________________
૨૭૪. અનાર્ય દેશે
૫૧૧ તીર્થકરની પાઇપીઠ પાસે જવા માટે ચૌદપૂર્વ આહારક શરીર કરે છે. શા માટે ત્યાં જાય છે? તીર્થકરની ઋદ્ધિ જોવા માટે, અર્થના ગ્રહણ માટે અથવા શંકાના નિરાકરણ માટે જિનેશ્વરના ચરણકમળમાં ચૌદપૂવી એનું જવાનું થાય છે. અહિં આને તાત્પર્યાર્થ આ પ્રમાણે છે.
સંપૂર્ણ ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ અતિશયવાળી આઠ મહાપ્રાતિહાર્યા વગેરે રૂપ, અનુપમ અરિહંતની બધી સમૃદ્ધિને જોવા માટે કુતૂહલ ઉત્પન્ન થવાથી તથા નવા-નવા સિદ્ધાંતના અર્થ ગ્રહણ કરવાની ઈચ્છાવાળા અથવા કાંઈક અત્યંત ગહન એવા અર્થની શંકામાં તેના અર્થને નિશ્ચય કરવા માટે કેઈક ચૌદપૂર્વ ધર વિદેહ વગેરે ક્ષેત્રમાં રહેલા વિતરાગ પરમાત્માના ચરણ કમલમાં આહારકશરીર વડે ત્યાં જાય છે, પરંતુ દારિક શરીર વડે ત્યાં જઈ શકાતું નથી અને ત્યાં જેણે સમસ્ત કાલેક જાણે છે, તેવા ભગવંતને જોઈને પિતાનું પ્રયોજન પુરુ કરીને ફરી તેજ જગ્યાએ આવે છે.
જ્યાં પહેલા જતી વખતે દારિક શરીરને બાધ ન થાય એવી બુદ્ધિપૂર્વક સ્થાપનની જેમ સ્થાપી આત્મપ્રદેશની ચાલ વડે બંધાયેલ જે ઔદારિક શરીર રહેલું હેય છે, તેમાં માંગીને લાવેલા ઉપકરણની જેમ આહારક શરીરનું સંહરણ કરી આત્મપ્રદેશના સમુહને ઔદારિક શરીરમાં પ્રવેશ કરાવે છે. આ આહારક શરીરને કાળ પ્રારંભથી લઈ છોડવાના વખત સુધી અંતમુહૂર્ત પ્રમાણ છે. (૧૫૮૨)
૨૭૪. અનાયદેશો
सग जवण सबर बब्बर काय मुरुंडोड्ड गोड्डपकणया । अरवाग होण रोमय पारस खस खासिया चेव ॥१५८३॥ दुबिलय उस बोकस भिल्लंध पुलिंद कुंच भमररुआ। कोवाय चीण चंचुय मालव दमिला कुलग्धा या ॥१५८४॥ केक्कय किराय यमुह खरमुह गयतुरयमिंढयमुहा य । हयकन्ना गयकन्ना अनेऽवि अणारिया बहवे ॥१५८५॥
શક, યવન, શબર, બર્ગર, કાય, મુરુડ, ઉડુ, ગૌ, પકકણુગ, અરબાગ, હૂણ, મક, પારસ, ખસ, ખાસિક, દુમ્બિક, લકુશ, બેકસ, ભિલ, અશ્વ, પુલિન્દ્ર, કુંચ, ભ્રમરચ, કપાક, ચીન, ચંચુક, માલવ, દ્રવિડ, કુલાઈ, કેક્સ, કિરાત, હયમુખ, ખરસુખ, ગજમુખ, તુરંગમુખ, મિઠંકમુખ, હયકર્ણ ગજકર્ણ. આ દેશે અનાર્ય છે.