________________
૧૦૪ અપ્રતિબદ્ધવિહાર
अपविद्धो असया गुरुवसेण सव्वभावसुं । मासाविहारेणं विहरेज जहोचियं नियमा ॥७७२ ||
ગુરુઉપદેશથી હંમેશા સભાવામાં અપ્રતિબદ્ધપણે યાચિત નિયમપૂર્વક માસકલ્પ આદિ વિહારરૂપે વિચરવું તે અપ્રતિબદ્ધૃવિહાર કહેવાય.
અપ્રતિબદ્ધ એટલે હમેશા રાગ રહિત, ગુરુ ઉપદેશપૂર્ણાંક દ્રવ્યાદિ સભાવામાં એટલે શ્રાવક વગેરે દ્રવ્યેામાં, વાયુ વગરની (નિર્વાત) વસતિ વગેરે ક્ષેત્રમાં, શરદઋતુ વગેરે કાળમાં અને શરીરપુષ્ટિ વગેરે ભાવામાં અપ્રતિબદ્ધ એટલે અનાસક્તભાવે સિદ્ધાંત પ્રસિદ્ધ માસકલ્પ વગેરે વડે વિહાર કરે.
સંઘયાદિ સ્થાચિત શક્તિ મુજબ હંમેશા વિચરે. એટલે દ્રવ્ય વગેરેમાં પ્રતિખદ્ધ થયેલા સુખની લાલસાથી એક જગ્યાએ ન રહે. પણ પુષ્ટ આલંબનપૂર્વક વિચરે. એટલે દ્રવ્યાદિથી અપ્રતિબદ્ધપણે માસકલ્પ વગેરે રૂપ વિહાર કરનારના જ વિહાર સાક છે.
હું અમુક નગરમાં જઈને ત્યાં માટી ઋદ્ધિવાળા ઘણા શ્રાવકોને ભેગા કરી એવું કરુ` કે જેથી મને છેડી ખીજાના ભગત ન થાય. ઈત્યાદિ દ્રશ્યપ્રતિબદ્ધપૂર્વક ‘ હવા વગરની વસતિ હોવાથી શાતાકારક અમુક ક્ષેત્ર છે પણ આ ક્ષેત્ર એવુ' નથી. ' વગેરે ક્ષેત્રપ્રતિબદ્ધપૂર્વક.
શરદ વગેરે ઋતુમાં પાકેલી સુગંધીદાર શાલિ વગેરે અનાજના પાકથી આ ઋતુ રમણીય છે. એમાં વિચરતા આનદ આવે એમ કાળપ્રતિબદ્ધપૂર્વક.
ત્યાં જવાથી મને ઘી તેલવાળા સ્નિગ્ધ અને મીઠા આહાર મળશે, જે મારા શરીરને પુષ્ટિ વગેરે સુખકારક બનશે. અહીં તા એવા ખારાક મળતા નથી. અથવા ઉગ્ર વિહારપૂર્વક વિચરતા મને જોઇને લેાકેા મને ઉવિહારી અને અમુક શિથિક છે એમ કહેશે. આવા ભાવ પ્રતિબદ્ધપૂર્વક માસકલ્પાદિ વિહારપૂર્વક વિચરે તા પણ તે વિહાર કાર્ય સાધક નથી પણ નિષ્ફળ છે. માટે સ્થિરતા હોય કે વિહાર હાય, તે દ્રાદિથી અપ્રતિબદ્ધપણે કરાય તે જ સફ્ળ છે. (૭૭૨)
બીજાના પ્રશ્નના જવાબ આપતા નીચેના લેાક કહે છે:
मुत्तूण मासकप्पं अन्नो सुत्तंमि नत्थि उ विहारो | ता कमाइरहणं कजे ऊणाइभावें ||७७३ |
ૐ