________________
૩૪
પ્રવચન-સારોદ્ધાર હાથ, પગ, કાન, નાક, હોઠ વગરના, વામનક, વડભ, કુબજ= કુબડા, પંગુ, દૂઠા અને કાણું હોય તે દીક્ષાને અયોગ્ય છે.
દીક્ષા લીધા પછી જે વિકલાંગ થાય તો આચાર્યપદ તેમને ન અપાય. આચાય જે વિકલાંગ થાય, તે તેમની જગ્યાએ શિષ્યને સ્થાપે અને આચાર્ય કાણુગ મહિષની જેમ ગુપ્ત સ્થાનમાં રહે,
બે હાથ, બે પગ, બે કાન, નાક, હઠ રહિત હોય તથા વામન એટલે હાથપગ વગેરે અવયવ હીન હોય એટલે પ્રમાણ કરતાં ટૂંકા હોય. વડભ એટલે પાછળ અથવા આગળ શરીરને ભાગ-ખૂધ નીકળેલ હોય. એક પડખાં વગરનો હોય તે કુજ્જ કહેવાય. ચાલવાની શક્તિ વગરના હોય તે પંગુ કહેવાય. હાથ વગરના હોય તે કુંટાહૂંઠા કહેવાય. કાણું એટલે એક આંખવાળા હોય તે, આ બધાય શાસનની નિંદા વગેરે દેષના કારણરૂપ હોવાથી દીક્ષાને અગ્ય છે.
હવે દીક્ષા લીધા પછી, જેઓ વિકલાંગ થાય, તો શું કરે તે કહે છે. સાધુપણું લીધા પછી જેને આંખ વગેરે ફૂટી જવાથી વિકલાંગ થાય, તે તે આચાર્ય ગુણોથી યુક્ત હોય, તે પણ આચાર્ય પદવી પ્રવચન હીલનાના કારણે ન અપાય.
આચાર્ય પદવી લીધા પછી વિકલાંગ થાય, તે તેમને આચાર્ય પદવી રાખવી ન ખપે. પરંતુ તે વિકલાંગ આચાર્ય જાતે જ પિતાના પદે આકૃતિ વગેરે ગુણોના સમૂહથી પ્રશસ્ય શિષ્યને આચાર્યપદે સ્થાપે અને પોતે ગુપ્ત સ્થાનમાં કાણુક મહિષની જેમ રહે.
કાણુક એટલે ચોરાયેલ (ચારેલ) કહેવાય છે. જેમ રેલ પાડાને કેઈ ન જોઈ જાય તે માટે ગામ કે નગરની બહાર નીચા પ્રદેશમાં અથવા અતિગુપ્ત સ્થાનમાં રાખે કે અતિ ગહન વનમાં રાખે. તેમ વિકલાંગ આચાર્ય પણ અતિગુપ્ત સ્થાનમાં રહે. ન રહે તે પ્રવચન હીલનાને પ્રસંગ, જિનઆજ્ઞાભંગને દેષ થાય. એ આચાર્યનું જે કંઈ પણ કામકાજ હોય તે બધું સ્થવિરે કરે. (૭૯૬)
૧૧૧ કેટલા મૂલ્યવાળું વસ્ત્ર સાધુને કપે मुल्लजुयं पुण तिविहं जहन्नयं मज्झिमं च उक्कोसं । जहन्नेणऽद्वारसंग सयसाहस्सं च उक्कोसं ॥७९७॥ મૂલ્યવાળું વસ્ત્ર ત્રણ પ્રકારે છે. (૧) જઘન્ય, (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ.
૧. તેમાં જઘન્યમૂલ્ય અઢાર (૧૮) રૂપિયા જેવું હોય તે વસ્ત્ર. તે જઘન્યમૂલ્યચુક્ત વસ્ત્ર કહેવાય.