૧૧૨ શય્યાતરપિંડ सेज्जायरो पहू वा पहुसंदिट्ठो य होइ कायव्यो । एगो णेगे य पहू पहुसंदिद्वेवि एमेव ॥८००॥ सागारियसंदिढे एगमणेगे चउकभयणा उ । एगमणेगा वज्जा णेगेसु य ठावए एगं ॥८०१॥
શચ્યા એટલે સાધુને રહેવા માટે ઘર વિગેરે સ્થાન, તે શય્યા આપીને હુસ્તર એવા સંસાર સાગરને જે તરી જાય તે શય્યાતર. તે શય્યાતર બે પ્રકારે કરાય છે. (૧) પ્રભુ