________________
૫૧૦
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પૂવઓ આખા ભવચક્રમાં રહેતા ચાર વાર આહારક શરીર કરે અને એક ભવમાં બે વાર આહારક શરીર કરે.
ચૌદ પૂર્વધરે તેવા પ્રકારના પ્રજનને સાધવા માટે વિશિષ્ટ લબ્ધિની સહાય વડે જે આહરણ કરવું એટલે બનાવવું, તે આહારક શરીર કહેવાય.
આ આહારક શરીર વૈક્રિયશરીરની અપેક્ષાએ અંત્યત શુભ, સ્વચ્છ, સ્ફટીક પત્થરના ટુકડા જેવા અતિ સફેદ પુલના સમુહમાંથી બનેલ અને પર્વત વગેરે દ્વારા પણ ન અટકનારુ હોય છે.
આ આહારક શરીર કયારેક લોકમાં બિલકુલ હેતુ જ નથી. આથી ન લેવા રૂપ એટલે અભાવરૂપ એનું જઘન્યથી અંતર એક સમય છે અને ઉત્કૃષ્ટથી છ મહિનાનું અંતર છે. કહ્યું છે, કે ઉત્કૃષ્ટથી “કયારેક આહારક શરીર લેકમાં છ મહિના સુધી સતત નિયમ હોતા નથી. અને જઘન્યથી એક સમય હોતા નથી.”
જીવસમાસ વગેરેમાં જે માણારરિણાકોને વાસદુર (૬૦) વગેરે ગાથા દ્વારા આહારક મિશ્રનું વર્ષ પૃથત્વ અંતર કહ્યું છે, તે મતાંતર સંભવે છે. જ્યારે પણ આહારક શરીરીઓ હોય, ત્યારે જઘન્યથી એક, બે કે ત્રણ અથવા ઉત્કૃષ્ટથી નવહાર (૯૦૦૦) હોય છે.
આહારક શરીરની જઘન્યથી પણ અવગાહના એટલે દેહમાન કંઈક ન્યૂન એક હાથ છે. કારણ કે તથાવિધ પ્રયત્નની સંભાવના અને આરંભક દ્રવ્ય વિશેષના કારણે પ્રારંભ સમયે પણ આટલી જ જઘન્ય અવગાહના હોય છે. પરંતુ દારિક વગેરેની જેમ પ્રારંભ કાળમાં અંગુલના અસંખ્યાતભાગ માત્ર રૂપ નથી—એ ભાવ છે. ઉત્કૃષ્ટથી સંપૂર્ણ એક હાથની અવગાહના છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે,
“આહારક શરીરની જઘન્ય (અવગાહના) દેશેન એક હાથ અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ એક હાથ છે.”
હવે એક જીવને બધા ભામાં અને એક ભવમાં કેટલીવાર આહારક શરીર થાય છે, તે જણાવે છે.
ચૌદપૂવીએ સંસારમાં વસતા ઉત્કૃષ્ટથી ચારવાર આહારક શરીર કરે છે, અને ચેથી વાર આહારક શરીર કર્યા પછી તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે અને એક ભવમાં બે વાર આહારક શરીર કરે છે. (૧૫૮૦-૧૫૮૧) હવે ચૌદપૂર્વીઓ શા માટે આહારકશરીર બનાવે છે, તે કહે છે.
तित्थयररिद्धिसंदसणथमत्थोवगहणहेउं वा । संसयबुच्छेयत्थं वा गमणं जिणपायमूलंमि ॥१५८२॥