________________
૫૧૨
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ જેઓ હેય એટલે છોડવા ગ્ય ધર્મોથી દૂર છે અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા ગ્ય ધર્મો પામ્યા છે તેઓ આર્ય કહેવાય. આ આથી જે વિપરીત હોય તે અનાર્ય કહેવાય છે એટલે શિષ્ટ પુરુષને અસંમત વ્યવહારવાળા હોય છે. આટલા જ અનાર્યો છે એમ નથી, પરંતુ બીજા પણ આવા પ્રકારના ઘણા અનાર્ય દેશે છે, તે પ્રશ્ન વ્યાકરણ ગ્રંથમાં કહેલા છે. ત્યાંથી જાણવા. (૧૫૮૩, ૧૫૮૪, ૧૫૮૫) હવે સામાન્યથી અનાય દેશનું સ્વરૂપ કહે છે.
पाचा य चंडकम्मा अणारिया निग्घिणा निरणुतावी । धम्मोत्ति अवखगई सुमिणेऽवि न नजए जाणं ॥१५८६॥
પાપી, અતિશદ્રકમ કરનારા, નિર્દય, પશ્ચાત્તાપ વગરના, ધમ એટલા અક્ષરને પણ સ્વપ્નમાં પણ ન જાણનારા અનાર્ય જાણવા
આ બધાયે અનાર્ય દેશો પાપી છે. એટલે પાપપ્રકૃતિના બંધના કારણરૂપ હોવાથી આ દેશે પાપી કહેવાય છે, તથા ચંડ એટલે કે ધની ઉત્કટતાના કારણે રૌદ્ધ નામનો રસ વિશેષથી અતિરૌદ્ર કાર્યો આચરતા હોવાથી તેઓ ચંડકમ કહેવાય છે. જેમને પાપજુગુપ્સારૂપ ઘણા એટલે તિરસ્કાર નથી તે નિર્ધારણ એટલે નિર્દય છે. નિરનુતાપિ એટલે અકાર્ય સેવ્યા પછી જેમને જરાપણ પશ્ચાતાપ ન થાય તે નિરyતાપિ તથા જેઓ સ્વપ્નમાં પણ “ધર્મ એટલા અક્ષરો પણ જાણતા નથી, ફક્ત અપેય પીવામાં, અભય ભજન ક૨વામાં, અગમ્યગમન વગેરેમાં ૨ક્ત થયેલા, શાસ્ત્રોમાં ન જણાવેલા એવા વેષ ભાષા વગેરે આચરનારાઆ અનાર્ય દેશ છે. (૧૫૮૬)
૨૭૫. આર્યદેશે रायगिह मगह १ चंपा अंगा २ तह तामलित्ति वंगा य ३ । कंचणपुरं कलिंगा ४ वणारसी चेव कासी य ५॥१५८७॥ साकेयं कोसला ६ गयपुरं च कुरु ७ सोरिय कुसट्टा य ८। कंपिल्लं पंचाला ९ अहिछत्ता जंगला चेव १० ॥१५८८॥ बारवई य सुरक्षा ११ मिहिल विदेहा य १२ वत्थ कोसंबी १३ नंदिपुरं संडिला १४ भदिलपुरमेव मलया य १५ ॥१५८९॥ वराड मच्छ १६ वरुणा अच्छा १७ तह मत्तियावइ दसन्ना १८ । सोतीमई य चेई १९ वीयभयं सिंधुसोवीरा २० ॥१५९०।।