________________
પ્રવચન-સારોદ્ધાર
એટલે સાધુને રહેવા માટે આપેલ ઉપાશ્રયનો માલિક. અથવા (૨) પ્રભુસંદિષ્ટ એટલે મકાનમાલિક વડે પ્રમાણુરૂપે નિર્દેશ કરાયેલ વ્યક્તિ છે. આમાં પ્રભુ એટલે મકાન માલિક એક પણ હોય,અનેક પણ હોય. એ પ્રમાણે પ્રભુ સંદિષ્ટ પણ એક હોય કે અનેક પણ હોય.
સાગરિક એટલે સાધુને આપેલ ઉપાશ્રયનો માલિક અને ઉપાશ્રયના માલિકે નિર્દેશ એટલે પ્રમાણરૂપે કરેલ શય્યાતરે તે પ્રભુસંદિષ્ટ કહેવાય, તે એક પણ હોય અથવા અનેક પણ હેય. તેથી તેની ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે. (૧) એક પ્રભુ અને એક પ્રભુસંદિષ્ટ, (૨) એક પ્રભુ અને અનેક પ્રભુસંદિષ્ટ, (૩) અનેક પ્રભુ એક પ્રભુસંદિષ્ટ, (૪) અનેક પ્રભુ અનેક પ્રભુસદિષ્ટ. તે ચારભાગાના શય્યાતરે એક હોય કે અનેક હોય તેને ત્યાગ કરવો જોઈએ.
અહીં અપવાદ કહે છે. ઘણુ શય્યાતરે હોય તે તેમાંથી કેઈ એકને અપવાદ માર્ગે સ્થાપી તેને ત્યાગ કરે. આને ભાવાર્થ એ છે કે,
કેઈ ઉપાશ્રય ઘણું લેકની માલિકીવાળો સાધારણ મ હોય. ત્યારે સાધુ સામાચારીના જાણકાર શ્રાવકે જે એમ કહે કે કઈ એકને શય્યાતરરૂપે સ્થાપ. બધાનો ત્યાગ ન કરે. ત્યારે એક માલિકને શય્યાતરરૂપે કરી બાકીના શય્યાતરોનાં ઘરે ગોચરી જાય. જે ત્યાં ઘણું સાધુઓ હોય અને બધાને જે ગોચરીમાં નિર્વાહ થાય તે બધા માલિકને શય્યાતર કરે. જે બઘાનું પૂરું ન થતું હોય, તે એકને શય્યાતર કરે. ભિક્ષાગ્રહણની વિધિ આ પ્રમાણે છે.
જે બે શય્યાતર (માલિક) હોય તે એકાંતરે એક એકને ત્યાં ભિક્ષાગ્રહણને વારે આવે, ત્રણ શય્યાતર હોય, તે દર ત્રીજે દિવસે, ચાર હોય તે દર ચોથે દિવસે શય્યાતર થાય. એમ વારા પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરે. (૮૦૦-૮૦૧) શય્યાતર કયારે થાય?
अन्नत्थ वसेऊण आवस्सग चरिममन्नहिं तु करे । दोनिवि तरा भवंती सत्थाइसु अनहा भयणा ॥८०२।।
રાત્રે એક જગ્યાએ રહીને એટલે સૂઇને, ચરમ એટલે સવારનું પ્રતિક્રમણ બીજી જગ્યાએ જઈ કરે, તો તે બંને શય્યાતર થાય. સાથ વગેરેમાં અન્ય પ્રકારે શય્યાતરની ભજના છે.
બીજા કેઈપણ સાથે કે ગામ વગેરેમાં રહીને એટલે રાત્રે સૂઈને સવારે ચરમ એટલે (રાઈ) પ્રાભાતિક પ્રતિક્રમણ બીજા સ્થાને જઈને કરે, તે બંને સ્થાનના માલિક શય્યાતર થાય છે. આનું તાત્પર્ય એ છે કે જે માલિકના ઘરમાં રાત્રે સૂતા હોય અને