________________
૧૬
પ્રવચન-સારદ્વાર જીવને આ સંસારચક્રમાં રહેલા જુદા જુદા ભવમાં ફક્ત ચારવાર જ ઉત્કૃષ્ટથી ઉપશમશ્રણ પ્રાપ્ત થાય છે. તે ઉપશમશ્રણ એકભવમાં જીવ ઉત્કૃષ્ટથી બેવાર (કાર્મગ્રંથિક મતે) મેળવી શકે છે.
ક્ષપકશ્રેણ એક ભવમાં એક જ વાર મેળવી શકે. તેથી તાત્પર્યાર્થ આ પ્રમાણે છે, કે ઉપશાંત અને ક્ષીણહગુણસ્થાનકે જ નિગ્રંથપણું હોય છે. અને તે ઉપશમશ્રેણીમાં ચાર વાર અને ક્ષપકશ્રેણીમાં એકવાર એમ ઉત્કૃષ્ટથી સંસારમાં વસતા જીવને કુલ્લે પાંચવાર નિગ્રંથપણું હોય છે. (૭૬૯)
૧૦૩ સાધુઓના વિહારનું સ્વરૂપ
गीयत्थो य विहारो बीओ गीयत्थमीसओ भणिओ । एत्तो तइयविहारो नाणुनाओ जिणवरेहिं ॥७७०॥
કૃત્યાકૃત્ય લક્ષણરૂપ પદાર્થને જે જાણે તે ગીતાર્થ એટલે બહુશ્રુત સાધુઓ. તેમને વિહાર એટલે વિચરણ, તે પ્રથમ ગીતાર્થ વિહાર કહેવાય.
ગીતાર્થે સાથે અગીતાએ રહેવું તે ગીતાર્થ મિશ્ર, તેઓ સંબંધી જે વિહાર, તે ગીતાર્થમિક બીજે વિહાર જિનેશ્વરોએ કહ્યો છે. પાઠાંતરે ગીતાર્થનિશ્રિત પણ કહ્યો છે. એટલે ગીતાર્થની નિશ્રાએ-આશ્રયે, જે વિહાર થાય તે ગીતાર્થનિશ્રિતવિહાર. આ બે સિવાય એક અનેક અગીતાર્થ સાધુ સમૂહરૂપ ત્રીજો કેઈ વિહાર જિનેશ્વરએ કરવાની અનુમતિ આપી નથી. (૭૭૦)
दव्वओ चक्खुसा पेहे. जुगमित्तं तु खेत्तओ । कालओ जाव रीएज्जा, उवउत्तो य भावओ ॥७७१।।
વિહાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એમ ચાર પ્રકારે કહ્યો છે. તેમાં દ્રવ્યથી આંખવડે માર્ગમાં રહેલ સર્વ જીવોને જોઈને ચાલે, ક્ષેત્રથી યુગમાત્ર ક્ષેત્ર એટલે સાડાત્રણ (૩) હાથ પ્રમાણ ભૂમિને જોઈને ચાલે. યુગ માત્ર એટલા માટે કહ્યું કે અતિ નજીક જોયેલા પણ કઈ જીવ વગેરેની રક્ષા કરવી, તે અશક્ય છે અને યુગમાત્રથી આગળની ભૂમિમાં નાના સૂથમ છ જેવા અશક્ય હોવાથી યુગમાત્ર ગ્રહણ કર્યું છે. કાળથી મુહૂર્ત પ્રહરાદિ સુધી ચાલે, ભાવથી સમ્યગૂ ઉપગપૂર્વક ચાલે. (૭૭૧)