________________
૧૮
૧૦૪ અપ્રતિબદ્ધવિહાર સૂત્રમાં માસક૯પ સિવાય બીજો કોઈ વિહાર બતાવ્યો નથી તો પછી “આદિ શબ્દ કેમ ગ્રહણ કર્યો છે? કેઈ કાર્યમાં જૂનાધિક કારણસર વિહાર કરાય તે જણાવવા.
પ્રશ્ન :-મૂલાગમરૂપ સૂત્રમાં માસક૫ સિવાય બીજે કઈ પણ વિહાર બતાવ્યાજ નથી. તે પછી આગળની ગાથામાં માસકલ્પ આદિ વડે વિહાર કેમ બતાવ્યો ?
ઉત્તર -તેવા પ્રકારના કાર્યમાં જૂનાધિક કારણે વિહાર કરાય તે માટે આદિ પદનું ગ્રહણ કર્યું છે. આને ભાવાર્થ એ છે, સાધુએ મુખ્યત્વે તે માસકલ્પપૂર્વક જ વિચરવું જાઈએ, પણ કારણવશાત્ ક્યારેક અપૂર્ણ માસે પણ વિહાર કરે, ક્યારેક માસથી અધિક પણ રહીને વિચરે. માટે આદિ પદ ગ્રહણ કર્યું છે. (૭૭૩)
कालाइदोसओ जइ न दव्वओ एस कीरए नियमा । भावेण तहवि कीरइ संथारगवच्चयाईहिं ।७७४।।
કાલ વગેરેના દેશથી જે આ માસક૯પ દ્રવ્યથી ન કરાય તો પણ શયનભૂમિ આદિ ફેરવવા દ્વારા ભાવથી કરે.
કાલાદિ દેષના કારણે એટલે દુકાળ વગેરે કાળોષ, સંયમને પ્રતિકૂલ વગેરે ક્ષેત્રષ, શરીરને પ્રતિકૂળ આહાર પાણરૂપ દ્રવ્યદેષ, માંદગી કે જ્ઞાનાદિની હાનિ વગેરે ભાવદષના કારણે જે માસિકલ્પ દ્રવ્યથી એટલે બાહ્યાચારરૂપે ન કરાય, તે પણ એક સ્થાનમાં રહેલ સાધુઓ ભાવથી નિયમા શયન (સંથારા) ભૂમિ ફેરવવા વગેરે દ્વારા માસિકલ્પ જરૂર કરે. આદિ શબ્દથી ઉપાશ્રય પરિવર્તન, મહોલ્લા વગેરેનું પરિવર્તન સમજવું. આને ભાવાર્થ એ છે કે –
એક જ વસતિમાં જે દિશામાં એક મહિને સંથારો કર્યો હોય, તે દિશાને મહિને પૂરો થતા છોડી બીજી દિશામાં સંથારો પાથરવો. એ પ્રમાણે બીજે ઉપાશ્રય હોય, તે મહિના પછી બીજી વસતિમાં જાય. એ પ્રમાણે કરવાથી માસક૫ વિહાર ન કરવા છતાં પણ સાધુપણાથી વિરુદ્ધ નથી. કહ્યું છે કે
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા તથા સંયમ, તપ અને ચરણમાં ઉઘુક્ત એવા સાધુ એક જગ્યાએ સે વર્ષ રહેવા છતાં પણ આરાધક કહ્યા છે. (૭૭૪)
હવે એક જ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી કેટલા સમય (કાળ)ની સ્થિરતા હોઈ શકે તે કહે છે. काऊण मासकप्पं तत्थेव ठियाण तीस मग्गसिरे । सालंबणाण जिट्ठोग्गहो य छम्मासिओ होइ ॥७७५॥
ત્યાં જ માસક૯પ કરી ત્યાં ચોમાસું કરે અને પછી માગસર મહિના સુધી રહે એમ સાલબનપૂર્વક છ મહિનાનો પેઠાવગ્રહ હેય છે.